________________
૨૮૦
શારદા સિદ્ધિ નહિતર મારું પ્રાણ પતંગિયું રૂપવતીની રૂપતની પાછળ પાગલ બનીને ભસ્મ થઈ જશે. ઝકલીએ કહ્યું: તમે ચિંતા ન કરે. હું હમણાં જ શેઠાણીના ઘેર જાઉં છું. આ વાત સાંભળી ભંગીના આનંદનો પાર ન રહ્યો. ઝકલી માટે આ કામ ઘણું કપરું હતું છતાં હૈયામાં પતિપ્રેમ અને હાથમાં શ્રદ્ધાને દીવડે લઈને શેઠને ત્યાં પહોંચી પણ મનમાં વિચાર આવે છે કે કયાં નગરશેઠની અપ્સર જેવી રૂપવતી દીકરી અને કયાં કાળો ભીલ જે મારો પતિ ! આ બંનેનું મિલન થવું એ આકાશ પાતાળ એક કરવા જેવું છે.
ઝકલી રૂપવતીના મહેલે” – રૂપવતી એના રૂમમાં હતી ને દાસી બહાર હતી. ઝકલીએ દાસીને કહ્યું મારે રૂપવતીબહેનને મળવું છે. દાસી કહે, શું સવારના પ્રહરમાં હાલી નીકળી છે. જા, બહેન અત્યારે નહિ મળે. રૂપવતી ધ્યાનમાં બેઠી ન હતી એટલે દાસીને શબ્દો સાંભળીને પૂછયું કે, કોણ આવ્યું છે? દાસી કહે-બહેન! પિલી ઝકલી ભંગડી અત્યારમાં તમને મળવા આવી છે. રૂપવતીએ એને અંદર બોલાવીને પૂછયું: બહેન ! તું શા માટે આવી છે? જે હોય તે ખુશીથી કહે. ઝકલીને કહેતા ધ્રુજારી છૂટી અને આંખમાં આંસુ આવી ગયાં. બોલી શકતી નથી ત્યારે રૂપવતીએ કહ્યું તારે શું દુઃખ છે? મને વિના સંકે કહે. એટલે ઝકલીએ હૃદય ખેલીને રૂપવતીને પિતાના પતિની વાત કરી. રૂપવતી કહેઃ બહેન ! તું ગભરાઈશ નહિ. આમાં શું મોટી વાત છે? તું તારા પતિને કહેજે કે, સતત સાત દિવસ સુધી એકાગ્ર ચિત્તે : રામનામને જાપ કરે. જે મનમાં બીજે સહેજ પણ વિચાર આવે તે ફરીથી જાપ કરે પડશે. જે બરાબર રામનામ લેશે તે આઠમા દિવસે રૂપવતી તમને પરણશે.
રૂપવતી મેળવવા રામનામને જાપ”:- રૂપવતીની વાત સાંભળીને ઝલી તે ખુશ થઈ ગઈ ને ઘેર આવીને એના પતિને રૂપવતીએ કહેલી બધી વાત કરી, એટલે ભંગીના તે આનંદને પાર ન રહ્યો. રૂપવતીના રૂપમાં દિવાને બનેલો એ જે કહે તે કરવા તૈયાર હતે. એ તે સાત દિવસ એકાગ્ર ચિત્ત રામનામને જાપ કરવા તૈયાર થઈ ગયે. જેની જેમાં રમણતા હોય તે મેળવવા માણસ પોતાનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર થઈ જાય છે. એણે તે નગરની બહાર જઈ ઝાડને કરતો ઓટલો હતે તેના પર બેસીને ધ્યાન કરવાનું નક્કી કર્યું. બીજે દિવસે ધ્યાનની ધૂણી ધખાવવા ઊપડ્યો. જતી વખતે એની પત્નીને કહી દીધું કે, હું સાત દિવસ જગતમાં શું જ નહિ એમ માનજે. સાત દિવસ સુધી હું આંખ પણ બેલીશ નહિ. હું ભલો ને મારો રામ ભલો. શુદ્ધ વસ્ત્રો પહેરીને ભંગી તે ઝાડ નીચે ઓટલા ઉપર પલાંઠી વાળીને બેસી ગયો. રૂપવતીના રટણને બદલે હવે રામનું રટણ શરૂ થયું. શરૂઆતમાં તે રામના બદલે રમામાં મન ચાલ્યું જતું. એને ઠેકાણે લાવવા પ્રયત્નશીલ બનો. ત્રીજા દિવસે તે એ એકાગ્ર બની ગયે કે કેણ આવ્યું ને કેણ ગયું. એની પણ ખબર નથી. દિવસે જતાં એકાગ્રતાથી એને આત્માને સાક્ષાત્કાર થયા,