SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧ શારદા સિદ્ધિ દિવ્ય સુખ મળે છે. આ પર્વ જિનશાસનના શણગાર રૂપ છે. આ પર્વના વધામણાં કેવી રીતે કરશો? આ પર્વના સેનેરી દિવસમાં અંતરના આંગણે ક્ષમાના આસોપાલવ બાંધી, આરાધનાની વિવિધ રંગોળી પૂરી તપ ત્યાગની દિવેટ પૂરીએ જેથી આત્માના એરડામાં ઝળહળતો પ્રકાશ ફેલાશે. આ મંગલકારી દિવસોમાં બધાના દિલ કેમળ રહે છે. આ પર્વ આપણને એ સંદેશ આપે છે કે આ દિવસમાં દિલ સ્વચ્છ, શુદ્ધને નિર્મળ બનાવજે, અને એટલો નિર્ણય કરજે કે જે મારી જીવન જતને બૂઝવી નાંખે છે. સદ્ગુણોને નાશ કરે છે તેવા ક્રોધાદિ કષાયોને મારે જીતવા છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયે છે. કષાયથી આત્મા મલીન બને છે. કષાય એટલે કષ+આય. જેનાથી સંસારને લાભ થાય, સંસારમાં રખડવું પડે તેનું નામ કષાય. તમને કપડાં સ્વચ્છ ગમે છે, સૂવાની શયા સ્વચ્છ ગમે છે. જમવાની થાળી, બેસવાના સોફા બધું સ્વછ ગમે છે તે જ્ઞાની કહે છે કે આ દિવસોમાં તમારા આત્માને પણ સ્વચ્છ નિર્મળ અને પવિત્ર બનાવજે. આજના દિવસનું નામ છે અઠ્ઠાઈધર. ધર એટલે પકડવું. શું પકડવું? પૈસા પકડવા ? સંસાર અને સંસારના સુખ પકડવા ? ના..ના...આ માટે ભગવાન ફરમાવે છે કે આજથી આઠમા દિવસે સંવત્સરી મહાપર્વ આવશે. એ પર્વને પકડીને, લક્ષમાં રાખીને કષા પર વિજય મેળવીને તારા જીવનની દીવાલ નિર્મળ અને શુદ્ધ બનાવ. એક સુભાષિતકારે કષાયને અગ્નિ સાથે સરખાવી છે. ભયંકર ભડકા રૂપે દેખાતી અગ્નિનું મૂળ એક નાનકડો તણખો હોય છે તેમ ક્રોધમાંથી જાગતા ભયંકર વિરોધનું મૂળ શરૂઆતમાં તે એક નાનકડી ભૂલ હોય છે. અગ્નિ જ્યાંથી પ્રગટે ત્યાં એને પહેલાં બાળે છે જ્યારે ક્રોધ બીજાને તે બાળે ત્યારે બાળે પણ પહેલાં તે એ પિતાને આત્માના ગુણોને બળે છે. અગ્નિ સળગે પછી એને માણસનું કે ધનસંપત્તિનું કેઈનું ભાન રહેતું નથી તેમ ક્રોધી માણસને પણ નાના મોટાને, અપરાધી કે નિરપરાધીને ખ્યાલ રહેતું નથી. કષાયો આપણે કેડે પકડીને જીવનને બરબાદ કરી રહ્યા છે. કષાયે આત્માનું કેટલું નુકસાન કરે છે તે બતાવતા શાસ્ત્રકાર ભગવાન બોલ્યા છે કે, अहे वयन्ति काहेणं, माणेणं अहमा गइ। મા શરુ ઘહિપાળો, માગો ટુ મર્ષ ઉત્ત. અ. ગાથા ૨૪ ક્રોધથી જીવ નરકગતિમાં જાય છે, માનથી નીચ ગતિમાં જાય છે, માયાથી સગતિની પ્રાપ્તિમાં રૂકાવટ થઈ જાય છે, અને લોભથી આ લેક અને પરલોક સંબંધી ભય રહે છે, માટે કષાય રૂપી દુશ્મની દોસ્તી કરવા જેવી નથી. એક વખત એક શિષ્ય વિનયપૂર્વક ગુરૂદેવને વંદન કરીને પ્રશ્ન પૂછે છે કે હે ગુરુ ભગવંત! આપ મને કોઈ એ સુંદર ને સરળ માર્ગ બતાવે કે જેથી હું
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy