SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિક્તિ છાતીમાં થડકારો થવા લાગ્યો. એ મનમાં વિચારવા લાગ્યા કે રાજગુરૂ સેમેશ્વરને ચાર કરાવનાર હું પોતે જ ચોર ઠરીશ કે શું? આમ વિચારમાં હતા એટલામાં વસ્તુપાલ જોરથી બોલી ઊઠ્યા રાજગુરૂ સેમેશ્વરને ભરી સભામાં ચાર ઠરાવનાર આ શાહકાર! બોલો, તમે ચાર છે કે શાહુકાર? આ પ્રાચીન પ્રત તમારી ચારીને પાકે પુરા છે ત્યારે શાસ્ત્રીજીએ કહ્યું મંત્રીશ્વર! હું ભગવાનના સેગન ખાઈને કહું છું કે આ નવ્યનૈષધ મારી જ કૃતિ છે. મેં રાતના ઉજાગરા વેઠીને આવું સર્જન કર્યું છે પણ મને લાગે છે કે મારી સાથે કઈ પ્રપંચના પાસા રમાઈ રહ્યાં છે. મંત્રીશ્વરે કહ્યું શાસ્ત્રીજી! સાચું બોલે. રાજગુરૂને ચેર તરીકે કરાવવામાં તમે કયે પ્રપંચને પડદે ઊભું કર્યો હતે? ત્યારે શાસ્ત્રીજીએ બે હાથ જોડીને કહ્યું મંત્રીશ્વર ! મને માફ કરજે. મારા ઉપર સરસ્વતી દેવીની કૃપા છે તેથી કઈ એક વાર બેલે ને મને અક્ષરેઅક્ષર યાદ રહી જાય છે. આ સરસ્વતી દેવીની કૃપાને અવળે ઉપયોગ કરીને મેં રાજગુરૂને ચિર ઠરાવ્યા છે. મારી આ યાદશક્તિના કારણે હું આજ સુધી બધાને ચેર કરાવતા હતે. સત્ય વાત પ્રગટ થતા રાજગુરૂનું સન્માનઃ-શાસ્ત્રીજીએ સત્ય વાત પ્રગટ કરી એટલે મંત્રીશ્વરે પણ વાતને ભેદ ખેલતા કહ્યું કે તે આ નનૈષધ પણ તમારું જ છે. આને પ્રપંચને પડદે ચીરવા મેં માયાજાળ રચી હતી. તમારા કાવ્યની કેપી કરાવીને એના ઉપર ધુમાડે અપાવ્યો ને પછી ભેંસની પીઠ ઉપર ઘસીને એ પ્રતને પ્રાચીન બનાવવાની તરકીબ રચી હતી. તમે રાજગુરુને સાચા ઠરાવ્યા છે તેથી હવે હું પણ તમને સાચા ગણું છું. નહિતર તમારી બરાબરની ફજેતી કરત. શાસ્ત્રીજી! આ અભિમાનના અજગરથી ખૂબ સાવધ રહેવાની જરૂર છે. આપણું અભિમાન આપણને નીચે પછાડયા વિના રહેતું નથી પણ હવે તમારે એક કામ કરવું પડશે. શાસ્ત્રીજીએ કહ્યું-શું? તમે રાજગુરૂને જાહેરમાં ચેર ઠરાવ્યા છે તે જાહેરમાં ધોળકાના દરબારમાં જ તમારે રાજગુરૂની માફી માંગીને પ્રપંચને પડદે હટાવી નાંખવો પડશે. મંત્રીશ્વરની વાતને હરિહર શાસ્ત્રીએ મિત્રભાવે સ્વીકારી લીધી ને ચેડા દિવસમાં શાસ્ત્રીજી ધોળકા પાછા આવ્યા ને ભરસભામાં પિતાના પ્રપંચને પડદે ખુલ્લો કરી રાજગુરૂ પાસે માફી માંગી. આ પ્રપંચને પડદે ખૂલી જતાં રાજગુરૂનું જેવું માન અને સન્માન હતું તેથી વિશેષ સન્માન વધ્યું અને શાસ્ત્રીજીએ જાહેરમાં પોતાની ભૂલ કબૂલ કરી તેથી તેમના પ્રત્યે પણ સૌને માન જાગ્યું. આ દષ્ટાંત ઉપરથી આપણે એ સમજવાનું છે કે અભિમાન કેટલું ભયંકર છે! પિતાના અભિમાનનું પિષણ કરવા માટે માણસ સાચા માણસને બેટ ને નિર્દોષને દોષિત ઠરાવતા પણ અચકાતું નથી. આપણી મૂળ વાતમાં દીઘરાજા અને ચુલની રાણીને ખબર પડી કે નક્કી સેંયરા વાટે બ્રહ્મદત્તકુમાર ભાગી ગયા છે એટલે એને પકડવા માટે ચારે તરફ સૈનિકને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy