SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૫૪૯ કેટલી આશાથી ધન કમાઈને આવ્યું હતું કે તે આ શું કર્યું? એમ બેલ એ બેભાન થઈને ધરતી પર ઢળી પડે, પણ જંગલમાં એને કેણ પવન નાંખે? જંગલને શીતળ પવન આવ્યું ત્યારે થોડી વારે ભાનમાં આવ્યો ને પોતાના કર્મોને દેષ દેતો આમથી તેમ નજર કરે છે ત્યાં સામેના ઝાડ ઉપર બેઠેલા વાંદરાએ હુપાહુપ અવાજ કર્યો. ભીમસેને ઉંચું જોયું તો વાંદરાના હાથમાં ગોદડી હતી. વાંદરે ગોદડીને હાથમાં લઈને આમ તેમ ઝુલાવી રહ્યો હતો. તેને દાંત મારી રહ્યો હતો, નખ ભરી રહ્યો હતે ને તેની સાથે આનંદથી રમી રહ્યો હતો. ભીસસેન ઉભો થઈને ઝાડ પાસે ગયે. ઝાડ નીચે ઉભા રહીને તેણે હાકોટા કર્યા. એ સાંભળીને વાંદરાએ જોરથી હુપાહુપ કરવા માંડ્યું. ભીમસેને એની સામે પથ્થર ફેંકે તે વાંદરાએ ઘા ચૂકવી દીધે ને છલાંગ મારીને બીજા ઝાડ ઉપર ચઢી ગયા ત્યારે ભીમસેન પણ ઝાડ ઉપર ચઢો, તે વાંદરો કૂદીને બીજા ઝાડે ગયે. હજુ ભીમસેન વાંદરાના હાથમાંથી ગેડી મેળવવા શું શું પ્રયત્ન કરશે તેના ભાવ અવસરે. ક ક ા વ્યાખ્યાન નં. ૫૪ ભાદરવા વદ ૬ ને મંગળવાર તા. ૧૧-૯-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની ભગવતે ફરમાવે છે કે હે ભવ્ય છે ! અનંતકાળથી મહારાજા અને તેમના સૈનિકે એ આપણે પરાજ્ય કર્યો છે. આપણા આત્માની અનંત અક્ષય સંપત્તિ એ મહા મહારાજાએ હરી લીધી છે અને આત્માને રખડતા ભિખારીથી પણ વધુ ભયંકર હાલતમાં મૂકી દીધું છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ એ ત્રણેય મોહરાજાના સેનાપતિઓ છે. એ ત્રણેય સેનાપતિઓમાં એવી કોઈ અદ્ભુત મંત્રશક્તિ છે કે વિશ્વના સર્વ જેને અંધ અને પરવશ બનાવ્યા છે. અનંતકાળથી આત્માને પરાજય કરનાર મહ અને તેના સેનાપતિઓને સાથે રણસંગ્રામ કરી વિજય મેળવવા તૈયાર થવું જોઈએ. મિથ્યાત્વ વિગેરે મેહના સેનાપતિઓએ વિશ્વના સર્વ જીને કેવી રીતે અંધ અને પરવશ બનાવ્યા છે તે જાણવું જરૂરી છે. આત્મા પિતાના સ્વરૂપે અનંતજ્ઞાનમય છે. દરેક આત્માના પ્રદેશ અસંખ્યાત છે. કીડીના આત્મપ્રદેશની સંખ્યા ઓછી અને કુંજરના આત્મપ્રદેશની સંખ્યા વધારે એવું નથી. સંસારની ચોરાશી લાખ છવાયોનિ પકી ગમે તે જીવાયોનિમાં આત્મા કર્મયોગે ઉત્પન્ન થયેલો હોય, ચાહે નરકમાં હોય કે નિગદમાં હોય, દેવ હોય કે દાનવ હોય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, આંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું શરીર હોય, હજાર યોજનાનું હોય કે લાખ યોજનાનું ઉત્તર વૈકય શરીર હોય પરંતુ હર કઈ આત્માના આત્મપ્રદેશની સંખ્યા સમાન છે. કર્મને નાનું શરીર પ્રાપ્ત
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy