SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૨૯૭ કારણ કે મિથિલાનું વિરાટ સૈન્ય સુદર્શન નગરમાં ન પહોંચે તે પહેલાં પિતે પહોંચી જાય તે જ ત્યાં જવાનો અર્થ સફળ થાય. હૃદયમાં અટલ શ્રદ્ધા હતી કે પોતે યુદ્ધવિરામ કરાવી શકશે એટલે જે દિવસે મિથિલા પતિ નમિરાજે પિતાને વિરાટ સૈન્ય સાથે સુદર્શનમાં પગ મૂક તે જ દિવસે સાવજ પણ સુદર્શનપુરમાં પધાર્યા. યુદ્ધનીછાવણીમાં સતી મયણરેહા”:-નમિરાજે સુદર્શનનગરને ફરતે ઘેરે નાંખ્યો ને પિતાની છાવણમાં જઈને ચંદ્રયશને હરાવવાની યુક્તિ ગોઠવવાના વિચારમાં બેઠા હતા. ત્યાં તે સાદવજી મયણરેહાએ યુદ્ધભૂમિમાં આવીને સીધા નમિરાજની છાવણીમાં પ્રવેશ કર્યો. સાધ્વીજીને જોઈને નમિરાજ આશ્ચર્ય પામ્યા કે સમરાંગણમાં સાધ્વીજી ક્યાંથી? આ તે અસંભવિત વાત છે. તરત જ નમિરાજા પિતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા ને વિનયપૂર્વક વંદન કરીને કહે છે પધારો પધારે એમ કહીને સ્વાગત કર્યું. એ જમાનામાં રાજા મહારાજાઓમાં પણ કેટલો વિનય હતો ! સાધુ સાદવીઓ પ્રત્યે એમના દિલમાં કેટલું માન હતું. સામાન્ય રાજાએ તે ઠીક પણ ચકવતિ જેવા ચકવતિઓ પણ સાધુ સંતોને વિનય, આદરમાન અને સ્વાગત કરતા હતા. તે એમ સમજતા હતા કે લાખે દુર્જય સંગ્રામમાં વિજય મેળવ સહેલ છે પણ કામ રૂપી દ્ધાને છત દુષ્કર છે. એમણે એને જ છે માટે એ મહાન છે. માટે એમના ચરણમાં મૂકી જવું જોઈએ. એમનું બહુમાન કરવું જોઈએ. બોલો, આજે એવી ભાવના છે? મેટા રાજા મહારાજાઓ અને પ્રધાનમાં તે આવી ભાવના છે જ નહિ પણ એમની દષ્ટિએ સામાન્ય ગણાતા શ્રીમંત અને શ્રેષ્ઠીઓમાં પણ આવી ભાવના બહુ જોવામાં આવતી નથી. આ કેવો વિષમ અને વિનાશક યુગ ચાલે છે! આગળના રાજાઓ પણ એમ સમજતા હતા કે અમારી કેટે, હાઈકોર્ટે અને અમારા કાયદા અને અમારા પોલીસેથી નગરજને માં જે ચેરી, અનીતિ, લૂંટફાટ, અસત્ય અને ભ્રષ્ટાચાર અટકી શકતા નથી તે આવા સાધુ સંતેના પવિત્ર જીવન અને ધર્મોપદેશથી અટકે છે. જે દુરાચારથી દેશનું સત્યાનાશ થઈ રહ્યું છે તેને સુધારનાર જે કઈ હોય તો આવા ત્યાગી, સંયમી, મહાન વિભૂતિઓ છે. ચેરને શાહુકાર, ખૂનીને મુનિ, પાપીને પુનિત અને ગુંડાને ગૃહસ્થ બનાવનાર આ સંતે છે અમે નહિ. ખરેખર આવા શ્રેષ્ઠ અને મનુષ્યો ઉપર મહાન ઉપકાર કરનાર સાધુસંતે તે અમારા રાજયના ને સમસ્ત વિશ્વના અલંકાર સમાન છે. એમને તે આપણે મહાન ઉપકાર માનવો જોઈએ. વળી એ રાજાઓ એમ પણ સમજતા હતા કે અમે તે પ્રજાનું ચાર ડાકુથી રક્ષણ કરીએ છીએ. ડી ઘણી બાહ્ય સગવડ કરી આપીએ છીએ ત્યારે સંતે તે પ્રજાજનોને મહાન કલ્યાણકારી ધર્મ સમજાવે છે. જગતપિતા પરમેશ્વરના ભક્ત બનાવે છે, દયા અને દાનના ઉપાસક બનાવે છે, પરોપકારનું સુકૃત કરાવે છે ને શા. ૩૮
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy