________________
શારદા સિદ્ધિ
૫૭૧ હતું. તેમ આ રામદુલારી પણ વેશ્યા ફીટીને ભગવાનની સાચી ભક્તા બની ગઈ. નગરજને પણ એને ભક્તા કહીને બોલાવવા લાગ્યા. આવી રામદુલારી પ્રભુમય બનીને પ્રભુમાં લીન રહેવા લાગી. એક વખત બાદશાહ ઔરંગઝેબ મોટું સૈન્ય લઈને નીકળ્યા. એ હિંદુ ધર્મને નાશ કરવા ઈચ્છતા હતા, તેથી જ્યાં હિંદુઓના મંદિર દેખે, મહાદેવની, રામ, કૃષ્ણ આદિ કઈ પણ હિંદુ ધર્મના ભગવાનની મૂર્તિ દેખે કે ભાંગીને ટુકડા કરીને ફેંકી દેતા. એક દિવસના ગોઝારા પ્રભાતે રામદુલારી મહાદેવજીના મંદિરમાં ભક્તિમાં એકતાર બનીને નાચતી હતી. તે વખતે ઔરંગઝેબ વિરાટ સન્ય સાથે મહાદેવજીના મંદિરમાં ઘૂસ્ય. મંદિરને તોડી નાંખ્યું. શિવલિંગના ટુકડા કરી નાંખ્યા. અને રામદુલારીના રૂપમાં મુગ્ધ બની ગયે.
બ્રહ્મચર્યની ખુમારી” :- એને ઉઠાવીને દિલ્હીના દરબારમાં લઈ ગયા ને કહ્યું હે દુલારી ! હું તારા રૂપમાં મુગ્ધ બન્યો છું. તારા પ્યાર હે પ્યાસી છું. મને તારે પ્યાર આપ. દુલારીએ કહ્યું બાદશાહ ! જે તારે પ્યાર કરી હોય તે આ કાયામાંથી હંસલો ઉડી ગયા પછી મડદાને મળશે પણ મારા જીવતા તે નહિ મળે. ખૂબ ખૂબ સમજાવી પણ ન માની ત્યારે બાદશાહે એને ચકચકતી તલવાર બતાવીને મારી નાંખવાની ધમકી આપી, ત્યારે રામદુલારીએ કહ્યું બાદશાહ! મરી જઈશ તે કબૂલ પણ જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મારું શિયળ ખંડિત નહિ કરું. મારા જીવતા તું આ દેહને આંગળી નહિ અડાડી શકે. જાતિએ તે વેશ્યા છે પણ સાચું સમજ્યા પછી ચારિત્રની કેટલી ખુમારી છે! એ વિચાર નથી કરતી કે આ બાદશાહ આગળ મારી એકલીનું શું ગજું ! ભેગને કીડે બનેલા બાદશાહે એને કહ્યું દુલારી ! તું કહે તેં મારી બધી બેગમમાં તને મુખ્ય બનાવું. તું કહે તે તારી ચરણરજ મસ્તકે ચઢાવું. તું કહે તે તારો દાસ બનીને રહું પણ હવે તું મારી વાત માની લે.
શીલના રક્ષણ માટે શોધેલો કીમિયો” – વાસનાના ભૂખ્યા બાદશાહ ઉપર ફીટકાર વરસાવતી દુલારીએ કહ્યું કે હું તમને પ્યાર આપવા તૈયાર છું પણ એક શરતે. બાદશાહે કહ્યું–શું ? તું જલ્દી કહે, ત્યારે કહે છે કે જે જગ્યાએ મારા મહાદેવજીનું મંદિર હતું તે જ જગ્યાએ મંદિરનું નવનિર્માણ કરાવી દે. ઔરંગઝેબ હિંદુઓને પાકે દુશ્મન હતું. એ બોલી ઉઠે : દુશ્મનના મંદિરનું નવનિર્માણ ! એ તે મારાથી કદાપિ નહિ બને. દુલારી! તું બીજું કઈક માંગ, ત્યારે દુલારીએ પણ સત્તાવાહી સૂરથી બાદશાહને કહી દીધું કે તે આવા શક્તિહીન નામને હૈયાને પ્યાર આપવાની વાત મારાથી નહિ બને. બાદશાહ ! આટલું તમે પણ સમજી લેજે. ભગના ગુલામ બનેલા બાદશાહે અનિચ્છાએ લાચાર બનીને મદિરનું નવનિર્માણ કર્યું. આ સમયે મુસ્લીમ પ્રજાજનેએ હાહાકાર મચાવ્યો. અહે! મહારાજા મુસ્લીમ બનીને શા માટે હિંદુનું મંદિર બંધાવે છે? પ્રજાએ બાદશાહના માથે ઘણું કર્યું પણ રાજા પાસે