SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૨૪૩ સંયમને ક્ષણ માત્રમાં નાશ કરી નાંખે છે. આત્માના અદ્ભૂત ગુણૢાના નાશ કરનાર હાય તેા તે ક્રોધ છે. આ શેઠાણી આવુ' સમજનારા તેથી તેમણે જીવનભર ક્રોધ ન કરવા એવી પ્રતિજ્ઞા કરી છે. તેની અલૌકિક ક્ષમા અને સાધનાના પ્રતાપે તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયુ' છે. તે જ્ઞાનના પ્રભાવે તે ચકલીની વાત જાણે છે. મહાપુરૂષા કહે છે કે क्षमा खड्ग करे यस्य दुर्जनः किं करिष्यति । अतृणे पतिते वह्निः, स्वयमेव प्रशाम्यति ॥ ક્ષમા રૂપ એક અદ્ભૂત તલવાર છે. આવી તલવાર જેના હાથમાં આવે એની પાસે ક્રોધથી ધમધમી રહેલ દુન પણ ઠંડાગાર બની જાય છે અને તેને કઈપણુ કરવા માટે શક્તિમાન રહેતા નથી. જેમ ઘાસ વગરના સ્થાનમાં પડેલી અગ્નિ પેાતાનાં મેળે જ શાંત થઈ જાય છે તેમ ક્રોધથી સળગેલો આત્મા પણ ક્ષમાવતને જોતાં પેાતાની મેળે શાંત થઈ જાય છે. કુંભારની વાત સાંભળીને તાપસે પૂછ્યું કે તમે શેઠાણીનું સ્વરૂપ કેવી રીતે જાણી શકે છે ? એટલે કુભારે કહ્યુ કે મારુ' સ્વરૂપ તમને શેઠાણી કહેશે, પછી તાપસ અચેાધ્યાથી પાછે શેઠાણી પાસે આવ્યે ને કુંભારનુ સ્વરૂપ પૂછ્યું ત્યારે શેઠાણીએ કહ્યું કે એ પણ ક્ષમા દ્વારા મારી માફક બંધુ જાણી શકે છે. તાપસે શેઠાણીને પૂછ્યું' કે તમે આવી ક્ષમા જીવનમાં કેવી રીતે અપનાવી ? શેઠાણીએ કહ્યું કે અમારા ગુરૂદેવ પાસેથી ઉપદેશ દ્વારા અમને ક્ષમાનુ` મહત્ત્વ સમજાયું છે. તાપસે કહ્યુ.-બહેન ! મને પણ તમે સમજાવે. તે હું તમારા મહાન ઉપકાર માનીશ. શેઠાણીએ ક્રોધ એ કેવા અનંનું મૂળ છે ને ક્ષમા કેટલા ગુણનેા ભડાર છે એ વાત સુદર રીતે તાપસને સમજાવી એટલે તાપસે પણ જીવનમાંથી ક્રોધના ત્યાગ કરીને ક્ષમા ધર્મોને અપનાવ્યે અને સમતાપૂર્વક તપ ધર્માંની આરાધના કરીને તાપસ દેવલોકમાં ગયા. ખ'ધુએ ! શેઠાણીની ક્ષમા જોઈને ક્રોધીમાં ક્રોધી તાપસે પણુ ક્રોધના ત્યાગ કરી જીવનમાં ક્ષમાનું અમૃત અપનાવીને જીવન અને મરણ સુધાર્યાં તે આપણે પણ આવા પવિત્ર પર્યુષણ પર્વના દિવસેામાં વ્યાખ્યાન વાણી સાંભળીને જીવનમાંથી ક્રોધાદિ કષાયાના ત્યાગ કરીને ક્ષમા, સરળતા, નમ્રતા આદિ ગુણાને અપનાવવા જોઈએ. આ પવ ખૂબ પ્રેરણાદાયક છે. એના પગલે વાતાવરણમાં પ્રસન્નતા આવે છે. સવત્સરીના પવિત્ર દિવસે શ્રાવકાને પાંચ નિયમાનુ પાલન કરવાનુ હોય છે. શ્રાવક શ્રાવિકાઓએ એ વખત પ્રતિક્રમણ કરવુ', યથાશક્તિ દાન દેવું, શિયળ પાળવું, જેની જેની સાથે વૈર બધાયુ. હાય તેની અંતઃકરણપૂર્વક ક્ષમા માંગવી અને કોઈએ તમારો અપરાધ કર્યાં હાય તે તમારી પાસે ક્ષમા માંગવા આવે ત્યારે તેને મુક્ત હૃદયે ક્ષમા આપવી, અને યથાશક્તિ તપ કરવા. આ રીતે સાધુને પણ પાંચ નિયમાનુ પાલન કરવાનું હોય છે. સવત્સરીના દિવસે ચૌવિહારા ઉપવાસ કરવા, બે પ્રતિક્રમણ કરવા, લોચ કરવા,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy