SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ન. ૪૬ ભાદરવા સુદ ૧૧ ને રવિવાર તા. ૨- ૭૯ અનંતજ્ઞાની, અનંત દર્શની, વાત્સલ્ય વારિધિ, પ્રેમના પાનિધિ, એવા તીર્થકર ભગવતેએ જગતના જીવને ઉધન કરતા કહ્યું કે હે આત્માઓ! “દવુદા સંતો માથુર” તમે બોધને પ્રાપ્ત કરે. મનુષ્યભવ ફરીથી પ્રાપ્ત થ મહાદુર્લભ છે, અને તેમાં જૈનશાસન અને ધર્મની પ્રાપ્તિ થવી એ તે અતિ દુર્લભ છે. બધી અનુકૂળતાવાળે કિંમતી માનવભવ આપણને મળી ગયે. આ સેનેરી તકને કેવી રીતે વધાવી લેવી એ આપણે વિચારવાનું છે. પૌગલિક સુખના પિપાસુ આત્મા સંસારના રંગરાગમાં ને જડ પુદ્ગલો મેળવવાની મથામણમાં પિતાની તક ગુમાવી દે છે. આજે માનવી વહેપાર ખુવાર થતા દેખે છે ત્યારે તેને હાય લાગે છે. અરે એકસો વીસના માત્ર વીસ. કેટલા ભાવ પડી ગયા! જીવને એ ખુવારી દેખાય છે પણ માનવજીવનના મહા કિંમતી સમયની ખુવારી થઈ રહી છે તે નથી દેખાતું. પહેલા પાંચ હજારમાં ઘર મળતું હતું ત્યારે વિચાર કરવા રહ્યા ને લીધું નહિ અને આજે પાંચના પચ્ચીસ હજાર થઈ ગયા. ખરેખર મેં એ તક ગુમાવી દીધી એમ થાય છે પણ અસંખ્ય જ વર્ષના દેવલોકના સુખ પછી ઊંચું ને સુંદર માનવજીવન તેમાં આત્મકલ્યાણ કરવાની વર્તમાન જીવનની સોનેરી તક પાપકાર્યમાં ખુવાર કરી નાંખી તેની હાય થાય છે? જે જીવ સંસાર સુખ મેળવવામાં પિતાની તકને ન ગુમાવે તે પોતાના જીવનને ઘણે સદુપયેગ કરી શકે. આ એક ભવ દ્વારા અનંત સંસારને ઉછેદ કરી શકાય. અનંતકાળથી ભવેનું લંઘર ચાલી આવ્યું છે. ભવ પર ભવ, ભવ પર ભવ. આ એક જીવનમાં એ સામર્થ્ય છે કે અનંત કર્મોના ભાર નીચે ઉતારી શકાય, અને ભવેના લંઘરને તેડી શકાય. આ જીવને જગતની અંદર એક હલકા નાટકિયાની જેમ નવા નવા વેશ કરી મોહરાજાના હકમ મુજબ નાચ કરવા પડે છે. આ બધી સ્થિતિ અનંતકાળથી ચાલી આવી છે છતાં હજુ ઓછી થતી નથી. કર્મની પરાધીનતામાં જકડાયેલા આત્માએ આજ સુધી અનંત પ્રકારના વેશ ભજવ્યા. હવે એ બધાને સરાસર અંત લાવવો હોય તે માનવજીવન એ અમૂલ્ય તક છે. વર્તમાન સમયે અસંખ્ય છ સાત નરકમાં મહાન ભયંકર દુઃખ ભોગવી રહ્યા છે તે જ સમયે અનંતાનંત સિદ્ધ પરમાત્માઓ અનંત સુખમાં મહાલે છે, કારણ કે એમને કર્મની પરાધીનતા કે ગુલામી નથી જ્યારે નરકના જીને કર્મની ગુલામી છે, તેથી એ બિચારાને પરમાધામી આગળ કર, હાસ્ય, મજાકના પાત્ર તરીકે નાટક ભજવવા પડે. આ બધી ખરાબ દશા અનંતકાળથી ચાલી આવેલી છે. જેને અંત આ જીવનના સેનેરી સમયના સદુપયેગથી કરી શકાય. પાપકર્મ ખપાવવાને આ અમૂલ્ય સમય છે, માટે આ સમયે
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy