SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૪ શારદા સિદ્ધિ છે, કારણ કે એમાં ભવસાગરથી તરવાના ઉપાયોને અવકાશ છે, અવસર છે. હવે મારે જલદી ભવના બંધને કાપવા છે. એ જ લગની હોય છે. બંધુઓ ! તમને એમ થશે કે ભવને ભયંકર કેમ કહ્યો છે? ભવ એટલે સંસાર. આ સંસાર દેખીતે જ પોતાની ભયંકરતા રજૂ કરે છે. જુઓ ને ગઈ કાલના રાજા મહારાજાઓ આજે પદભ્રષ્ટ થઈ ગયા છે. ગઈ કાલના આબરૂદાર અને સત્તાધીશે આજે ગુલામ થઈ ગયા છે. કાલના કરોડપતિ આજે રેડપતિ જોવામાં આવે છે. ગઈ કાલે જેને લોકે ખમ્મા ખમ્મા કરતા હતા તેની સામું આજે કે જેનાર નથી. જે સંસાર આવું પ્રત્યક્ષ દેખાડે છે તેને કેવો માનવો? ભયંકર કે સુંદર? સંસાર દેખીતે ભયંકર છે પણ હજુ તમને ભયંકર લાગ્યો નથી. જેટલો સંસાર સુખની સામગ્રી પ્રત્યે જીવને પ્રેમ છે એટલે ધર્મારાધનાની સામગ્રી પ્રત્યે પ્રેમ નથી. મનુષ્ય ભવમાં જીવને જેમ પુણ્યથી આરાધનાની સામગ્રી મળે છે તેમ પુણ્યગે સંસાર સુખની પણ સામગ્રી મળે છે. મારે તમને એ પૂછવું છે કે બંને પ્રકારની સામગ્રીમાં તમને કઈ સામગ્રી પ્રત્યે અધિક પ્રેમ છે? સંસાર સુખની સામગ્રીમાં કે ધર્મ આરાધનાની સામગ્રીમાં? સુખની સામગ્રી એટલે તમે સમજ્યા ને? પૈસા, ખાનપાન, મકાન, પત્ની, પુત્ર પરિવાર, બંગલા, ગાડી, મોટર, ટી.વી., ફીજ આ બધી સંસાર સુખની સામગ્રી મનાય છે અને આરાધનાની સામગ્રી એટલે? જિનેશ્વર પ્રરૂપિત ધર્મને વેગ, સદ્ગુરૂને ને શાસ્ત્ર શ્રવણને વેગ. આ બધી આરાધનાની સામગ્રી છે. હવે તમારા હૈયાને પૂછે કે તને સુખની સામગ્રી ગમે છે કે આરાધનાની સામગ્રી ગમે છે? કઈ સામગ્રી ગમે છે? અહીં આપણે જેને સુખની સામગ્રી કહીએ છીએ તે વાસ્તવિક સુખની સામગ્રી નથી. એ ધ્યાન રાખજે પણ મેહાંધ આત્માઓને સાચે ખ્યાલ નથી. અંતરથી વિચારે કે પૈસા, કુટુંબ-પરિવાર, ભેગ સામગ્રી માટે શું શું કર્યું? અને વિતરાગ દેવ, નિગ્રંથ ગુરૂદેવ, અને ત્યાગમય એવા જિનશાસન અને જિન ધર્મની ભક્તિ માટે શું શું કર્યું? અહીં જ તમને સમજાશે કે મારો પ્રેમ કઈ બાજુ વધારે છે? વિચાર કરતા તમને જણાશે કે સુખ સામગ્રી માટે મેં મારે આત્મા હોમી દીધો જ્યારે ધર્મસામગ્રી માટે હજુ સુધી મેં કઈ કર્યું નથી. આ જાતની હદયના મંથનપૂર્વકની વિચારણા એ પણ ધર્મપ્રાપ્તિની પૂર્વભૂમિકા છે. આજે તમારે ઝોક કયાં છે? આત્માને જ પૂછો કે તે પ્રભુના અનુપમ શાસનની આરાધના માટે આ ભવમાં શું કર્યું ? શાસન ખાતર પ્રાણની, દેહની કે ઈન્દ્રિયેની કેટલી કુરબાની આપી ? એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આરાધનાની સામગ્રીને સદુપયોગ કરવાથી નિયમા સદ્ગતિ છે. જ્યારે સંસાર સુખમાં પાગલ બનવાથી ગતિ છે. મકાન, ધન, સ્ત્રી, પુત્ર-પરિવાર, પેઢી એ બધી બાહ્ય સુખની સામગ્રી છે જ્યારે ધર્મ, ધર્મગુરૂઓ, ધર્મશાસ્ત્રો, ધર્મસ્થાનકે એ ધર્મ સામગ્રી છે. તમારો પ્રેમ કઈ સામગ્રી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy