SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ બાથમાં લઈ લીધો. બંને ભાઈઓ ચંદ્ર-સૂર્યની જેમ શોભી ઉઠયા. યુદ્ધ વિરામ થઈ ગયું. આનંદની શરણાઈઓ વાગી ને ખૂબ ઠાઠમાઠથી ચંદ્રયશ મિરાજને પિતાના નગરમાં લઈ ગયે. નગરમાં પહોંચ્યા પછી કહ્યું ભાઈ નમિ ! પિતાજીનું મૃત્યુ થયું ને માતાજીની બેટ પડી પછી મને ઘરમાં કયાંય આનંદ ન હતું. સંસાર ઉપરથી મન ઉઠી ગયું હતું પણ રાજ્યને ભાર ઉપાડી શકે એ માણસ મળ્યો ન હતો તેથી અનિચ્છાએ આટલો વખત રેકાઈ જવું પડયું. એમાં પણ આજે માતાજીની બધી હકીક્ત સાંભળીને મારે વૈરાગ્ય એકદમ તીવ્ર બને છે અને તું રાજ્ય સંભાળનારે મળી ગયે. તે હવે તું આ સુદર્શનનું રાજ્ય સંભાળી લે અને બંને રાજ્યને સ્વામી બન. ચંદ્રયશની કેટલી ઉદારતા! ચંદ્રયશની ઉદારતા, બ્રા વાત્સલ્ય વિગેરે જોઈને નમિને એના પ્રત્યે પ્રેમ ઊભરાય છે. હવે એ મોટાભાઈને એમ જવા દે ખરો? એમણે મોટાભાઈના ચરણમાં પડીને કહ્યું મોટાભાઈ! આ બંને રાજ્ય તમારા છે ને હું તે તમારે સેવક છું. ત્યારે ચંદ્રયશે કહ્યું ભાઈ! હું તે એકને છોડવા માંગું છું ત્યારે તું બીજું મને ક્યાં વળગાડે છે? નમિરાજે કહ્યું, તમે મને પિતાજીના સ્થાને મળી ગયા. પછી મારે શા માટે વડીલોની શીતળ છાયા ન ભેગવવી ? વડીલની શીતળ છાયામાં જે આનંદ છે તે સ્વતંત્ર Qહેવામાં નથી. અરે ભાઈ! તું તારું એકનું ન જોતાં મારું છે. તે માતાનું કરુણ જીવન સાંભળ્યું ? એમણે શું કર્યું ? હું હવે ભૌતિક સામ્રાજયની લીલા જેવા સંસારથી થાકી ગયે છું. હવે તે આધ્યાત્મિક સામ્રાજ્યવાળા પ્રભુને માર્ગ મારે પકડ છે. તે માર્ગે જવામાં મારે તું કલ્યાણ મિત્ર બન. ચંદ્રશે નમિને સમજાવીને આગ્રહપૂર્વક મનાવી ખૂબ ધામધૂમથી રાજગાદી ઉપર એને અભિષેક કર્યો ને પિતે દીક્ષા લીધી. પછી મિરાજને મહામૈભવની પ્રાપ્તિ થઈ પણ અનાસક્તભાવથી તેઓ રાજ્ય ચલાવવા લાગ્યા. તેથી તેઓ સંસારમાં હોવા છતાં નમિરાજર્ષિ કહેવાયા. છેવટમાં તેઓએ પણ સંસાર છોડે ને દીક્ષા લીધી. હવે આપણું મૂળ અધિકારની વાત કરું. આજે તમે બધા એમ માને છે કે દીકરા માટે બધું કરું પણ યાદ રાખો કેઈ કેઈનું નથી. બ્રહ્મરાજાએ પુત્ર માટે બધું કર્યું પણ આજે કણ ભેગવવા તૈયાર થયા છે? ખરેખર શાસ્ત્રકારે કહ્યું છે કે, तओ तेणज्जिए दव्वे, दारे य परिरक्खिए । વિનિને ના રાય, હુ તુઃ માયા | ઉત્ત. - ૧૮ ગાથા ૧૬ કેઈક વાર મરનારની પાછળ મરનારે ભેગા કરેલા ધનાદિકના ધણી બીજા થાય છે અને જે સ્ત્રીનું ઘણું રક્ષણ કરેલું હોય છે તે સ્ત્રી સાથે બીજા નરકીડા કરે છે. તે પણ મરનારે તૈયાર કરેલા વસ્ત્રાલંકારે પહેરીને હર્ષ અને પ્રીતિ સહિત તે સ્ત્રી પર પુરુષની સાથે વિષયસુખ ભોગવે છે. બ્રહ્મરાજા માટે આમ જ બન્યું ને? પોતે નાની
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy