SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ શારદા સિદ્ધિ ચંદ્રના પ્રકાશમાં તારાઓના તેજ સમાઈ જાય છે તેમ કેવળજ્ઞાનમાં ચારે જ્ઞાન સમાઈ જાય છે. શિષ્યે ભગવાનને પ્રશ્ન કર્યા કે અહે। ભગવંત! એકી સાથે એક જીવને કેટલા જ્ઞાન હોય ? ભગવાને કહ્યુ એકી સાથે એક જીવને એ જ્ઞાન હાય તે। મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. ત્રણ હાય તે મતિ, શ્રુત અને અવધિજ્ઞાન અથવા મતિ, શ્રુત અને મનઃપવ અને ચાર હાય તે! મન:પર્યાયજ્ઞાન વધ્યું. એક હોય તે માત્ર કેવળજ્ઞાન હાય. એક સાથે કોઈ ને પાંચ જ્ઞાન ન હેાઈ શકે કારણ કે કેવળજ્ઞાન થાય પછી બીજા જ્ઞાનાની જરૂર રહેતી નથી. આ પાંચ જ્ઞાનની વાત કરી. સમ્યક્ જ્ઞાનથી જીવને સારા ખાટાને વિવેક થાય છે. હેય, જ્ઞેય અને ઉપાદેયનું ભાન થાય છે, સમ્યક્દનથી વીતરાગના વચન પ્રત્યે અખૂટ શ્રદ્ધા થાય છે. સમ્યક્ચારિત્ર દ્વારા જીવ નવા આવતા કર્માને કે છે. ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનમાં ખેલ્યા છે કે नाणेण जाणइ भावे, दंसणेण य सहे । વૃત્તિળ નિદ્દિાર, તયેળ મુન્નરૂં ॥ ૩૫ ।। જ્ઞાનથી જીવ યથાતથ્ય ભાવાને જાણે છે, દનથી તેના પર શ્રદ્ધા કરે છે, ચારિત્રથી આવતા કર્માંને શકે છે અને તપથી જૂના કર્મો ખપવાથી શુદ્ધિ થાય છે. ચારિત્ર અંગીકાર કર્યાં પછો સયમી સાધકને અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસગે સહન કરવા પડે છે. તે ગૌચરી જાય ત્યારે કયારેક માન સન્માન મળે ને કયારેક તિરસ્કાર મળે, કોઈ પ્રશ'સા કરે, કોઈ નિંદા કરે, બધામાં સમભાવ રાખે. ભગવાન ખેલ્યા છે કે हम्ममाणो ण कुप्पेज्ज, बुच्चमाणो न संजले । મુમળે અહિયા સિન્હા, ળ ય મહા રે । સૂય. અ. હું ગાથા ૩૧ કોઈ વ્યક્તિ સાધુને લાઠી, મૂઠ્ઠી આદિથી માર અથવા ગાળેા આપે, આક્રોશ વચના કહે તે પણ સાધુ ક્રોધ કરે નહિ, મનથી પણ દ્વેષ ન કરે, તથા વિપરીત વચન ન કહે, સામને ન કરે પણ પ્રસન્ન ચિત્તથી સમભાવે સહન કરે. અને મનુસ્તુઓ કરાટેવુ | મનેાહર શબ્દાદિક વિષચેામાં ઉત્કંઠિત ન બને. ઉલ્લાસ ન લાવે. તે જગતથી નિરાળા રહે. જગત સારા કહે કે ખેાટા કહે તેની પરવા ન કરે, કારણ કે દુનિયા દાર’ગી છે. ઘડીકમાં આમ બેલે ને ઘડીકમાં તેમ ખેલે. જગતને કોઈ પહેાંચ્યુ નથી. એક વખત શકરજી પાવતીને કહે છે આ જગતને કઈ પહેાંચી શકયુ નથી ને પહેાંચી શકશે નહિ. જો એના રાહે ગયા તા આવી જ અન્ય સમજો. પાંતીજી કહે એમ ન હેાય. શકરજી કહે તે ચાલો આપણે પરીક્ષા કરીએ, તેથી શ'કરજી ઘેાડા પર એસીને ફરવા નીકળ્યા. પાંતીજી તેમની સાથે પગપાળા ચાલે છે. લોકેાએ તેમને જોયા એટલે ખેલવા લાગ્યા કે આ પુરૂષમાં તે કઈ બુદ્ધિ છે! પાતે ઘેાડા પર બેઠા છે ને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy