SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ વારતા સિહ છે પણ મારે જીવ તે લેતા નથી ને? મેં તે એમના સ્વજનેના જીવ અને કાયા જુદા કર્યા છે. મને તે જેટલી શિક્ષા થાય તેટલી ઓછી છે. મુનિ આ રીતે પિતાના પાપને પશ્ચાતાપ કરવા લાગ્યા. પાપને પશ્ચાત્તાપ કરવાથી પણ જીવ કે મહાન લાભ મેળવે છે. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે, __ कृत्वा पाप हि संतप्प, तस्मात्यापात्प्रमुच्यते । नैवं कुर्या पुनरिति, निवृत्या पूयते तु स ॥ જેણે પાપ કર્યું છે તે એના હદયપૂર્વક પશ્ચાતાપ કરે છે તે પાપકર્મથી મુક્ત બની જાય છે, અને ફરીથી એવાં પાપકર્મો હું નહિ કરું એવા શુભ સંકલ્પથી તે મહાન પવિત્ર બની જાય છે. આ સંત પણ પશ્ચાતાપપૂર્વક એ સંકલ્પ કરીને જે કષ્ટ પડે છે તે બધું સમભાવથી હસતા મુખે સહન કરતા વિચારે છે કે જીવ! હસી હસીને કર્મો બાંધ્યા છે તે હસી હસીને ભેગવ. મુનિ નગરના ચારેય દરવાજે દોઢ દેઢ મહિને ધ્યાન લગાવીને ઊભા રહ્યા. શરીર પણ લેહીલુહાણ બની ગયું. લેક પણ એમને પ્રહાર કરી કરીને થાકી ગયા પણ સંતની દઢતા ખૂટી નહિ. સમતાભાવે સહન કરવાથી એમના બધાં કર્મો બળીને ખાખ થઈ ગયા. તલવાર ચલાવનારે કમ સામે બનેલો દઢપ્રહારી” “છાત્તાવેજ વિકમા ગુખ તે વિઝા કાઉસગમાં ઉત્તમ શ્રેણએ ચઢી ગયા. કરેલા પાપકર્મને પશ્ચાતાપ કરવાથી જીવ વૈરાગ્યવંત બનીને ક્ષપક શ્રેણીને પ્રાપ્ત કરે છે તે રીતે આ મુનિ પણ શુભ ધ્યાનની ધારાએ ચઢતા ક્ષેપક એ ચઢી કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા. આકાશમાં દેવ દુંદુભી વાગી અને અવેત પુછપની વૃષ્ટિ થઈ. આ વાત વાયુવેગે નગરમાં પ્રસરી ગઈ ને લેકેના ટોળે ટોળા એક વખતના લંટારાશયતાનમાંથી સંત બનેલા કેવળી ભગવાનના દર્શને આવવા લાગ્યા. દેવેએ એમના કેવળજ્ઞાનને મહોત્સવ કર્યો. આ મહાત્મા તે બીજા કેઈનહિ પણ દઢપ્રહારી. તલવારના દઢપ્રહારો કરનાર દઢપ્રહારીએ કર્મસત્તા ઉપર દઢ પ્રહારો કરીને છ મહિનામાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને લોકોને ભયથી મુક્ત કર્યા ને પોતે પણ પાપકર્મોના બંધનથી આત્માને મુક્ત કર્યો. હવે એમના કોઈ શત્રુ કે મિત્ર ન હતા. આ દઢપ્રહારી મુનિ અનેક જીને ઉદ્ધાર કરી મોક્ષમાં ગયા. એક વખતના પાપીમાં પાપી કરપીણ ખૂન કરનાર પણ કેવળજ્ઞાન પામીને મોક્ષમાં ગયા તે શું આપણે મેક્ષ ન થાય? થાય. આજે તમે સંસારમાં પાપ કરો તે આના જેવું પાપ કરવાના છે? “ના”. એ કર્મ કરવામાં શુરા હતા અને ધર્મ કરી કર્મોને ક્ષય કરવામાં પણ શૂરવીર હતા. એ મહાત્મા દૃઢપ્રહારી જગતના જીવને એ સંદેશે આપી ગયા છે કે “ભયંકર પાપ કરનાર પાપી પણ પશ્ચાતાપના પુનિત જળ વડે પાપોને ધોઈને આત્મકલ્યાણ શા. ૨૭
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy