SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૨૯૫ બંને જણા પરસ્પર યુદ્ધ કરવા માટે કોઈ નિમિત્તની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં એક દિવસ યુદ્ધની ચિનગારી ચ’પાઈ ગઈ. એવું બન્યુ` કે નમિરાજના શ્વેત પટ્ટહસ્તિ ઉન્મત્ત બનતા સ્થંભને ઊખેડીને ભાગી ગયેા. એ હાથી માત્ર નમિરાજને નહિ પણ આખી મિથિલાના નગરજનેાને પ્રિય હતા. શ્વેત એના વ, લાંબા બે દંતશૂળ, અને એની ચાલમાં એવું ચાતુર્યં હતું કે જ્યારે એ રાજમાર્ગ ઉપરથી પસાર થતા હતા ત્યારે જનતા એને પ્રેમભરી નજરે જોઈ રહેતી. એ હાથી ચાલતા ચાલતા અનેક નદી પર્યંત અને જંગલો વટાવતા વિધ્યાચલની ગીચ ઝાડીમાં ફરવા લાગ્યા. એક દિવસ ચંદ્રયશ રાજાના ગુપ્તચરો વિધ્યાચળની તળેટીમાં ફરતા હતા. ત્યાં તેમણે આ શ્વેત હાથીને જોચેા. એમની નજર આ હાથી પર ઠરી ગઈ. એમણે જઈ ને ચંદ્રયશ રાજાને વાત કરી એટલે ચ'દ્રયશ રાજાએ આજ્ઞા કરી કે ગમે તેમ કરીને એ શ્વેત હાથીને પકડી લાવા. તરત જ મહાવતા ઊપડયા. તેમણે ઘણા હાથી જોયા હતા પણ આવા હાથી કદી જોયા ન હતા. ખૂબ પ્રયત્ન કરીને હાથીને પકડીને ચંદ્રયશની હસ્તિશાળામાં લઈ ગયા. આ વાતની મિથિલાપતિને ાણ થઈ. આ એક યુદ્ધની ચમકતી ચિનગારી ચ'પાઈ ગઈ. નિમરાજે એક રાજદૂતને રવાના કરીને કહેવડાવ્યું કે, આ હાથી મિથિલાપતિ નિમરાજના છે માટે મને સોંપી દે અને હાથી ન સોંપે તેા યુદ્ધ કરવા તૈયાર થાશે.” હાથી માટે યુદ્ધની થયેલી તૈયારી :- નમિરાજની આજ્ઞાથી દૂત ઊપડયા ને થોડા દિવસમાં સુદન નગરમાં આવી પહોંચ્યા ને નિમરાજના સ ંદેશા કહી સંભળાવ્યે, એટલે ચંદ્રયશે કહ્યુ` કે, તાા મિરાજને કહેજે કે મિથિલાના મુકાબલા કરવાનું મારામાં બળ છે. રત્ના પર કોઈના નામ અંકિત હાતા નથી. જેના બાહુમાં બળ હોય જ રત્નોના સ્વામી બની શકે, માટે એ હાથી નહિ મળે. એના માટે યુદ્ધ ખેલવા ચંદ્રયશ તૈયાર છે. ચંદ્રયશને મિથિલાની સામે મેારચો માંડવા હતા. તેમાં નિમિત્તરૂપે હાથી મળી ગયા, એટલે દૂતને આવા જવાબ આપીને રવાના કર્યાં. દૂતે આવીને નિમરાજને વાત કરી. આ સાંભળીને નિમરાજ ધમધમી ઊઠયા. ખસ, યુદ્ધની ભયંકર જવાળાએ ફાટી નીકળી. મિથિલામાં યુદ્ધની તૈયારીઓ થવા લાગી. નિમરાજને ખબર નથી કે પેાતે જેની સામે યુદ્ધ કરવા તૈયાર થયા છે તે કોણ છે? પોતાના સાચા માતા-પિતા કોણ છે એ પણ નિમરાજ જાણતા ન હતા. એતા પદ્મરથ રાજા અને પુષ્પમાલા રાણીને પોતાના માતાપિતા માનતા હતા. મિથિલાપતિ નમિરાજ સુદનપતિ ચંદ્રયશની સાથે યુદ્ધ કરવા માટે માટુ· સૈન્ય લઈને જાય છે. આ વાત સાવી મયણરેહાના સાંભળવામાં આવી. એમને ખખર હતી કે પુત્રને પાતે જ ગલમાં એકલો મૂકયા છે તે કયાં મેાટા થયા છે એ વાત તેણે મુનિ પાસેથી જાણી હતી એટલે આ યુદ્ધની વાત સાંભળતા સાધ્વીજીના 'તરમાં ખેદ થયા. હાય..... ભાઈ ભાઈ લડી મરશે ? લડાઈમાં અનેક માણસાના કચ્ચરઘાણ કાઢીને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy