________________
૪૬૮
શારદા સિંહ થઈ છે. અત્યારે તે એને સમસ્ત સ્ત્રીઓમાં એક સ્ત્રીરત્ન સમાન માનવામાં આવે છે. એક દિવસ એ રત્નાવતી ખૂબ ચિંતાતુર બની ગઈ. એને કયાંય ચેન પડતું ન હતું. એની આવી સ્થિતિ જોઈને મેં એને પૂછ્યું કે બેટા! સદા કમળની માફક પ્રફુલ્લિત રહેતું તારું મુખકમળ આજે કેમ કરમાઈ ગયું છે? આવા મોટા શ્રીમંત પિતાની પુત્રીને એવું તે શું માનસિક દુઃખ છે? તું તારા દુઃખનું કારણ જે મને નહિ કહે તે કેને કહીશ? તને મારા ઉપર વિશ્વાસ નથી ? બીજું કોણ એવું તારું વિશ્વાસ પાત્ર છે કે જેના મઢે તું દુઃખની વાત કહીશ. બંધુઓ ! આજે દુનિયામાં માણસ તે ઘણું હોય છે પણ વિશ્વાસપાત્ર વ્યક્તિ તે કેઈક જ હોય છે. અરે, જેના ઉપર પૂરે વિશ્વાસ હોય છે એવા જિગરજાન મિત્રો હોવા છતાં ક્યારે એ વિશ્વાસને બદલે વિશ્વાસઘાત કરી બેસે છે તે કહી શકાતું નથી. એક દષ્ટાંત દ્વારા સમજાવું..
એક ગામમાં શાન્તિલાલ અને સવાઈલાલ નામના બે મિત્રો રહેતા હતા. બંને વણિક પુત્ર બાળપણના ગેઠિયા હતા. બંને વચ્ચે સારી મિત્રતા હતી. એકબીજાને એકબીજા પ્રત્યે ખૂબ વિશ્વાસ હતો. સહેજ પણ અવિશ્વાસ ન હતું. બંને સુખી ખૂબ હતા પણ સૌની સ્થિતિ સદા એકસરખી રહેતી નથી. તે અનુસાર સવાઈલાલની સ્થિતિ ઘસાવા લાગી. પૈસાટકે ખૂબ ઘસાઈ ગયા, પણ સમાજમાં એને મે સારે હતે. એક વખત સવાઈલાલને ઘેર લગ્નને પ્રસંગ આવ્યો. એમની સ્થિતિ ઘસાઈ ગઈ હતી એટલે તેણે પિતાના વિશ્વાસપાત્ર મિત્ર શાંતિલાલને ઘેર જઈને માંગણી કરી કે હે મિત્ર! મારે ઘેર લગ્નને પ્રસંગ છે ને મારી સ્થિતિ તું જાણે છે તે લગ્નમાં પહેરવા માટે તારે ત્યાંથી દાગીને આપ તે મારી આબરૂ જાય નહિ. જે આપે તે તારી મહેરબાની. લગ્ન પતશે એટલે તરત હું પાછા આપી જઈશ, તેથી ઉદાર દિલના શાંતિલાલે હીરાના દાગીનાને દાબડે આપે.
“દાગીના જોતા બગડેલી બુદ્ધિ :-દાગીનાથી ભરેલો દાબડો લઈને સવાઈલાલ પિતાને ઘેર આવ્યો. હીરાને હાર, બંગડી, વીંટી, બુટીયા વિગેરે હીરાના દાગીના હતા. એ બધા એની પત્નીએ લગ્નમાં પહેર્યા. સારી રીતે લગ્નને પ્રસંગ પતી ગયો એટલે દાગીના તે મિત્રના પાછા આપી દેવા જ જોઈએ ને? પણ આ કિંમતી દાગીના જોઈને સવાઈલાલની દાનત બગડી. એણે સવા લાખ રૂપિયાની કિંમતને હીરાને હાર લઈ લીધે ને બાકીના દાગીના દાબડામાં ભરી જ્યારે શાંતિલાલની દુકાને ઘણાં માણસો બેઠા હતા. એ ખૂબ કામમાં હતા તે સમયે લઈને આવ્યો ને કહ્યું-ભાઈ! આ તમારા દાગીનાને દાબડે સંભાળી લો. તમે મને આ દાગીના આપ્યા તે બદલ હું તમારે મેટે ઉપકાર માનું છું. આપ બરાબર જોઈ લેજો. આ વખતે શાંતિલાલ ખૂબ કામમાં હોવાથી મિત્ર ઉપર વિશ્વાસ રાખીને દાગીને જોયા વિના દાબડો તિજોરીમાં મૂકી દીધે. એને સવાઈલાલ ઉપર અવિશ્વાસ ન હતું એટલે દાગીને જોયા નહિ. આ વાતને