SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ પરપ કોઈ સાધના છે કે જેથી મૃત્યુ સામે જીવનજંગ ખેલી એનુ... આગમન સદા અટકાવી શકાય. ક્રૂર મૃત્યુની તલવાર માથે ઝઝૂમતી હોય ત્યારે આવા આનંદ અને ઉત્સવની લીલા કરવી એ કના ગુલામ જીવને માટે શરમજનક નથી લાગતી ? કુમારના તત્ત્વજ્ઞાન ભરેલા વચનથી લોકો ચકિત થઈ ગયા. કુમારે બધાને સમજાવ્યુ કે “ મનુષ્યજીત્રન ભયંકર મૃત્યુ પર કાયમી વિજય મેળવવા માટે ને મહાન સ’ગ્રામ ખેલવા માટે મળ્યુ છે, ” માટે તમે આવા ઉત્સવ, મહાત્સવ અને બાહ્ય ઠાઠમાઠમાં માનવ જીવનના અમૂલ્ય સમય ગુમાવશે નહિ, આ પ્રમાણે કહ્યુ પછી સ્વારી આગળ ચાલી. આગળ ચાલતા બીજા પ્રકારનું દૃશ્ય જોયું. આ ઉત્સવમાં વિવિધ પ્રકારના ઘણાં દૃશ્મે ગેાઠવવામાં આવ્યા હતા પણ સમરાદિત્યકુમાર જેવી તત્ત્વદૃષ્ટિ ભાગ્યે જ કોઈ પુરૂષની હશે! એમની આધ્યાત્મિક દૃષ્ટિ ખીલી ઊઠી હતી તેથી બીજા કેાઈ દૃશ્ય ઉપર દૃષ્ટિ ન પડતા માણુસના મડદા ઉપર એની દૃષ્ટિ પડી. “ સમરાદિત્યે જોયેલું બીજી દય ” : આગળ ચાલતાં બીજી દૃશ્ય એની નજરે પડયુ. એક વૃદ્ધ માણસનુ' શરીર થરથર ધ્રૂજતું હતું. માઢામાંથી દાંત પડી ગયા હતા ને લાળ ઝરતી હતી અને એ વૃદ્ધ ડોસા મા પાડતા હતા કે મને કઈ પાણી આપેા, ખાવાનું આપો પણ કોઈ એના સામું જોતું નથી. આ વૃદ્ધ પુરૂષને જોઈ ને કુમારે પુછ્યુ,? આ દૃશ્ય કેવુ છે? સારથીએ કહ્યું હું કુમાર સાહેબ ! આ માણસને બિચારાને ઘડપણે ઘેરી લીધા છે. કુમાર કહે, ભાઈ! ઘડપણુ એટલે શું? સારથીએ કહ્યુ' સાહેબ! બત્રીસી પાડી નાંખે, માથાના વાળ ધેાળા કરી નાંખે, કાને આછુ સાંભળવા દે. ચામડીને કરચલીઓ પાડી દે, ઇન્દ્રિયા અને અવયવા ઢીલા કરી નાંખે એનુ' નામ ઘડપણ. કુમારે કહ્યું મારા પિતાજી આવા ધુરંધર રાજા થઈ ને આવા ઘડપણને કેમ દેશવટો નથી આપતા ? એને શા માટે પોતાના ગામમાં રહેવા દે છે? ત્યારે સારથીએ કહ્યું કે ખાપુ! ઘડપણ એ તે મૃત્યુના દૂત છે. એ અગાઉથી આવીને મનુષ્યની જીવન શક્તિને હણવાનુ કાય કરે છે. એની પાસે આપના પિતાજીનુ કંઈ ચાલે તેમ નથી, કારણ કે એમના ઉપર પણ ઘડપણના કોપ ઉતરશે, ત્યારે કુમારે કહ્યુ' તા પછી આવુ. ધાંધલ શા માટે માંડયું છે ? ખ'એ! વિચાર કરો. સમરાદિત્યે અહીં પણુ જીવન સ`ગ્રામની દૃષ્ટિ કેળવી છે. જેમ મૃત્યુ આવતા પહેલા મૃત્યુની સામે ઝઝુમવવાનુ છે તેમ ઘડપણની સામે પણ ઘડપણ આવતા પહેલાં ઝઝમવાનુ છે, કારણ કે ઘડપણના હલ્લો થયા પછી કંઈ જોરદાર કામ નહિ થઈ શકે. યુવાનીમાં મળના, શક્તિના, ભૂખના, પાચનનેા વગેરે ફાંકા રાખનારને ઘડપણમાં ફ્રાંક ભૂલી જવા પડે છે. સ્નેહીઓ અને સબંધીના પ્રેમ પણ આપણા શારીરિક ઘડપણે ઘડપણ પામે છે ત્યારે ત્યાગ, તપશ્ચર્યાં, ધામિક ક્રિયાઓ, આત્મહિત કરવાની દોડધામ વિગેરે કરવાની શક્તિ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy