SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિલિ થયા. નાને પુત્ર દેડતે બધાને બોલાવવા ગયે. અને છેવટે અંતિમ ક્રિયા કર્યા બાદ નાનાભાઈ એ ચંદ્રકાંતમણી મોટાભાઈને આપે. આ મણ રાત્રે ચંદ્રના પ્રકાશની જેમ અજવાળા પાથરવા લાગ્યો. ઘરમાં ઝાકઝમાળ અજવાળ પથરાઈ ગયા. તેણે વિચાર્યું કે હાશ, હવે દી કરવો મટી જશે, બીજા ભાઈએ જોયું કે આ મણીથી પ્રકાશ ખૂબ પથરાય છે તે આપણું ઘરમાં માંકડ બહુ કરડે છે. આ મણના પ્રકાશમાં બરાબર માંકડ વીણી શકાશે. આ રીતે બધા સમય તેણે માંકડ વીણવામાં પસાર કર્યો. છેલ્લે નાનાભાઈની પાસે આ મણી આવ્યા. એણે તે પિતાની બનાવેલી રીત પ્રમાણે લાખ મણ લોઢું સુવર્ણ બનાવી દીધું ને લાખોની સંપત્તિને માલિક બની ગયું. આ જોઈને બંને ભાઈઓના મનમાં થયું કે પિતાજીએ ચંદ્રકાંતમણીના વિધિવિધાન, તેનું રહસ્ય એ ફક્ત નાનાભાઈને બતાવ્યું લાગે છે. આપણને તે કંઈ બતાવ્યું નથી. ખરી રીતે તે જે આપણે સમજીએ તે પિતાજીએ તે ત્રણ પુત્રોને બોલાવ્યા હતા પણ મોટા બે ભાઈઓને મીઠી ઊંઘ છેડીને પિતાજી પાસે જવું ગમ્યું નહિ. આપણે તે અહીં એ સમજવું છે કે બે મોટા છેકરાઓ પ્રમાદ કરીને રાત્રે ન ગયા તે દ્રવ્ય લાભ મળતે ગુમાવી દીધે, તેમ આપ બધા આજે નહિ કાલે કરીશું એમ માનીને બેસી ગયા છે પણ વિચાર કરે બાલ પણ તે ખેલકૂદમાં ગુમાવ્યું, યુવાની એશઆરામમાં વીતાવી અને વૃદ્ધાવસ્થામાં તે પરાધીન દશા થઈ જાય છે તે પછી ધર્મ દયાન કયારે કરશે? ગયેલો સમય ફરીને પાછો આવતો નથી. જ આ પર્વના દિવસેમાં ઉપાશ્રયે નહિ આવનારા ઉપાશ્રયે આવશે, સામાયિક પ્રતિક્રમણ કરશે, યથાશક્તિ તપ કરશે, દિવાળી આવે ત્યારે તમે ચોપડા ખા કરે છે. આ વર્ષમાં નફે કેટલે કે તેનું સરવૈયું કાઢે છે, આ પર્યુષણ પર્વમાં આત્માએ સરવૈયું કાઢવાનું કે મારા જીવનમાંથી ક્રોધ-માન-લોભ કેટલા ઓછા થયા? આજનો દિવસ એ સૂચન કરે છે કે પુગલભાવની દૂર થાયે પસ્તી, અંતરમાં જામે આત્મભાવની મસ્તી, અનાદિની પ્રકૃતિ ત્યાંથી ખસતી, પછી નથી ત્યાં કઈ જાતની તસ્વી. આત્માને પુદ્ગલ પસ્તી જેવા લાગે અને તે પસ્તીને દૂર કરે તે આત્મભાવની મસ્તી જાગે. આત્મભાવની મસ્તી જાગવાથી કર્મબંધન કરાવે એવી પ્રકૃતિ દૂર ખસે. પ્રકૃતિ દૂર ખસે પછી કોઈ જાતની તસ્તી રહેતી નથી માટે પુલ ભાવની પસ્તીને દૂર કરશે. જીવ આખો દિવસ શરીરની આળપંપાળમાં વીતાવે છે. તપ કરવાનું કહીએ તે કહેશે કે મારાથી તપ બની શકતું નથી. પુરાણું કર્મોને બાળવા માટે તપ એ અમોઘ હથિયાર છે. આ મંગલ દિવસમાં ભગવાન મહાવીરનું સ્મરણ કરીએ કે તેમણે કેટલા ઉગ્ર તપ કર્યા? માસી, છમાસી, બે માસી વગેરે અનેક તપ કર્યો. પાંચ મહિના ને ૨૫ દિવસને પણ તપ કર્યું. તેમાં તે ૧૩ બેલને અભિગ્રહ હતે. અભિગ્રહ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy