SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ શારદા સિદ્ધિ ગુરૂદેવ પાસે અભ્યાસ કરવા માટે મોકલ્યા. પૂ. ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબ એક પ્રભાવશાળી, પવિત્ર અને વિચક્ષણ સંત હતા. તેઓ પણ જાતિના ક્ષત્રિય હતા. રવાભાઈનું લલાટ જોઈને તેમણે ભાખી લીધું કે આ કઈ ચીથરીએ બાંધેલું અમૂલ્ય રત્ન છે. રવાભાઈએ ગુરૂના ચરણમાં શિર ઝૂકાવીને કહ્યું, ગુરૂદેવ ! મને આપને શિષ્ય બનાવે. મારે જલ્દી આત્માનું કલ્યાણ કરવું છે. ગુરૂદેવે કહ્યું, ભાઈ! અમારાથી તરત દીક્ષા ન અપાય. હમણાં તું અભ્યાસ કર, પછી વાત. આ તે સ્વામીનારાયણ ધર્મના હતા એટલે એમને સામાયિક આવડતી ન હતી. સામાયિક શું કહેવાય એ પણ ખબર ન હતી, એટલે પૂ. ગુરૂદેવે રવાભાઈને સામાયિક શું ચીજ છે? પ્રતિક્રમણ શું ચીજ છે? એનું સ્વરૂપ શું? અને શા માટે સામાયિક પ્રતિક્રમણ કરવા જોઈએ તે બધી વાત સમજાવી. દેવાનુપ્રિયે! જેને અંતરની લગની લાગે છે તેને કોઈ કાર્ય કઠિન લાગતું નથી. બે દિવસમાં સામાયિક અને આઠ દિવસમાં પ્રતિક્રમણ અર્થ સહિત શીખી ગયા. સામાયિક, પ્રતિક્રમણ શીખ્યા પછી કહે છે ગુરૂદેવ ! હવે મને દીક્ષા આપે, ત્યારે ગુરૂદેવે કહ્યું ભાઈ! હજુ તું અભ્યાસ કર. એક વર્ષમાં તે રવાભાઈએ શાસ્ત્રોને ઘણો અભ્યાસ કરી લીધે. દીક્ષા માટે તલસતા રવાભાઈએ નમ્રતાપૂર્વક ગુરૂદેવના ચરણમાં પડીને કહ્યું ગુરૂદેવ ! હવે મને સંસારથી જલ્દી બહાર કાઢે એટલે ગુરૂદેવે કહ્યું. ભાઈ! તું આજ્ઞા લઈને આવ. રવાભાઈ પિતાના કાકા-કાકી પાસે આવ્યા ને નમ્રતાપૂર્વક આજ્ઞા માંગતા કહે છે. સંયમની ધૂન લાગી ને આતમ પ્યાસ જાગી, આપો મને આપ મને દીક્ષાની ભિક્ષા..અરે...સંયમની. રવાભાઈની વાત સાંભળીને કાકા-કાકી કહે છે દીકરા! હજુ તે તું કેટલે નાનકડે કિશેર છે ને જૈન ધર્મની દીક્ષા એટલે મહાન કઠિન કામ છે. એ બધું આટલી નાની વયમાં તારાથી કેમ સહન થશે ? માટે હમણાં તું ગુરૂ પાસે રહીને અભ્યાસ કર, પછી આજ્ઞા આપીશું, ત્યારે રવાભાઈએ કહ્યું કાકા-કાકી! આયુષ્ય વીજળીના ચમકારા જેવું ક્ષણિક છે. કાલને ભરોસે નથી. હું એક વર્ષ ત્યાં રહીને આવ્યો છું. મને દીક્ષાનું પાલન કરવામાં બિલકુલ વાંધે નહિ આવે. રવાભાઈની મક્કમતા જોઈને કાકા-કાકી તેમજ સગા સ્નેહીઓએ ગુરૂદેવની સમક્ષમાં રવાભાઈને દીક્ષાની આજ્ઞા આપી. આજ્ઞા મળતાં રવાભાઈના સાડાત્રણ કોડ રેમરાય ખીલી ઉઠયા ને મનને મયુર નાચી ઉઠશે. અહે આજે મારી ભાવના પૂર્ણ થઈ. હવે હું જલ્દી સંયમ લઈને આત્માનું કલ્યાણ કરીશ. વિક્રમ સંવત ૧૯૫૬ ના મહા સુદ પાંચમ વસંતપંચમીના પવિત્ર દિવસે ખંભાત શહેરમાં ખૂબ ઉત્સાહપૂર્વક પૂ. છગનલાલજી મહારાજ સાહેબ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. પૂ. ગુરૂદેવે તે પહેલેથી જ ભાખ્યું હતુ કે આ નાનકડા રવામાંથી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy