SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ શારદા સિદ્ધિ “જપે રાજ લારે” – આમ કરતા નવ માસ અને સાડાસાત દિવસ પૂર્ણ થતાં ચિત્ર સુદ તેરસની રાત્રે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને શુભ યોગમાં શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીને જન્મ થયે. જ્યાં મહાપ્રકાશ પ્રગટ થયો એ ક્ષત્રિયકુંડ ભૂમિને પણ ધન્ય! તેમના માતા-પિતાને પણ ધન્ય ! જૈન શાસનમાં પ્રગટયે એક દિવડે રે લોલ, સારી આલમમાં વાપે એને ડકે ચારે કેર ત્રિશલાની કૂખે જન્મી એક એવી મહાવિભૂતિ, શુકનવંતી રહી જગાડી સુદી તેરસ ચૈત્રની મહાવીર નામે પ્રગટી બની જગતની જયોતિ. ભગવાનને જન્મ થતાંની સાથે સારી યે આલમમાં પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયો. મનુષ્યલોકમાં તે ઠીક, નરકમાં પણ અંધકારને કાળો પડદો ચીરાઈને પ્રકાશ પ્રકાશ થઈ ગયો, અને બે ઘડી માટે મારકૂટના દુખે બંધ થઈ ગયા. વનસ્પતિઓ ખીલી ઊઠી ને પૃથ્વી પર ચંદનના વિલેપન કરતાં વધુ શીતળતા પ્રસરી ગઈ. દેવેના હયા આનંદથી થનગની ઉઠયાં. છપન દિકુમારીઓ ભગવાનને જન્મ મહોત્સવ ઉજવવા આવી. ઈન્દ્રોના ઈન્દ્રાસન ડોલી ઉઠયા, ઈન્દ્રો અને કોડે દેએ ભેગા થઈને ભગવાનને હર્ષ પૂર્વક મેરૂ પર્વત ઉપર લઈ જઈને સ્નાન કરાવીને જન્મ મહોત્સવ ઉજવ્યું ને પિંછી પાછા ભગવાનને એમની માતા પાસે મૂકીને દે અને દિગકુમારીઓ આનંદભેર આવ્યા હતા તેમ સ્વસ્થાનકે ચાલ્યા ગયા. ભગવાનને જન્મ મહોત્સવ ઉજવતા સિદ્ધાર્થ રાજા” - સિદ્ધાર્થ રાજાએ પિતાના નગરમાં ખૂબ ઉત્સાહપૂર્વક જન્મ મહત્સવ ઉજવ્યો. જન્મ પછી બારમા દિવસે માતા-પિતા સ્વજને અને ફઈબા બધાએ મળીને કુમારનું વર્ધમાનકુમાર એવું શુભ નામ પાડ્યું. ધીમે ધીમે વર્ધમાનકુમાર મોટા થવા લાગ્યા. એમનું મુખ તે પૂર્ણિમાના ચંદ્રની જેમ શોભતું હતું. આ ત્રિશલાને લાલ સૌને હૈયાના હાર જે વહાલો લાગતું હતું. વર્ધમાનકુમાર આઠ વર્ષના થયા એટલે દેવ એમની કસોટી કરવા આવ્યા, ત્યારે વર્ધમાન કુમારે પિતાની અજોડ શક્તિથી દૈવી શક્તિ ધરાવનાર દેવને પણ હરા, તેથી દેવે ખુશ થઈને મહાવીર નામ આપ્યું. માતાપિતાએ વર્ધમાન કુમારને નિશાળે ભણવા મૂકયા ત્યાં ટીચરના પ્રશ્નનું સમાધાન કરીને ટીચરને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા. વર્ધમાનકુમાર ભણીગણીને યુવાન થયા ત્યારે એમના રાજકુમારી યશોદા સાથે લગ્ન કરવામાં આવ્યા, પણ કુમાર તે અનાસક્ત ભાવે સંસારમાં રહેતા વિચારે છે કે આ બધા સુખના સાધને દુઃખના નિમિત્તે છે. હવે હું એવું કેઈ દિવ્ય રસાયણ શોધું કે જે બધા ને ઉપયોગી નીવડે. ભગવાન ૨૮ વર્ષના થયા માતા પિતાને અંતિમ સમય નજીક આવે જાણીને સંથારે કરાવીને પાવન કર્યા. માતા-પિતા કાળ કરીને સ્વર્ગે ગયા પછી ભગવાન દીક્ષા
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy