________________
૫૩૭
શારદા સિદ્ધિ
ઝંડુભટ્ટની ગરીબીમાં અમીરી” – ઝંડુભટ્ટને દિવસે તે દર્દીઓની સેવામાં ટાઈમ મળે નહિ એટલે મુનિમજીને રાત્રે બેલા રાત્રિની નીરવ શાંતિમાં મુનિમ આવ્યા એટલે એકાંતમાં બેસાડીને પૂછયું મુનિમજી! સદા હસતા મુખે રહેનાર છેટલા એક મહિનાથી આમ એકદમ કેમ ઉદાસ છે? ભટ્ટજીને પ્રશ્ન સાંભળીને મુનિમજી સ્તબ્ધ બની ગયા ને કંઈ જવાબ આપ્યા વિના મૌન બેસી રહ્યા ત્યારે ઝંડુભટ્ટ ફરીને પૂછ્યું કે મુનિમજી! તમે તે મારા નાનાભાઈ છો. તમારે ગભરાવાની જરૂર નથી. તમારે જે ચિંતા હોય તે મને દિલ ખોલીને કહો. પાસે હોય કે ન હોય, આપવું કે ન આપવું તે વાત જુદી છે પણ દુઃખીને આવું આશ્વાસન આપનાર કેણ છે? | મુનિમજીએ ગંભીરતાથી કહ્યું કે ભટ્ટજી ! સંસારી જીવોને ચિંતા તે હોય જ. મારી દીકરીઓ હવે મોટી ગઈ છે. તેમાં મોટી દીકરીના આ વર્ષે લગ્ન લેવાના છે પણ મારી પાસે પૈસા છે નહિ તેથી હું મુંઝાઈ રહ્યો છું. મુનિમજીની વાત સાંભળીને ઝંડુભટ્ટે કહ્યું તમારી દીકરીના લગ્ન છે તેને માટે આટલી બધી ચિંતા કરે છે ? મને કેમ વાત કરતા નથી ? મુનિએ કહ્યું કે હું આપને શા માટે ઉપાધિમાં નાંખું? કારણ કે આપને જે કંઈ મળે છે તેમાંથી આપનું જ માંડ પૂરું થાય છે, આપની પાસે કંઈ જ વધતું નથી પછી આપને વાત કરીને વિમાસણમાં નાંખવાથી શું ફાયદો? ભટ્ટ કહ્યું-મુનિમજી ! તમારી ચિંતાનું કારણ હવે મને સમજાઈ ગયું. તમારી દીકરી એ મારી જ દીકરી છે. મારી દીકરીને હું કંઈક આપી શકું તે મને સંતોષ થશે. મુનિમે કહ્યું પણ આપની પાસે તે કંઈ જ નથી. આપ જ અકિંચન છો તે શું આપશે? ભટ્ટજીએ કહ્યું મારી શક્તિ અનુસાર મારી પાસે જે કંઈ હશે તે આપીશ. તમે અહી બેસે. એમ કહીને ભટ્ટજી એમના પત્ની પાસે ગયા.
પત્નીને કહે છે કે આપણું મુનિમજીની દીકરી એ આપણી દીકરી ખરીને? પત્નીએ કહ્યું એમ કેમ પૂછો છે? ત્યારે ઝંડુભટ્ટે કહ્યું દીકરીના લગ્ન છે તે આપણે કંઈ કરવું પડશે ને? પત્નીએ કહ્યું એમાં મને પૂછવાનું હોય? તમને જે ગ્ય લાગે તે કરો. ભટ્ટજીએ કહ્યું વાત સાચી છે પણ આપણા ઘરમાં શું છે તે તું જાણે છે ને? નાથ! દીકરીના લગ્ન હોય ત્યારે એવું કંઈ જવાનું નહિ. પાસે જે હોય તે આપી દેવાનું. બંધુઓ ! આ જમાનામાં આવી પત્ની મળવી મુશ્કેલ છે. માણસની પાસે લાખો રૂપિયા હોય એ તે આપે એમાં બહુ વિશેષતા નથી પણ જેની પાસે કંઈ જ નથી એ પિતાનું સર્વસ્વ ગરીબની સેવામાં અર્પણ કરે એની મહાન વિશેષતા છે.
પિતાનું સર્વસ્વ-પરણ્યાનું પાનેતર દીધું દાનમાં”:-આ ઝંડુ ભટ્ટની કેટલી ખાનદાની છે! જામસાહેબના મહિને ૨૦૦ રૂપિયાના પગારમાં દર્દીઓની દવા, મુનિમજીને પગાર, દવા વાટનાર મજૂરે પગાર અને પિતાને ઘરખર્ચ. એમાંથી શું બચે? માંડ પિતાનું ગુજરાન ચલાવતા હતા. છતાં ઠંડુભટ્ટની પત્ની એમના જેવી