SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ થાય. બાપ એક નાનકડી હાટડી જેવી દુકાન ચલાવતા હતા. તેમાંથી માંડ પૂરું થતું. ઘણી જગ્યાએ આવું બને છે કે મા-બાપની આર્થિક સ્થિતિ નબળી હોય એટલે મોટા છોકરાનું ભણવાનું બગડે. એમ આ શાંતિલાલને પણ ઘરના સંયોગના કારણે ભણવાનું છોડી દેવું પડયું. શાંતિલાલ ખૂબ ડાહ્ય, ગંભીર ને વિવેકી કરે હતો. શાંતિ અને સુરેશ બંને એક માતાના બાલુડાં હતાં પણ બંનેના સ્વભાવમાં આસમાન જમીન જેટલું અંતર હતું. શાંતિ પહેલેથી સ્વભાવે નમ્ર, નિરાભિમાની, દયાળુ અને મિલનસાર સ્વભાવને હતો ત્યારે સુરેશ અકકડ, અતડો ને જિદ્દી હતો. તે નાને એટલે મા-બાપને લાડકો હતે. શાંતિ ભણી ન શકે તેથી કરી ન મળી એટલે બાપની હાટડીમાં બેઠો. સુરેશ મેટ્રિક પાસ થયા પછી કોલેજમાં ગયો. તે સારા માર્કે પાસ થતો હતો. મા-બાપે શાંતિના સુશીલ સંસ્કારી કન્યા સાથે લગ્ન કર્યા. સમય જતાં મા બાપ એકાએક બિમાર પડયા, ત્યારે શાંતિને ભલામણ કરી કે તું સુરેશને ભણાવજે ને ખૂબ સાચવજે. આ પ્રમાણે કહીને માતા પિતાએ દેહ છે. એમની અંતિમ ક્રિયા કરી. ધીમે ધીમે શેક વિસારે પશે. શાંતિલાલ મા-બાપની આજ્ઞા મુજબ પોતાના નાનાભાઈને ભણાવવો ને સાચવ તે બરાબર કરતા. શાંતિલાલ સમજતા હતા કે ભલે, આપણને અત્યારે કષ્ટ પડશે પણ સુરેશ ભણી રહેશે પછી એ નોકરી ધંધામાં લાગી જશે પછી કોઈ ચિંતા નથી. આવી આશામાં ને આશામાં દુઃખ વેઠીને પણ નાનાભાઈને ભણાવવાનો આનંદ માનતા, કારણ કે - હજારે નિરાશાઓમાં એક અમર આશા છુપાયેલી છે. પણ આ સંસારમાં આશાઓ કેની પૂરી થાય છે? સંસાર જ સ્વપ્ન જેવે છે. કહ્યું છે ને કે, સુપને સબ કુછ દેખિયે, જાગે તો કુછ નહી, એસા યહ સંસાર હૈ, સમજ દેખે મન માંહી. | સ્વપ્નમાં માણસ દેખે છે કે હું મોટો કરોડપતિ બન્ય. આવું મહાન સુખ ભોગવી રહ્યો છું પણ જ્યાં સ્વપ્ન પૂરું થયું ને આંખ ખુલી એટલે કાંઈ નહિ. આ સંસારનું સુખ પણ આવું છે. શાંતિલાલ અને એની પત્ની આશા બંને ભાવિના સંસાર સુખના રંગીન સ્વપ્ન જોઈ રહ્યાં હતાં પણ ભાવિ તે કંઈક જુદું જ ઘડાઈ ચૂક્યું હતું. સુરેશે કેલેજમાં ડોકટરી લાઈન લીધી. ભાઈ કષ્ટ વેઠીને ભણાવે છે. ભણતાં ભણતાં સુરેશ ડૉકટર બન્યો, ત્યારે મોટાભાઈ શાંતિ અને તેની પત્નીએ શાંતિને દમ ખેંચ્યો કે હાશ...હવે અમારે કંઈક સુખના દિવસે આવશે, પણ કર્મની ગતિ વિચિત્ર છે. સુરેશ ડેકટરની ડિગ્રીમાં પાસ થતા મોટી હોસ્પિટલમાં દાખલ થતાં પગાર સારે શરૂ થયો. સુરેશ ડોકટર બન્યું એટલે સારા ઘરની સુખી દીકરીઓના કહેણ આવવા માંડ્યાં. ભાઈએ સારી કન્યા સાથે પરણાવ્યો. તેને પગાર સારે, વળી સાસરિયા સુખી એટલે મેટાભાઈ ભાભીને તે હર્ષને પાર નથી. શી વાત સુરેશભાઈ શું બોલ્યા ને શું બેલશે? પણ ડૉકટરને આ ગામડિયા હવે ગમતા નથી. એને મન તે ભાઈ ભાભી નેકર જેવા
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy