SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ શારદા સિવિલ એક ધ્યાને બેસીને પ્રાર્થના કરવાની છે. એની તાકાત અચિંત્ય છે, કારણ કે ઈશ્વરની શક્તિ અચિંત્ય છે. હું તમને કહું છું કે તમે ઉપાયે તે ઘણું કર્યા. હવે હારીને બેઠા છો તે બસ આ ઉપાય કરી જુઓ. હૃદયપૂર્વક ભગવાનની પ્રાર્થના કરવાથી તમારા પગ જરૂર સુધરી જશે. આ તે નવા ઘડા હતા. શેઠનું હૃદય પીગળી ગયું. રીઢા ઘડા જેવા હોય એને કંઈ અસર ન થાય. આ શેઠના મનમાં થયું. આ મિત્ર મને ઘણા દાખલા સહિત વાત કરે છે, માટે જરૂર ઈશ્વરીય જેવું તત્ત્વ હશે ખરૂં. તે લાવને હું પણ આ પ્રયોગ અજમાવી જોઉં. બધા ડોકટરોએ તે હાથ ખંખેરી નાંખ્યા છે, પછી આ કરવામાં મારું શું જવાનું છે? શેઠે કહ્યું, મિત્ર! ભલે તમારા કહ્યા પ્રમાણે કરીશ. મિત્રના કહેવા પ્રમાણે શેઠ દરરોજ સવારમાં એક સ્થાનમાં બેસીને હૃદયપૂર્વક પ્રાર્થના કરવા લાગ્યા. શુદ્ધ ભાવથી કરાતી પ્રાર્થનાથી શેઠને પગ સુધરતો ગયો, એટલે શેઠને ચમત્કાર તે લાગે, તેથી એમની શ્રદ્ધા વધવા લાગી. એક મહિનામાં તો પગ સાવ સાજો થઈ ગયે. એ ઈશ્વરને પ્રેમી બની ગયે. નાસ્તિક હતો તે આસ્તિક બની ગયા. આ છે શ્રદ્ધાને પ્રભાવ. આપણે સમ્યક્દર્શનની વાત કરી. હવે સમ્યકજ્ઞાન તરફ જરા દષ્ટિ કરીએ. નંદી સૂત્રમાં ભગવાને પાંચ જ્ઞાનનું સુંદર વર્ણન કર્યું છે. જ્ઞાન પાંચ છે. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન એ બે જ્ઞાન અને અન્ય પરસ્પર માંહોમાંહે ક્ષીરનીરની જેમ રહે છે. "जत्थ आभिणीबोहियनाण तत्थ सुयनाण, जत्थ सुयनाण तत्थ आभिणीबोहियनाण।" જ્યાં મતિજ્ઞાન હોય છે ત્યાં શ્રતજ્ઞાન હોય છે. જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં મતિજ્ઞાન હોય છે. જીવ મતિએ કરી જાણે તે મતિજ્ઞાન અને શ્રત કરીને જાણે તે શ્રતજ્ઞાન. સર્વ જીવને સર્વ પ્રદેશ અક્ષરના અનંતમા ભાગે જ્ઞાન સદા ઉઘાડું છે. જે તેટલું જ્ઞાન પણ હંકાઈ જાય તે જીવ મટીને અજીવ થાય, અને ચૈતન્ય મટીને જડ થાય. જેમ વર્ષાકાળે વાદળાથી સૂર્ય તથા ચંદ્ર ઢંકાવા છતાં સૂર્ય ચંદ્રની પ્રભા સર્વથા ઢંકાઈ જતી નથી તેમ ગાઢ જ્ઞાનાવરણીય કર્મને ઉદય હોવા છતાં ચૈતન્યપણું સર્વથા આવરાતું નથી. નિગદના જીવને પણ અક્ષરના અનંતમા ભાગે જ્ઞાન સદા ખુલ્લું રહે છે. ત્રીજું અવધિજ્ઞાન રૂપી પદાર્થોને જાણે છે. તેના મુખ્ય બે ભેદ છે. ભવપ્રત્યયિક અને ક્ષાપશમિક. નારકી અને દેવતાને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે, એટલે તે ઉત્પન્ન થાય ત્યારથી તે ભવના અંત સુધી તેમને હોય છે. લાપશમિક અવધિજ્ઞાન સંજ્ઞી મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચને હોય છે. તે ક્ષપશમ ભાવથી અથવા ક્ષમાદિક ગુણે કરી સહિત છને થાય છે. ચોથું મનઃ પર્યવજ્ઞાન અઢીદ્વીપમાં રહેલા સંશી પંચેન્દ્રિયના મને ગત ભાવને જાણે છે. આજની સાયલેજ બાહ્ય આકૃતિના ચોક્કસ આકાર મુજબ માણસને સ્વભાવ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy