SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૩૬૯ પડ્યા પછી મને ચાટતા હતા. આ વાત સાંભળી આખી સભા ખડખડાટ હસી પડી. અકબર બાદશાહ તે ઝાંખા પડી ગયા. બધા બીરબલની બુદ્ધિ ઉપર સ્તબ્ધ થઈ ગયા. બાદશાહે જે વાણીથી બીરબલની મશ્કરી કરી ને તેનું પરિણામ શું આવ્યું ? બીરબલે શું કહ્યું એ આપે સાંભળ્યું ને ? આ તે એક રૂપક છે. આ સાંભળીને તમને હસવું આવે તે સ્વાભાવિક છે, પણ આને સાર માત્ર હસવું એટલો નથી પણ આપણે એમાંથી બે ગ્રહણ કરવાને છે. અહીં જ્ઞાની સમજાવે છે કે સમકિત એ અમૃતને કુંડ છે અને મિથ્યાત્વ એ કીચડને કુંડ છે. મિથ્યાત્વી આત્મા અનંતકાળથી ધન, માલ, પુત્ર પરિવાર, સત્તા અને સંપત્તિમાં આસક્ત બન્યા છે. મિથ્યાષ્ટિ વારંવાર ભેગરૂપી કાદવમાં ડૂબકી લગાવ્યા કરે છે. જ્યારે સમ્યફદષ્ટિ આત્મા ભલે ને કુટુંબ પરિવાર કે સમાજના કુંડમાં રહે કે પછી ગમે ત્યાં રહે પણ તેના જીવન ઉપર કઈ અસર થતી નથી. તે કદાચ કીચડના કુંડ સમાન સંસારમાં પડે તે પણ અમૃતના કુંડને આનંદ અનુભવે છે. સમય આવે સમકિતી આત્મા આ કીચડના કુંડ સમાન સંસારને છોડીને અમૃતના કુંડ સમાન ચારિત્ર માર્ગને ગ્રહણ કરે છે. હું તે કહું છું કે ચારિત્રના સુખમાં જે આનંદ અને મસ્તી છે તે સ્વર્ગના દેવે પાસે પણ નથી. આત્મા ચારિત્ર માર્ગને અપનાવે છે ત્યારે તેના ગુણસ્થાનની શ્રેણુ વધે છે. ચોથું ગુણસ્થાનક અવિરતિ સમ્યફદષ્ટિનું છે. પાંચમું ગુણસ્થાન દેશવિરતિ શ્રાવકનું છે અને છઠ્ઠ ગુણસ્થાનક સાધુનું છે. - છઠ્ઠા ગુણસ્થાનકે ભાવમન અને દ્રવ્યમન બંને હોય છે. મન એવું ભાંજગડીયું ને પંચાતીયું છે કે તે નિરાંતે શાંત બેસી શકતું નથી. તેને કાંઈને કાંઈ ભાંજગડ ઉભી હોય છે. એટલા માટે છઠ્ઠા ગુણસ્થાનકે મનને લોકવ્યવહારથી દૂર રાખેલું છે. દુનિયામાં કેટે, ન્યાયાધીશે એ બધું જગતના કજીયા કંકાસને આભારી છે. જે કજીયા, કંકાસ કે પક્ષાપક્ષી ન હોય તે ન્યાયાધીશ અને કોર્ટોની જરૂર ન પડત. આ સ્થિતિ મનની છે. જગતની ભાંજગડે એ કજીયા છે ને મન ન્યાયાધીશ છે. જેમ કજીયા કંકાસ ન હોય તે ન્યાયાધીશની અસ્તિ વ્યર્થ છે તેમ જગતની ભાંજગડો ન હોય તે મન પણ નકામું છે. જ્યાં સંપૂર્ણ ભાંજગડ જાય એટલે જીવ કેવળી બની જાય છે. કેવળી થયા પછી મનના ઉપયોગની ખાસ જરૂર રહેતી નથી એટલે કેવળી ભગવાનને અનિક્રિયા કહેવાય છે. છઠ્ઠા સર્વવિરતિ ગુણસ્થાનકે સંસારની ભાંજગડ એટલે કે ચિંતા હોતી નથી. એ ચિંતાઓને ત્યાં અંત આવે છે પણ એક નવી જાતની ચિંતાને પ્રારંભ થાય છે. એ ચિંતા કઈ? તે હું આપને સમજાવું. છઠ્ઠા ગુણસ્થાનકે લૌકિક ચિંતાઓને અંત આવે છે ને લોકેત્તર ચિંતાને પ્રારંભ થાય છે. લોકેત્તર ચિંતા એટલે મોક્ષ માર્ગને મેળવવાની ચિંતા, સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય આદિની ચિંતા. આ ચિંતા મુનિઓના દિલમાં રાત શા. ૪૭
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy