SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ પેલા માણસને વકીલે કહ્યું કે તમે આ છોકરાની પચાસ આનીઓ આપી દે. અને ચેરી કરી તેના દંડપેટે રૂપિયા સે આ છોકરાને આપે. નહિતર હાથકડી કરીને જેલમાં પૂરી દેવામાં આવશે. હવે સો રૂપિયા આપવા જ પડે ને? પેલા માણસે ખિસ્સામાંથી આનીઓ કાઢી તે છેકરાના કહ્યા પ્રમાણે બધી આની ચીકણી નીકળી. વકીલ દયાળુ ને હોશિયાર હતા તે સાચે ન્યાય કર્યો ને ગરીબ છેક ખુશ થ. સાચે ન્યાયાધીશ કેઈની શરમ ભર્યા સિવાય સાચો ન્યાય કરે છે. એવી રીતે કર્મરાજાની અદાલતમાં પણ સહુને સરખે ન્યાય મળે છે. ત્યાં કેઈની લાંચરુશ્વત કે લાગવગ ચાલતી નથી. કર્મ કરતી વખતે ખ્યાલ નહિ રાખે તે કર્મરાજાની કેટેમાં કે આકરે દંડ આપ પડશે! હવે ચાલુ અધિકારને વિચાર કરીએ. બ્રહ્મદત્ત ચક્રવતિ છ ખંડ સાધવા માટે નીકળ્યા છે. ચક્રરત્ન એમને જે જે માર્ગ બતાવે છે તે રીતે બ્રહ્મદત્ત ચક્રવતિ આગળ વધતા જાય છે. જે જે ચકવતિ બને છે તેઓ પહેલા મધ્યખંડને સાધે છે, પછી સેનાપતિ રત્ન દ્વારા સિંધુ ખંડને જીતે છે, ત્યાર પછી ગુણનુપ્રવેશ નામના રત્ન દ્વારા વિતાઢય પર્વતનું ઉલ્લંઘન કરીને ત્યાંના મયખંડને જીતે છે, પછી ગંગાખંડ અને સિંધુખંડને સાધીને તે પોતાની રાજધાનીમાં આવે છે. ગંગાખંડ અને સિંધુખંડની ગંગાદેવી અને સિંધુદેવી ચક્રવતિઓની સેવિકા બનીને રહે છે. બ્રહ્મદત્ત ચકવતિ છે ખંડ ઉપર વિજય મેળવીને પોતાની રાજધાનીમાં આવ્યા. પ્રજાજનેએ ખૂબ ઉત્સાહ અને ઉમંગભેર બ્રહ્મદત્ત ચક્રવતિનું સ્વાગત કર્યું. બ્રહ્મદત્ત ચકવતિ વાજતે ગાજતે હર્ષભેર પિતાના મહેલે આવ્યા ને ચક્રવર્તિપણાના સુખો ભેગવવા લાગ્યા. તે સમયે શું બનાવ બને છે. “સિંહાસને બેઠેલા ચકવતિ પાસે નાટયકળા બતાવતા નાટયકારે” મનુષ્યલોકમાં ચક્રવર્તિની સાહ્યબી જેવી કેઈની સાહ્યબી હેતી નથી. ચક્રવતિને ત્યાં રોજ સંગીત, નાટક આદિ મને રંજનના કાર્યકમે ચાલતા હોય છે. એક વખત બ્રહ્મદત્ત ચક્રવર્તિની નાટયશાળામાં કોઈ બહારના નટે આવીને નાટકને કાર્યક્રમ ગોઠવ્યું હતે. ઘણી મેટી સંખ્યામાં માણસો નાટક જોવા માટે આવ્યા હતા. બ્રહ્મદત્ત ચક્રવતિ પણ નાટક જોવા માટે નાટયશાળામાં આવ્યા ને ઉત્તમ સિંહાસને બેઠા. નાટયકારે ચક્રવતિ મહારાજાને પ્રસન્ન કરવા માટે પિતાની શક્તિને અજમાશ કરીને સુંદર રીતે નાટક કરવા લાગ્યા. આ તરફ બ્રહ્મદત્ત ચક્રવર્તિ આવીને બેઠા ત્યારે દાસીએ આવીને ગુલાબ, મોગરે, આદિ ઉત્તમ જાતિને સુગંધી પુના ગુચ્છો જેને આપણે છડી કહીએ છીએ તે ચક્રવતિના હાથમાં આપે. એ ફૂલની છડીમાંથી ખૂબ સુગંધ મહેંકવા લાગી. તેથી એમનું મન ખૂબ પ્રસન્ન થયું. શું સરસ સુગંધ આવે છે ! ફૂલ વનસ્પતિકાય છે, એકેન્દ્રિયની જાતિ છે છતાં આટલી સુગંધ મહેકાવી શકે છે. માનવીના મનને પ્રસન્ન શા. ૨
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy