SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ २८४ શારદા સિદ્ધ એને ત્યાગ કરીને જવું પડે છે અથવા જીવનની સફર પૂરી થતાં પહેલાં એ આપણને છેઠીને ચાલ્યા જાય છે. તે હવે અહીં આપના મનમાં પ્રશ્ન થશે કે ચિરસ્થાયી અને સાચે સથવારે કર્યો? આ પ્રશ્નને સુંદર જવાબ જૈનદર્શને આવે છે. એ ચિરસ્થાયી સથવારાનું નામ છે જ્ઞાન અને દર્શન. આ સથવારા જન્મ મરણની ઘટમાળમાંથી મુક્તિ અપાવીને શાશ્વત સુખ અપાવી શકે છે. જ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપ સથવારાની પ્રાપ્તિ અતિ અલ્પ સમયમાં ભવભ્રમણને અંત લાવી જે સુખની કલ્પના કરી શકાય નહિ એવા શિવસુખને આપે છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩મા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ચુલની રાણી અને દીર્ઘરાજા બંને એકબીજાના પ્રેમમાં ફસાઈ ગયા છે. એમને સારાસારને વિવેક નથી, કામગમાં મદમસ્ત બન્યા છે. કામવાસના મનુષ્યને મોટામાં મોટો દુશ્મન છે, પ્રેમના સહામણા શબ્દ કવચમાં લપેટાઈ મનુષ્યને ભેળવી જાય છે. એ પ્રેમ નથી પણ માત્ર વાસના છે. ભગવાન કહે છે કે જે મનુષ્ય પોતાના ચારિત્રને ચોખ્ખું રાખે છે તે મહાન છે અને જે મનુષ્ય પોતાના ચારિત્રને ગુમાવે છે એ તે અધમમાં અધમ છે. જેણે ધન ગુમાવ્યું છે તેણે કંઈ નથી ગુમાવ્યું, આબરૂ અને તંદુરસ્તી ગુમાવી એણે કંઈક ગુમાવ્યું છે પણ જેણે ચારિત્ર ગુમાવ્યું તેણે તે બધું જ ગુમાવ્યું છે. ચુલની રાણી અને દીર્ઘરાજાએ ચારિત્ર ગુમાવીને પિતાના જીવનની બરબાદી તે કરી. એમના સુખમાં બ્રહ્મદત્તકુમાર એમને આડખીલ રૂપ લાગે છે એટલે એને મારી નાંખવાનું કાવતરું પણ ઘડાઈ ગયું. દૂધ જે દૂધના રૂપમાં હોય તે પી શકાય પણ જે દૂધ ફાટી જાય તે એ બેસ્વાદ બની જાય છે, તેમ ચુલની અને દીર્ઘરાજા બંને ફાટેલા દૂધ જેવા બની ગયા છે. એ મનુષ્ય મટીને કર રાક્ષસ જેવા બની ગયા છે, એટલે એમને આવા ભરયુવાન પુત્રને મારી નાંખવાની બુદ્ધિ થઈ છે, પણ ચુલનીને ખબર નથી કે મારો પુત્ર કોણ છે? ન બંધુઓ ! કમની વિચિત્રતા કેવી છે! બ્રહ્મદત્ત ચક્રવતિએ પૂર્વભવમાં પિતાની અમૂલ્ય સાધના વેચીને ચક્રવતિનું પદ માંગ્યું. એમની સાધના તે ચક્રવતિ પદથી પણ અધિક સુખ આપે એવી હતી પણ કમે ભાન ભૂલા ને નિયાણું કર્યું, અને ચૌદ સ્વપ્ન સૂચિત એને જન્મ થયે તે માતા જાણે છે છતાં એની કેવી દશા કરવા ઊઠી? કયાં બાળપણમાં એના પિતા બ્રહ્મરાજાનું અચાનક મરણ થવું ને કયાં એક વખત સતી કહેવાતી ચુલની રાણીને દીર્ઘરાજાની સાથે પતનના પંથે જવું ને બ્રહદત્ત કુમારના માથે આ અણધારી વિપત્તિની વિજળી તૂટી પડવી. દીર્ઘરાજા અને ચુલની રાણુએ બ્રહ્મદત્તકુમારને જડમૂળમાંથી નાશ કરવાનું નકકી કર્યું છે, પણ બ્રહ્મદત્તકુમારના પાપની સાથે પુણ્યને પણ ઉદય હતો એટલે એને ધન પ્રધાનની પૂરી સહાય હતી.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy