SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ શારદા સિદ્ધિ “ભાગ્યશાળી બનેલા ત્રિશલા માતા”:- દેવાનંદાના સ્વપ્ના એક પછી એક ત્રિશલા રાણીને આવવા લાગ્યા એટલે ત્રિશલા રાણી હરખાવા લાગ્યા. દેવાનંદાને રડાવી અને ત્રિશલાદેવીને હરખાવી. ત્રિશલાદેવી રાણી ચૌદ સ્વપ્ના જોઈને સિદ્ધાર્થ રાજા પાસે ગયા ને પિતાને આવેલા સ્વપ્નાની વાત કરી. હે નાથ ! મને આ પ્રમાણે ચૌદ સ્વપ્ના આવ્યા છે. મહારાજા સ્વપ્નની વાત હૃદયમાં અવધારીને કહે છે હે ત્રિશલા રાણી ! તમે મહાન બડભાગી છે. તમે રત્નકૂફી છો. તમારી કૂક્ષીમાં ત્રિલેકીનાથ પધાર્યા છે. તમે ચૌદ ઉત્તમ સ્વપ્ના જોયા છે. તે એકેક સ્વપ્ન સૂચવે છે કે તમે મહાન તીર્થંકર પ્રભુને જન્મ આપશે. આ સાંભળીને ત્રિશલાદેવીનું હૈયું હર્ષથી નાચી ઊઠયું. તીર્થંકર પ્રભુની માતા બનવાનું સૌભાગ્ય મળે તે કેને આનંદ ન થાય? સવાર થતાં સિદ્ધાર્થ રાજાએ સ્વપ્નના ફળ જેવા માટે સ્વપ્ન પાઠકને તેડાવ્યા. સ્વપ્ન પાઠક સંપ કરીને આવ્યા હતા. સૌથી મોટા સ્વપ્ન પાઠકે રાણીને આવેલા ચૌદ સ્વપ્નાની વાત સાંભળીને કહ્યું હે મહારાજા! ત્રિશલા દેવીએ જે ચૌદ ઉત્તમ સ્વપ્ના જોયા છે તે તીર્થકર જન્મ સૂચિત છે. તેમના ગર્ભમાં તીર્થકરને આત્મા ઉત્પન્ન થયે છે. હે રાજન ! તમે મહા ભાગ્યશાળી છે ને ત્રિશલાદેવી પણ મહાન ભાગ્યશાળી છે. એમની કુક્ષીએ તમારા વિશુદ્ધ વંશમાં સૂર્ય સમાન તેજસ્વી પુત્રરત્ન અવતરશે. એ પુત્રરત્નના પ્રભાવથી તમારા કુળમાં અનંતગણા આનંદને વધારે થશે. તમારા ભંડારમાં લક્ષ્મીની વૃદ્ધિ થશે. તમારી રાજસત્તા વિસ્તૃત બનશે. સર્વગુણાલંકૃત એ પુત્ર તમારા કુળને ઉદ્ધાર કરશે ને સાથે સમસ્ત જગતને પણ ઉદ્ધારક બનશે. તમારે યશ, કીતિ દિગંતમાં ફેલાશે. ચૌદે સ્વપ્નનું આ સામૂહિક ફળ છે. હવે એકેક સ્વપ્નનું અલગ અલગ ફળ સાંભળે. (૧) પહેલા સ્વપ્નમાં ચાર દંતશૂળવાળો હાથી જે તેના ફળ સ્વરૂપે તમારો પુત્ર જગતમાં દાન, શિયળ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મની પ્રરૂપણ કરશે. (૨) બીજા સ્વપ્નમાં હે મહારાણી ! તમે વૃષભ જે છે તેથી એ પુત્ર ધર્મની ધૂરાને ધારણ કરી ભવ્ય જીના હૃદય રૂપી ક્ષેત્રમાં બેધિબીજનું વાવેતર કરી સમક્તિ રૂપ ધર્મના બીજનું આરોપણ કરશે. (૩) ત્રીજા સ્વપ્નમાં સિંહ જેવાથી તમારો એ લાડકવા પુત્ર સિંહ સમાન સાત્ત્વિક વૃત્તિને ધારણ કરી જગતના જીવને સત્વશીલ સમજૂતી આપી ભવ્યાત્માઓને રક્ષક બનશે ને સૌને ઉદ્ધારક બનશે. (૪) ચોથા સ્વપ્નમાં અભિષેક કરાતા લક્ષ્મીદેવીને જોયા. એનો અર્થ એ થાય છે કે તે અજોડ દાનધારા વહાવીને પિતે અકિંચન અને નિર્મોહી બનીને તીર્થંકર પદની અનુપમ આત્મિક લક્ષ્મીને ભગવશે. (૫) પાંચમા સ્વપ્નમાં અનુપમ પુષ્પમાળાને જોઈ. એને ભાવ એ છે કે એ પુત્ર ત્રણે ભુવનમાં માનનીય અને પૂજનીય સ્થાનને પામશે. (૬) છઠ્ઠા સ્વપ્નમાં ચમતે ચંદ્ર જે તેથી તમારે પુત્ર સર્વજન વલ્લભ બની સર્વ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy