SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ શારદા સિદ્ધિ વગરની સેય ખવાઈ જશે પણ જે સેયમાં દરે પરેવેલે હશે તે ગમે ત્યાંથી જડી જશે, તેમ જેના જીવનમાં સમ્યક્ત્વને દેરે પરેવેલે છે તે આત્મા ચાર ગતિમાં કયાંય ખોવાઈ ગયે હશે તો તે ઠેકાણે આવી જશે. સમ્યત્વે તે પારસમણું કરતાં પણ મહાન છે. પારસમણી તે લેખંડને સેનું બનાવે છે. પણ પારસમણી નથી બનાવતા જ્યારે સમક્તિ તે આત્માને પરમાત્મા, જીવમાંથી શિવ અને નરમાંથી નારાયણ બનાવે છે. અવિરતિ રૂપી ડાકણને દૂર કરો –આત્મા સમ્યક્ત્વ પામે પણ સમક્તિ પામ્યા પછી જે તેણે વિરતિ ધર્મને સ્વીકાર કર્યો નથી તે તેને જોખમને કઈ પાર નથી. જે સભ્યત્વ આત્માને મેડામાં મેડા અર્ધપુદ્ગલ પરાવર્તનકાળે મોક્ષ અપાવે છૂટકો કરે એવા સમ્યક્ત્વની કિંમત કેટલી ? આ સમ્યત્વને સાચવવા માટે, તેના રક્ષણ માટે વિરતિ અંગીકાર કરવી પડશે. જેની પાસે વિરતિ નથી એવા સમ્યક્ત્વી આત્માની સાથે અવિરતિ નામની જે બાઈ બેઠી છે તે કઈ સામાન્ય નથી, એ તે મોટી ડાકણ છે. એને વિશ્વાસ કયારે પણ કરશે નહિ. આ ડાકણને જ્યારે તક મળે છે ત્યારે તે જ પળે સમ્યગુ દર્શન રૂપી બાળકને પીસી નાખે છે. આમ વિચાર કરશું તે સમજાશે કે અવિરતિ રૂપી ડાકણ કરતાં સમ્યક્ત્વનું બળ ઘણું છે. વિરતિ હોય પણ જે સમ્યક્ત્વ ન હોય તે તેની કિંમત એકડા વગરના મીંડા જેવી છે. જે આ સમ્યત્વ રૂપી મહાન રત્નને સાચવવું હોય તે અવિરતિને દૂર ખસેડવી પડશે. સમ્યત્વ રત્નની સંપૂર્ણ રક્ષા માટે તે સર્વવિરતિ ધર્મ એ દાબડે છે. સમ્યક્ત્વી આત્મા સંસારમાં રહે તે આ રત્ન ચેરાઈ જવાની સંભાવના રહે ખરી, માટે તેની સંપૂર્ણ જાળવણી માટે સર્વવિરતિ ધર્મ એટલે ચારિત્ર માર્ગને અંગીકાર કરે શ્રેષ્ઠ છે. સંયમ માર્ગની આસપાસ એવું અનુકૂળ વાતાવરણ સર્જાયેલું રહે છે કે જેથી આ રત્ન જલદી ચોરાઈ જતું નથી. જ્યારે સમક્તિ પામેલા પણ સંસારમાં રહેતા આત્માઓનું આજુબાજુનું વાતાવરણ ખૂબ લપસણું ને સુંવાળું હોય છે, સુંવાળી લપસણી જગ્યામાં સાચવીને પગ મૂકવા છતાં કયારેક પગ લપસી જાય છે ને પડતા હાડકાં ભાંગે છે તેમ લપસણું સંસારમાં રહેતાં સમક્તિ આત્માને ક્યારેક આ રત્ન જોખમમાં મૂકાઈ જાય છે. એક કવિએ આ સંસારને ચેરની પત્ની સાથે સરખાવ્યો છે. આપણે ચારે બાજુ અને આપણુ ઘરમાં એ ચે રહેલા છે પણ તેમને ઓળખવા મુશ્કેલ છે. સગાંસંબંધી, માતા-પિતા, કુટુંબ પરિવાર તેમજ જડ પુદ્ગલો એ બધાના મહાદિના કારણે સમ્યક્ત્વ રૂપી રત્નને લૂંટાઈ જતાં વાર લાગતી નથી. આ રત્નને મેળવવું ઘણું મુશ્કેલ છે. કહ્યું છે કે, મહા રાજ્યસત્તાક પાના, પુણ્ય પેગસે કઠિન નહીં, પાના વિજય શત્રુઓ પર ભી, નહીં જગતમેં કઠિન કહીં, તપ બલસે સુરપતિક વૈભવ, કઠિન નહીં હૈ યા જાના, ૫૨ અતિ દુલભ બોધિરત્નકા, મહા કઠિન જગમેં પાના,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy