SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ શારદા સિદ્ધિ મધુર વચનોથી તેને આશ્વાસન આપ્યું, ત્યારબાદ રત્નવતીએ કહ્યુ` કે આ રથ આપને માટે જ તૈયાર કરાવીને લાવી છુ' એટલે કુમાર, રત્નવતી અને વરધનુ ત્રણે જણા રથમાં બેસી ગયાં, પછી બ્રહ્મો રત્નવતીને પૂછ્યુ કે હે ભદ્ર! તમે જ કહે કે હવે આપણે અડી થી કયાં જવું ? ત્યારે રત્નવતીએ કહ્યુ` કે મારી વાત સાંભળે, મગધદેશમાં શિવપુરી નામે નગરી છે. ત્યાં મારા કાકા રહે છે. તેમનું નામ ધનસાવાય છે. તેમને ખબર પડશે કે રત્નવતી, બ્રહ્મદત્તકુમાર, અને એમના મિત્ર બધા અહી આવે છે તે એ જાણીને એમને ખૂબ આનદ થશે માટે આપણે ત્યાં જઇએ, પછી જેવી આપની ઇચ્છા. રત્નવતીની વાત સાંભળીને બ્રહ્મદત્તકુમારે મગદેશ તરફ જવાનું નક્કી કર્યું. હવે રસ્તામાં તેમને કેવા કષ્ટ આવશે ને શું બનશે તે વાત અવસરે વિચારીશું. આજે અમારી જીવનનૈયાના તારણહાર, અમારા મહાન ઊપકારી અમારા જીવન ઉદ્ધારક પૂજ્ય ગચ્છાધિપતિ, શાસન શરતાજ, વ્યાખ્યાન વાચસ્પતિ, પડિતરત્ન સ્વ. મા. બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની ૩૧ મી પુણ્યતિથિના પવિત્ર દિવસ છે, એ ઉપકારી ગુરુદેવના જેટલા ગુણ ગાઇ એ તેટલા ઓછા છે. પૂ. ગુરૂદેવની પુણ્યતિથિના પવિત્ર દિવસે એમના જીવનમાં રહેલા પવિત્ર ગુણાનુ` સ્મરણ કરીને આપણે આપણાં જીવનને ધન્ય બનાવીએ અને ઉપકારી ગુરૂદેવના ઉપકારના ઋણમાંથી યકિચિત પણ મુક્ત મનીએ. ગૌરવવ'તી ગુજરાતના એક ખૂણામાં પવિત્ર સાબરમતી નદીના કિનારે આવેલુ ગલિયાણા નામે એક ગામ છે. એ ગામની પાવનકારી ભૂમિ એ ક્ષત્રિયાની જન્મભૂમિ છે. જયાં આત્માનું ક્ષાત્રતેજ પ્રગટ કરનાર આપણા પૂજ્ય ગુરૂદેવના જન્મ થયા હતા. ગલિયાણા ગામમાં જેતાભાઈ નામે એક ક્ષત્રિય ગરાશીયા વસતા હતા. તેમના ધર્મ પત્નીનુ નામ જયાકુંવરબહેન હતું. જયાકુંવરબહેને સંવત ૧૯૪૨ ના કારતક સુદ અગિયારશના પવિત્ર દિવસે એક પુત્રરત્નને જન્મ આપ્યા. એમનું નામ રવાભાઈ પાડવામાં આવ્યું. આજે દુનિયામાં નામ તે ઘણાં સુંદર પાડવામાં આવે છે પણ નામ પ્રમાણે ગુણુ હાતા નથી. જ્યારે રવાભાઈમાં તા નામ તેવા ગુણ હતા. દહી'ને વલોવવા માટે રવૈયો રાખવામાં આવે છે તેમ આ રવાભાઈ પણ જીવનમાંથી અસાર ચીજોને છેડીને સારરૂપ તત્ત્વ માખણને મેળવનારા હતા. રિત્ર એટલે સૂર્ય જેમ અધકારનો નાશ કરે તેમ આ રવામ ઈ રૂપી રિને અજ્ઞાનરૂપ અંધકારના નાશ કરીને જ્ઞાનરૂપ સૂર્યના કરા દ્વારા જીવનમાં પ્રકાશ પાથરનારા હતા. બાલપણથી જ રવાભાઈનુ જીવન ઉચ્ચ સંસ્કારોથી ભરેલુ હતુ. કહેવત છે ને કે “ પુત્રના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ બારણામાં.” એ રીતે રવાભાઈ નાના હતા ત્યારથી એમના મુખ ઉપર જણાઈ આવતું હતું કે આ નાનકડા રવામાંથી ભવિષ્યમાં અમૂલ્ય તેજસ્વી રત્ન ખનશે. તેએ બે ભાઈ અને એક બહેન હતા. માતા પિતા ત્રણે સંતાનને બાલ્યાવસ્થામાં મૂકીને સ્વર્ગના પંથે સીધાવ્યા હતા, એટલે આ ત્રણે બાળકો એમના કાકાને ઘેર ઉછરવા લાગ્યા. ''
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy