SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૧૫ ડોકટર લાવ્યા પણ વિલાયતી દવા ન લીધી. પછી તબિયત સુધરી ને પાછી કારતક વદ દશમના દિવસે તબિયત બગડી. પેાતાને મૃત્યુની ખબર પડી ગઈ હતી. ભીંત માજી મુખ રાખી સાધના કરી રહ્યા હતા. દેહ છેાડવા અગાઉ ઘેાડી વાર પહેલાં અમારા હાલના પૂ. કાંતિઋષિજી મહારાજ સ'સારમાં હતા. સંસારમાં એમને સૌ શકરાભાઈ કહેતા. તેઓ ત્યાં હાજર હતા. તેમને પૂછે છે શકરાભાઈ! કેટલા વાગ્યા ? તે કહે છે સાહેબ ! દોઢ વાગ્યા. ત્યારે કહે છે હજી થાડી વાર છે. પેાતાને વાગે દંડ છેડવા છે. દશ મિનિટ અગાઉ લોકેાની સમક્ષ મુખ કરીને સૌને દર્શન આપ્યા ને કારતક વદ દશમના દિવસે એ વાગે સમાધિપૂર્વક કાળધમ પામ્યા. તેઓ તા આત્મકલ્યાણ કરી ગયા. ધન્ય છે ઉગ્ર તપસ્વી ગુરૂદેવને ! આજે ૫દરમી આગસ્ટના સ્વાત'ત્ર્ય દિન છે. અગ્રેજોએ ભારત ઉપર અઢીસે વર્ષ રાજ્ય કર્યું. તે દરમ્યાન ભારતને અગ્રેજોની ગુલામી ખટકી તેથી એ ગુલામીમાંથી મુક્ત થવા માટે ભારતે કેટલી ઝુંબેશ ઉઠાવી. કેટલાય નવયુવાને પેાતાના લોહી રેડીને શહીદ મન્યા ને ભારતના ઇતિહાસને પાને પોતાનુ નામ અમર બનાવી ગયા. પોતાનુ' લોહી રેડીને, પ્રાણ આપીને પણ અંતે ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કર્યાં. તેને આજે ૩૨. વ પૂરાં થયાં ને ૩૩મુ' વ` બેસે છે. દેશને અંગ્રેજોના અધનમાંથી છેડાવ્યેા છતાં આજે કયાંય શાંતિનું નામનિશાન દેખાય છે ? અંગ્રેજોના રાજ્યમાં પ્રજાને આટલો ત્રાસ ન હતા. આજે તે સરકારના કેટલા કાયદા વધતા જાય છે. પ્રજાને કેટલી ચિંતા વધી છે. છતાં જીવ સ’સારને સ્વ માનીને આનંદ માની રહ્યો છે, પણ સાચુ' પૂછે તે દેશ સ્વતંત્ર બનવાને બદલે પરતંત્ર મની રહ્યો છે. તમને અગ્રેજોની ગુલામી સાલી ને તેમાંથી મુક્ત થવા માટે જહેમત ઉઠાવી તેમ આત્મારૂપી ભારત ઉપર કમરૂપી અંગ્રેજો રાજ્ય કરી રહ્યા છે. તેની ગુલામી ખટકે છે ખરી ? અગ્રેજોએ તે માત્ર ૨૫૦ વર્ષ રાજ્ય કર્યું પણ કર્રીરૂપી બ્રિટિશ સરકાર અન’તકાળથી રાજ્ય કરી રહી છે. એની ગુલામીમાંથી મુક્ત થવાનુ... કેમ મન થતું નથી ? જ્યારે મીસા કાયદો આવ્યા ને માણસાને પકડયા ત્યારે મીસાના કાયદો એવા હતા કે એની સામે કેાઈની અપીલ કે દલીલ ચાલી શકતી ન હતી. એટલે કોઈ કોઈને જામીન ઉપર છેડાવી શકતા ન હતા.. એ મીસામાંથી કયારે છૂટા થવાશે એની ખખર ન હતી છતાં રાજ્યપલટ થયા તે મીસા ઉઠી ગઈ અને કેદ પકડાયેલા છૂટા થયા પણ કરાજાની મીસા કયારે ઉડશે એની ખબર નથી. યાદું રાખા, જો આત્મા પુરુષાર્થ કરે તેા કની ગુલામીમાંથી જરૂર સ્વતંત્ર અને, આત્મા આઠમા ગુણસ્થાનકેથી ક્ષપક શ્રેણી માંડીને દશમેથી બારમે આવે. ત્યાં બારમા ગુણસ્થાનકના છેલ્લા સમયે મેહનિયાદિ ચાર ઘાતી કર્મોના ક્ષય કરીને તેરમા ગુણસ્થાનકે આવી જાય પછી એના કોઈ દુશ્મના રહેતા નથી. ઝગમગતી કેવળજ્ઞાનની
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy