________________
૪૭૨
શારદા સિવિ
**
પાછા આપા એટલે હું અહીથી જાઉં. જીએ માણસનું પુણ્ય ખલાસ થઈ જાય છે ત્યારે તેની કેવી દશા થાય છે કે પોતે સાચા હાય તે પણ જૂઠા ઠરે છે અને પુણ્યવાન જૂઠા હાય તે પણ સાચા છે. અહી' પણ આવું જ બન્યું. ભીમસેને ધનસાર પાસે પેાતાના શસ્ત્રો માંગ્યા ત્યારે ધનસારે શુ કહ્યુ “ બારહ મહિના રેટી ખાઈ, લજજા હીન ગમાર.” તને દુઃખી જાણીને મેં તને ખાર બાર મહિના મારે ઘેર રાખ્યા, ફાટલા ખવડાવ્યા ને પાછો મારા ગળે પડે છે? તને કોઈ લાજ શરમ છે કે નહિ ? “ ભીમસેનના ઢાલ અને તલવાર પડાવી લેતે ધનસાર' :-ધનસારે ગુસ્સો કરીને કહ્યું કે ઢાલ અને તલવાર શી ને વાત શી? તેં મને કયાં શસ્રો આપ્યા છે કે તે મારી પાસે માંગે છે ? ત્યારે ભીમસેને નમ્રતાથી કહ્યુ શેઠ ! તમે તા મને નિરાધારને આશ્રય આપીને મારા ઉપર ઘણા ઉપકાર કર્યાં છે. તમારા ઋણમાંથી હું... મુક્ત થઈ શકુ તેમ નથી, પણ હું આવ્યા ત્યારે મારા શસ્ત્રો તમને સાચવીને મૂકી દેવા આપ્યા છે. કદાચ આપને એ વાત વિસ્તૃત થઈ ગઈ હોય તેા તપાસ કરો,. ધનસારે પાટલી ફેરવી તેનું કારણ એ છે કે બાર મહિના દુકાનમાં ભીમસેને ખૂબ કામ કર્યું હતું એટલે બદલામાં કંઈક પગાર તા આપવા પડે ને ? પણ જો અત્યારે એની લાચારીના લાભ ઉઠાવીને એને જૂઠો પાડી દઉ' તા એને પગાર આપવા મટી જાય ને મારે ધન ખચી જાય. આવા ગરીબ માણસને જોઈને દયા આવવી જોઈએ, તેના બદલે ધનસાર નિય બની ગયેા. કેવા કના ખેલ છે! ધનસારે આંખ ફેરવીને કહ્યુ કે * એક તા દુઃખી જાણીને મેં તારા પર દયા કરીને તને મારે ઘેર રાખ્યા. એક બાજુ તું મારા ઉપકાર માને છે ને બીજી બાજુ મારા પર આળ મૂકે છે? ખરેખર, તું કોઇ ઠગ માણસ લાગે છે. જો તું સારા હોત તેા તને અરિ’જય રાજા કે જિતશત્રુ મદદ ન કરત! તારા લક્ષણે જ તને મદદ નથી કરી. બસ, હવે તું ચાલ્યા જા. એમ ખૂબ એલાચાલી થઈ એટલે દુકાને માણસો ભેગા થયા. ભીમસેન બિચારા ઘણું સાચુ' કહે છે પણ એની વાત કાણુ સાંભળે ? સૌ ધનવાનની વાત સાંભળે છે. સૌએધનસારને પક્ષ લીધે અને ભીમસેનને ધૂત્કારવા લાગ્યા, ત્યારે ભીમસેને ગળગળા થઈ ને કહ્યુ કે અરેરે....શેઠ! હુ· જીવતા મરેલા જેવા થઈ ગયા છું. મારે હવે એ શસ્ત્રના જ આધાર છે. આપ મને મરતાને ન મારો. ત્યાં તે ધનસારે એને ધક્કો મારીને કાઢી મૂકયેા. એક તા રાજા તથા જમાઈ એ કંઈ મદદ ન કરી. બીજી તરફ પેાતાના શસ્ત્રો પણ ધનસારે ન આપ્યા, એટલે ભીમસેન વધારે દુઃખી થઈ ને પેાતાની પત્ની તથા પુત્રાની ચિંતા કરતા ઘર તરફ પાછો ચાલ્યેા. અરેરે....હું ઘેરથી નીકળ્યે ત્યારે શેર ખાજરી પણ મૂકીને નીકળ્યા નથી. મારા વહાલા દેવસેન અને કેતુસેનને ભૂખ્યા તરસ્યા સૂવાડી, સુશીલાને રડતી મૂકીને એક મહિનામાં પા આવીશ એમ કહીને નીકળ્યા હતા. તેને બદલે પૂરા ખાર મહિના થઈ ગયા. એમનું શું થયુ' હશે ? સુશીલા બિચારી શુ કામ કરતી હશે ?