SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શારદા સિદ્ધિ આન ંદથી રહેતા પણ કુદરતને એ સુખ ના ગયુ. એક જ દિવસની બીમારીમાં ગુણવંતીના પિતાજી ગુજરી ગયા, એટલે આનંદમય વાતાવરણ શાકમય ખની ગયું. “કાલે હતા જે દેહુ ધબકતા, દેખ્યા આજ નનામીમાં, સુંદર કાયા રાખ સ્વરૂપે, વહેતી દીઠી પાણીમાં, સમજાવે આભ ઉપરથી ખરતા સિતારા કયાં સમજું છું. ” 66 જે પિતા કાલે તા એની લાડીલી દીકરી ગુણવતીને લાડ લડાવતા હતા, જે પતિ પેાતાની પ્યારી પત્નીને પ્રેમથી સાચવતા હતા તે પતિ આજે પળવારમાં પરલોકવાસી બની ગયા. એની સુંદર કાયા અગ્નિમાં જલાવી દેવામાં આવી. આવી રીતે આપણે દરેકે એ સમજવાનુ` છે કે વહેલા કે મેાડા સૌને એક દિવસ આ દુનિયામાંથી ડેરા ઉઠાવીને જવાનુ છે માટે કોઈની મમતા રાખવા જેવી નથી. પતિનુ... અવસાન થવાથી ગુણવતીની માતા છાતીફાટ રૂદન કરવા લાગી. અહા નાથ ! આપ મને મૂકીને કયાં ચાલ્યા ગયા ? સ્ત્રીઓને ગમે તેટલું સુખ હાય પણ એના પતિ ચાલ્યા જતાં એનું સČસ્વ લૂંટાઈ જાય છે. પતિ ગયા પછી ગમે તેટલો પૈસા હાય તા પણ શુ' કરવાના ? સગાવહાલા બધા ગુણવતીની માતાને આશ્વાસન આપે છે, સમજાવે છે પણ કઈ રીતે એનુ` મન વળતુ' નથી. સગાવહાલા કયાં સુધી આવે ? ઘેાડા દિવસ પછીઆવતા બધા બંધ થઈ ગયા, પણ અહેનનું મન શાંત થતુ નથી, ત્યારે આઠ વર્ષોંની ગુણવંતી એની માતાને સમજાવે છે ખા! તુ શાંત થા. જો તુ આમ કલ્પાંત કર્યાં કરીશ તે મારુ· કાણુ ? મને પણ મારા પિતાજી ખૂબ યાદ આવે છે. એમ કહીને માતાના ખેાળામાં માથુ' મૂકીને ખૂબ રડી. પછી ખાલી કે, ખા ! આપણને ગુરુદેવે કેવુ' સરસ સમજાવ્યુ છે. માટે હવે તું રડીશ નહિ. આ રીતે માતાને સમજાવતી. થેડા દિવસેામાં પતિના વિચેાગ થાડા વિસારે પડચેા. પછી મા દીકરી ધર્મીયાન કરવા લાગ્યા. મા દીકરી શાંતિથી રહેતા હતા. ત્યાં અચાનક માતાને બીમારી આવી ને તે પણ ચાલી ગઈ, આથી ગુણવ'તીને ભય'કર આધાત લાગ્યા, અને ભગવાનને પ્રાર્થના કરતી કહેવા લાગી. અરેરે....ભગવાન ! મે' એવાં તે શું પાપ કર્યાં' કે બાલપણમાં મારા મતાપિતા મને છોડીને ચાલ્યા ગયા! પિતાના આઘાત તા હજી ભૂલાયા ન હતા ત્યાં માતા તુ કયાં ચાલી ગઈ! માતા હતી તે! મને મીઠી હૂંફ મળતી હતી. હવે મારુ' કાણુ ? કુટુંબમાં કાકા કાકી કે ભાઈ કાઈ ન હતું. માસી પણ ન હતા. મેાસાળમાં એક મામા અને મામી હતા. કાકા અને મામા ગમે તેટલુ' સાચવે પણ માતાપિતાની તેાલે તે ન આવી શકે ને? ગુણુવતીના પિતાજી પૈસા ખૂબ મૂકીને ગયા હતા એટલે દૂરના સગા પણ સગપણુ કાઢીને આવે છે, પણ જો પાસે પૈસા ન હેાય તે દૂરના કે નજીકના કોઈ સગા સામું જોવા આવતા નથી. જેના મા-બાપ સતાનાને બાલપણમાં મૂકીને ચાલ્યા જાય છે એના છે.કરાઓને ચૌદશના વા વાઈ જાય છે એટલા માટે કહેવાય છે ને કે “. આ બાલપણમાં કોઈના મા-બાપ તે મરા નહિ.”
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy