SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫’ શારદા સિદ્ધિ સમજીને નારદજીને પદ્મ ચક્રવતિએ એક નાનકડા જીવડાની માફક હાથમાં લીધા ને એમને રમાડવા લાગ્યા. એમના અંગોપાંગને કુતૂહલતાપૂર્વક જેવા લાગ્યા કે આ કઈ નિનું પ્રાણી છે. શ્રી સીમંધર ભગવાનને પ્રશ્ન પૂછતા પદમચકી” – ચક્રવતિને મન તે નારદજીને ઉંચકવા ને એક કીડીને ઉંચકવી એ બંને સરખા હતા. લોકોને પણ ખૂબ આશ્ચર્ય થયું. ભગવાનની દેશના પૂરી થઈ એટલે ચક્રવતિએ પ્રભુને પૂછયુંભગવંત ! આ કઈ ગતિને જીવ છે? ભગવંતે કહ્યું કે આ કોઈ જીવજંતુ કે પશુ નથી પણ આ તે ભરત ક્ષેત્રમાં મનુષ્ય નિમાં જન્મેલા નારદઋષિ છે, તેઓ શુદ્ધ બ્રહ્મચારી છે. લોકેમાં તેમનું નામ પ્રખ્યાત છે. તે તપસ્વી છે ને સંસારથી વિરક્ત છે. તેઓ મને એક પ્રશ્ન પૂછવા માટે અહીં આવ્યા છે, ત્યારે પદ્મ ચકવતિ પૂછે છે ભગવંત! તે શું પ્રશ્ન પૂછવા આવ્યા છે તે કૃપા કરીને અમને કહે. નારદજીના મનમાં એમ હતું કે ભગવાનની દેશના પૂરી થાય એટલે હું એમને પ્રશ્ન પૂછીશ. ત્યાં તે ચક્રવતિએ પ્રશ્ન પૂછી લીધે એટલે એમને તે પૂછવાનું રહ્યું જ નહિ. ચકીના પ્રશ્નના જવાબ” :- ભગવાન કહે છે હે ચક્રવતિ ! તમે સાંભળે. ભરતક્ષેત્રમાં દેવલોક જેવી શોભાયમાન દ્વારકા નામની નગરી છે. ત્યાં ત્રિખંડ અધિપતિ કૃષ્ણ નામના વાસુદેવ વસે છે. તેમને રૂમણી નામની એક પટ્ટરાણી છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો. તેને જન્મ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો, અને છઠ્ઠો દિવસ પૂરો થતાં મધ્યરાત્રિના સમયે તે પુત્રનું પૂર્વના વૈરના કારણે દેવે અપહરણ કર્યું. આથી આખી દ્વારકા નગરી શેકસાગરમાં ડૂબી ગઈ છે. જેમ તમે છે ખંડના ધણી છે તેમ કૃષ્ણ વાસુદેવ ત્રણ ખંડના ધણી છે. તેમણે ત્રણ ત્રણ ખંડમાં તપાસ કરાવી પણ તેમના પુત્રને કયાંય પત્તો મળે નહિ તેથી તેની માતા રૂફમણી તે કાળા પાણીએ રડે છે, ઝૂરે છે. એને શાંતિ થાય તે માટે નારદજીએ પ્રદ્યુમ્નકુમારનું શું થયું? એ જીવતે છે કે મૃત્યુ પામે છે? એને કેણુ લઈ ગયું છે ને હાલ કયાં છે એ વિષયમાં પ્રશ્ન પૂછવા માટે તેઓ ભરતક્ષેત્રમાંથી અહીં આવ્યા છે. સીમંધર સ્વામીના મુખેથી આ વાત સાંભળીને ચકવતિ આદિ ત્યાંના લોકોને તે પ્રદ્યુમ્નકુમાર કયાં છે તે જાણવાની જિજ્ઞાસા થઈ એટલે પૂછ્યું-પ્રભુ! એ પુત્ર કયાં છે ? એનું કેણ બૈરી દુષ્ટ દેવ અપહરણ કરી ગયા છે? ત્યારે ભગવાને એમના બધા પ્રશ્નોના ખુલાસા કર્યા ને નારદજીને કહ્યું તમે રૂફમણને કહેજે કે એને પુત્ર મહાસુખમાં વિદ્યાધરને ત્યાં ઉછરી રહ્યો છે, તે સોળ વર્ષને થશે ત્યારે ઘણી જાતની લબ્ધિઓ અને શક્તિઓ લઈને આવશે. એ દ્વારકામાં આવશે ત્યારે ત્યાં શું શું બનવે બનશે તે પણ કહ્યું, ત્યારે નારદજીએ કહ્યું ભગવંત! એની માતા ખૂબ રડે છે તે શું કૃષ્ણજી પોતે ત્યાં જાય તે પુત્ર મળે ખરે? ભગવંતે કહ્યું, નારદજી! એક શું, એવા સાત કૃષ્ણજી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy