SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૪૩૫ માટે વીતરાગ ધર્મ રૂપી શાશ્વત લક્ષ્મીની કમાણી કરી લો જેથી માનવજીવન સફળ અને તે ભવાભવ આપણા સુધરી જાય. પર્વાધિરાજનુ` મ`ગલ સ્વાગત કરતા આજે સાતમા દિવસ તે આવી ગયા. હવે ફક્ત આવતીકાલને એક દિવસ જેના મૂલ્યાંકન થઈ શકે નહિ એવે! ક્ષમાપનાના પવિત્ર દિવસ છે. જે દિવસને આપણે આદાન-પ્રદાનના પર્વ તરીકે ઓળખીએ છીએ. આ શબ્દોના અર્ધાં તમે સમજી ગયા ને? લેવુ' ને દેવું. ખેલો, શુ આપશે ને શું લેશે ? (શ્વેતામાં–શાંત વાતાવરણ) બધાય શાંત થઈ ગયા. જોજો કાલના દિવસ ભૂલતા નહિ ડાં. ક્ષમા લેવાની અને ક્ષમા દેવાની. ક્ષમા એ સાચુ` કેહિનૂર છે. સમય થઈ ગયા છે. આજે ચાર 'પતિ આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લેવાના છે. તેમને હવે પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે. ૐ શાંતિ. વ્યાખ્યાન ન ૪૨ “સ‘વત્સરી’’ ભાદરવા સુદ ૫ ને સામવાર 66 દુશ્મનાવટનુ’રાજીનામુ’ સુજ્ઞ બધુ, સુશીલ માતા અને બહેન ! આપણે અંતરના ઉમળકાથી જેની જ ઘણાં સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતાં તે પનેતા પર્યુષણપત્રના પવિત્ર દિવસે આપણા આંગણે પધાર્યા. તેમાં આજના દિવસના મહિમા વિશેષ છે, કારણ કે સાત સાત દિવસ ધર્મની આરાધના કર્યાં પછી આજે સ'વત્સરી પર્વના મહામ ગલકારી દિન આવે છે. “ સાધનાના સાત દિવસ અને સિદ્ધિ ક્ષમાપનાના આઠમે દિવસ, ’’ સાત સાત દિવસ સુધી સતત તપ ત્યાગ, ધશ્રવણુ અને પ્રાયશ્ચિત આદિથી દિલના દૂષને દૂર કરીને પવિત્ર બન્યા પછી આજે સ`વત્સરી મહાપના દિવસે ક્ષમાની સરિતામાં સ્નાન કરીને આત્માને શીતળ બનાવવાના છે. આજના દિવસના મુખ્ય ઉદ્દેશ ક્ષમાનું આદાન-પ્રદાન કરવાને છે. ક્ષમા આપનાર અને ક્ષમા માંગનાર બંનેનું હૃદય અરિસા સમાન ઉજ્જવળ બને છે ને રૂની પૂણી સમાન પાચુ' બને છે. આ સ'સારમાં ભાઈ ભાઈ વચ્ચે, સ્વજના વચ્ચે, મિત્રા વચ્ચે, જ્ઞાતીજને અગર સ્ત્રધમી બંધુએ સાથે વેર ઝેર અને કલેશ થયેલા જોવા મળે છે, જેથી એકબીજાનું દિલ દુભાવાથી મનદુઃખના કારણે એકબીજાનુ દિલ તૂટી જવાથી એકબીન્તના સામે' જોતા નથી. એકબીજાના ભાંગ્યા હૈયાને સાંધવા માટે સાલ્યુશન સમાન જો કોઈ પત્ર હોય તે તે સંવત્સરી મહાપ છે, માટે આજના દિવસે આપણે નમ્ર બનીને અંતરના શુદ્ધ ભાવથી એકબીજાની પાસે માફી માંગીને ક્ષમાપના કરીને શુદ્ધ મનવાનુ' છે, અને જીવનને મૈત્રીની મ્હેક અને ક્ષમાની સૌરભથી ભરી દેવાનુ છે. જીવનરૂપી શેરીઓમાં હેત અને પ્રીતના તારણુ ખધાય અને ભૂલાની લેા ઉખડી જાય તેનું નામ ક્ષમાપના છે, તા. ૨૭-૮-૭૯
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy