________________
વ્યાખ્યાન નં. ૩૨ શ્રાવણ વદ ૮ ને બુધવાર “પંદરમી ઓગષ્ટ” તા.૧૫-૮-૭૯
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આત્મિક સુખની ખોજ કરવા, ઘાતી કર્મોની ફોજને હટાવી, અનંત સ્વતંત્ર સુખની મોજ માણનાર એવા તીર્થકર ભગવતેએ ભવ્ય જીવ ઉપર મહાન કરુણ કરી કલ્યાણને ધેરી માર્ગ બતાવ્યો. ભગવાનની વાણી આપદાને ભેદનારી, આત્માની અનંત સંપદાન આપનારી, મિથ્યાત્વના મહાન રેગને નાબૂદ કરનારી ને ભવભ્રમણને મટાડનારી છે. તમે માનતા હશે કે શરીરના રોગો મટાડવા કઠણ છે પણ એ રોગ તે અશાતા વેદનીય કર્મ શાંત થઈ જશે ત્યારે મટી જશે, અથવા તે અશાતા વેદનીય કર્મનું પ્રબળ જર હશે ને રેગ નહીં મટે તે મરણ સુધી રહેશે અને શરીર છૂટી જતાં એ રેગ અહીં જ રહી જશે પણ મિથ્યાત્વને મહારેગ તે જીવને અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરાવે છે, કારણ કે મિથ્યાત્વ એ સંસારની જડ છે. જ્યાં સુધી એના મૂળિયાં સજીવન છે ત્યાં સુધી સંસાર પણ સજીવન છે. જેમ અડદને દાણે આખો છે ત્યાં સુધી તે વાવ્યો ઊગી શકશે પણ તેનું ફોતરું ઊડી જાય છે ત્યારે તે વાળે ઊગી શકતો નથી. તે રીતે આત્મા ઉપરથી મિથ્યાત્વનું ફેતરું ઊડી જશે ત્યારે આત્મા સમ્યક્ત્વના ઘરમાં આવી જશે. મિથ્યાત્વ જીવનું કેટલું અહિત કરનાર છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ માં અધ્યયનમાં ભગવંત ફરમાવે છે કે,
मिच्छा दंसणरत्ता, सनियाणा कण्हलेसमोगाढा ।
इय जे मरंति जीवा, तेसिं पुण दुल्लहा बोही ॥२५२ ॥
જે જીવ મિથ્યા દર્શનમાં અનુરક્ત છે, નિદાન સહિત કર્મ કરનાર છે અને કૃષ્ણલેશ્યાથી યુક્ત છે તેને મૃત્યુ પછી અન્ય જન્મમાં બોધિબીજ-સમ્યક્ત્વની પ્રાપ્તિ અત્યંત કઠિન છે. આવું તમે ઘણી વાર સાંભળ્યું હશે છતાં તમને એમ થાય છે ખરું કે મારો મિથ્યાત્વને રોગ જલદી કેમ મટે ? “ના”. કારણ કે શરીરને નિરોગી રાખવા માટે તમારી જેટલી સાવધાની છે તેટલી આત્માને નિરોગી બનાવવા માટે નથી. શરીરને રેગ તે એક ભવ પૂરતું નુકશાન કરે છે પણ મિથ્યાત્વને રેગ તે આ ભવ અને પરભવ બંનેમાં નુકસાન પહોંચાડે છે. તમે એક મકાન લો તે હવા ઉજાશવાળું લો કે અંધારાવાળું લો? (શ્રોતામાંથી અવાજ:- હવા ઉજાશવાળું.) બરાબર છે ને ? હા”, તેમ આત્મામાં અનાદિકાળથી અંધકાર છવાયેલો છે તેને દૂર કરવાનું મન થાય છે? સમ્યકત્વ એ આત્માને પ્રકાશ છે. સમ્યક જીવને કેટલું લાભકારી છે તે જાણે છે?
अंतो मुहुत्तमित्तं पि फासियं हुज्ज जेहिं सम्मत्तं । तेसिं अवढपुग्गल, परियट्टो चेव संसारे।।