SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શારદા સિદ્ધિ બંધુઓ! ભીમસેન રાજકુળમાં જન્મેલો હતે. જન્મથી રાજભવના સુખે જોયા હતા. રાજગાદીએ બેઠાં પહેલાં ને પછી પણ એમણે તે માત્ર હુકમ કર્યા હતા. એમને કોઈને હુકમ ઝીલતા ક્યાંથી આવડે? પણ પરિસ્થિતિ આગળ માનવીને નમવું પડે છે. જે કદી ન કર્યું હોય તે કરવું પડે છે અને ન આવડતું હોય તે પણ શીખવું પડે છે. લક્ષ્મીપતિ શેઠે ભીમસેનને દુકાનનું કાર્ય શીખવાડીને પછી ઉઘરાણીના કામે મોકલવા માંડે. તમે તે ઉઘરાણીના કામમાં પૂરા માહિતગાર છે ને? વેપારમાં ઉઘરાણીનું કામ ઘણું કઠિન હોય છે. ચઢી ગયેલી ઉઘરાણીને વસૂલ કરતા શેઠિયાઓને નાકે દમ આવી જાય છે. માણસને ઘણીવાર ધક્કા ખવડાવવા પડે છે. માણસોને સમજાવવા પડે છે. જે સમજીને પૈસા ન આપે તે તેમની સામે કડકાઈથી કામ લેવું પડે છે. આ લક્ષ્મીપતિ શેઠની નગરમાં ઘણી ઉઘરાણુઓ બાકી હતી, એટલે શેઠ ભીમસેનને દિવસમાં બે ચાર જગ્યાએ ઉઘરાણી કરવા મેકલતા. ઉઘરાણીએ જત ભીમસેન:-ભીમસેન ગમે તેમ તેય રાજા હતા. રાજાને કદી માંગતા ન આવડે. સ્વભાવથી શરમાળ પ્રકૃતિના હતા, એટલે માંગતા શરમ આવતી. એ જ્યાં ઉઘરાણું જાય ત્યાં એટલું જ કહેતા કે મારા શેઠની આટલી રકમ તમારી પાસેથી નીકળે છે તે આપીને તમે મારા શેઠ ઉપર ઉપકાર કરે. આવું બેલે એટલે કઈ પૈસા આપે ખરું? જ્યાં જાય ત્યાંથી ખાલી હાથે પાછા ફરતા થોડી પણ ઉઘરાણી વસૂલ કરી શક્તા ન હતા. જેની પાસે માંગવા જાય તે એની નમ્ર વાણી સાંભળીને મજાક ઉડાવતા ને અવારનવાર ધક્કા ખવડાવતા. ઘણા દિવસ સુધી ઉઘરાણી ગયા પણું - કંઈ ન લાવ્યા તેથી એક દિવસ શેઠને મિજાજ ગયે. ગમે તેમ એને વેપારી વણિક કહેવાય ને? એ પાઈ પાઈને હિસાબ ગણનારા હતા. ભીમસેનના પગલે શેઠને ધૂમ કમાણી થઈ હતી છતાં એ વાત ભૂલી ગયા ને વિચાર કરવા લાગ્યા કે હું ચાર ચાર જણના પેટ ભરું છું ને આ તે કંઈ કામ કરતું નથી. ભીમસેનને દમદાટી આપતા શેઠ” – એક દિવસ શેઠે ગરમ થઈને કહ્યું, અરે ભાઈ! તું તે કામ કરે છે કે વેઠ ઉતારે છે? આટલા દિવસથી તને ઉઘરાણી કરવા એકલું છું પણ એક દોકડો હજુ સુધી વસૂલ કરીને લાવ્યું નથી. તું જો બરાબર કામ નહિ કરે તે હું તને પગાર નહિ આપું. ત્યારે ભીમસેને નમ્રતાથી કહ્યું, શેઠ ! હું દરરોજ ઉઘરાણીએ જાઉં છું ને બધાને કહું છું કે મારા શેઠ તમારી પાસે પૈસા માંગે છે તે આપીને મારા શેઠ ઉપર ઉપકાર કરે પણ મને કઈ પસા આપતું નથી. હું શું કરું? ત્યારે શેઠે ગુસ્સ કરીને કહ્યું અરે મૂર્ખના સરદાર ! લેણદારેની સાથે એવી રીતે વાત કરાય ? એમ કંઈ ઉઘરાણી મળી જતી હશે? એ આપણા ઉપર ઉપકાર ના કરે ? એમને મુશ્કેલીમાં ઉધાર માલ આપીને મેં એમના ઉપર ઉપકાર કર્યો છે. આપણે એમને ધમકાવવા જોઈએ. એવી કડકાઈથી વાત કરીએ કે એ લોકે
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy