________________
૪૩૦
શારદા સિદ્ધિ સંસારમાં દીકરે લગ્ન કરીને કન્યા પરણીને આવ્યું. આ કન્યાને પિતાની સાસુ સાથે કે દેરાણી જેઠાણી સાથે મનમેળ મળતું નથી તેથી કયારેક અવારનવાર કલેશના પ્રસંગો ઉભા થાય છે. તે દીકરે આખા કુટુંબને છેડીને પોતાની પત્નીને લઈને જુદ થાય છે ને? આટલા વર્ષોના પરિચિત અને સાથે રહેલા હોવા છતાં મનદુઃખ થવાથી જુદા થવામાં આનંદ માને છે. તે પછી આત્માના હિત માટે ધન, માલ મિક્ત, કુટુંબ પરિવાર છેડવાની વાત આવે ત્યારે એમ કેમ થાય છે કે ઘણી મહેનતે મેળવેલા અને વર્ષોના સંબંધવાળા તે કેમ છૂટે? જે સંસારમાં આવા મનદુઃખ થાય છે તે સંસાર સાથે મનદુઃખ કરવું હોય તે થાય કે નહિ? ભગવાન કહે છે મનદુઃખ કરો તે સંસાર, વિષય કષા સાથે કરે. એની સાથે મનદુઃખ કરવાથી એનાથી અલગ રહી શકશો. જેટલા સંસારથી, વિષયથી ને કષાયોથી અલગ તેટલા કર્મબંધન અ૫, પણ આપણે આત્મા અનાદિકાળથી મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય, અશુભ ગ આદિના કારણે ઘોર કર્મબંધન કરી રહ્યો છે, તેને જિનશાસન અને સગુરૂને વેગ મળવા છતાં હજુ સુધી જીવનમાં જાગૃતિને પ્રાદુર્ભાવ થયું નથી. જ્યાં સુધી જીવનમાં જાગૃતિને પ્રાદુર્ભાવ થાય નહિ ત્યાં સુધી ભવટી થવી મુશ્કેલ છે. વિકટી કરવા માટે ઈન્દ્રિયિક સુખમાં અમેહ બનવું જોઈએ. અમેહ દશા કયારે પ્રાપ્ત થાય? સમ્યમ્ દર્શન પ્રગટે ત્યારે, સમ્યગદર્શન એટલે શું ? જે દર્શનની પાછળ મહાન આબાદી મળે, આંતરશક્તિઓ ભરપૂર ખીલે, આત્માપરની અનંતાનંત કમબેડીઓ ફટાફટ તૂટવા લાગે તે દર્શનનું નામ સમ્યગદર્શન. જુઓ, સમ્યગદર્શનના તેજને કેટલે ચમત્કાર છે ! ૨ શ્રી ભગવાન મહાવીર સ્વામીના મુખેથી નંદીષેણે એકવાર દેશના સાંભળી અને એમને આત્મા દીક્ષાની ભિક્ષા લેવા તૈયાર થયે, ત્યારે પ્રભુએ કહ્યું કે વિકારના વાયુ રૂપી તોફાન એક વાર તારા જીવનને પતનના પંથે લઈ જશે, છતાં નંદીષેણે અડીખમ બનીને કર્મની સામે કારસ્તાન કરવાનું નક્કી કર્યું અને દીક્ષા લીધી. દીક્ષા લઈને એ નદીષેણ મુનિએ શરીર ઉપર તપશ્ચને કેરડાઓ વીઝવા માંડયા. કર્મના અણુની છાતી ચીરના કઠેર સંયમરૂપી વાવના નખ લીધા. એ સંયમ રૂપી નખથી કેટલાય કર્મોને ચીરી નાંખ્યા પણ જે નિકાચિત કર્મો હતા તે માટે તેમની છાતી તે લેખંડી હતી પણ ત્યાં વાઘ નખ બુટ્ટા બન્યા. નંદીષણ જેવા મહાન આત્મા પણ મહાત બની ગયા, પરમ આત્મા પામર બની ગયા ને ધર્માત્મા કર્માત્મા બની ગયા.
નંદીષેણે પિતાના જીવનમાં વિચાર્યું કે મારા કર્મ રૂપી વિકારના વાયુમંડળ મને હેરાન કરે છે. તે માટે તેમણે ઘણું ઉપાયો વિચાર્યા પણ એક ઉપાય કામ ન આવ્યા તેથી મનમાં થયું કે જીવું તે આ જંજાળ અને મરું તે મૂકું કર્મચંડાળ. છેવટે તેમણે જીવનને છાવર કરવાનું વિચાર્યું. વિકારની ધગધગતી જવાળામાં ઝંપલાવવા કરતાં શરીરને નાશ શ્રેષ્ઠ લાગે, તેથી અરિહંતાદિના ચાર શરણ સ્વીકારીને આકાશને અડતી પર્વતમાળા ઉપરથી તેનીગ ખાઈમાં ઝપાપાત કર્યો પણ નિકાચિત કર્મો કયાં