SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૪ શારદા સિદ્ધિ નેકર તરીકે રાખ્યા છે. આ પુરુષ છે તે મારી દુકાનનું કામકાજ કરશે ને આ સ્ત્રી છે તે તને ઘરકામમાં મદદ કરશે. આ બે એમના છોકરાઓ છે તે પણ એમની સાથે રહેશે. હે ભદ્રા! તું એમની પાસે નરમાશથી પ્રેમથી કામ લેજે. એમને હલકા માણસની જેમ હડધૂત ન કરીશ કે એક પણ કટુ વચન કહીશ નહિ. જમવાને સમય થાય ત્યારે આપણે જે જમીએ તે એમને પેટ ભરીને બરાબર જમાડજે. એમના દિલને દુઃખ થાય એવું એક પણ કામ એમની પાસે કરાવીશ નહિ. એ આપણા ઘર કામ કરશે ને ખાશે. રાત્રે આપણી બાજુના જૂના ઘરમાં રહેશે. એમ કહીને શેઠ ભીમસેનને દુકાને લઈ ગયા. સુશીલાને મૂકીને તે ગયા પણ એ તે ભદ્રાનું બેડોળ રૂપ જોઈને થરથર ધ્રુજવા લાગી. પેલા બાળકે પણ ડરીને સુશીલાને વળગી પડયા ને કહે છેઃ બા! અમને બીક લાગે છે. સુશીલા અને બાળકે શેઠાણીનું બિહામણું રૂપ જોઈને ડરી ગયા છે. હવે શેઠાણી એમના બાળક ઉપર કે જુલ્મ કરશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. – ૨૮ શ્રાવણ વદ ૪ ને શનિવાર તા. ૧૧-૮-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની તીર્થકર ભગવંત જગતના જેને ઉપદેશ આપતા ફરમાવે છે કે હે ભવ્ય જીવો ! આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં ચારે તરફ દુઃખ, દુઃખ અને દુઃખ જ દેખાય છે. સંસાર જાણે એક દુઃખનો દરિયે જ ન હોય! જેમ દરિયામાં દષ્ટિ કરીએ તે દૂર દૂર સુધી પાણી દેખાય છે. ક્યાંય એને કિનારે દેખાતો નથી તેમ આ જ્ઞાની-પુરુષે પણ સંસારથી પર બનીને સંસાર તરફ દૃષ્ટિ કરે છે તો એમને સંસાર દુઃખથી ભરેલો દેખાય છે, તો વિચારવા જેવી વસ્તુ છે કે સંસારમાં દુઃખ શાથી? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨ મા અધ્યયનમાં કહે છે કે, दुक्खं हयं जस्स न होइ मोहा, मोहो हओ जस्स न हाइ तण्हा । तण्हा हया जस्स न हाइ लाहो, लोहा हओ जस्स न किंचणाइ ॥८॥ જ્યાં મોહ છે ત્યાં દુઃખ છે. જેને મોહ નથી તેને આ સંસારમાં કઈ જાતનું દુઃખ નથી. જેને મેહ નાશ પામે છે તેનું દુઃખ પણ નાશ પામે છે. જ્યાં વસે છે મેહ ત્યાં રહે છે દુઃખ. મેહ એટલે શું? પર વસ્તુ અને પર વ્યક્તિ પ્રત્યેની આસક્તિ. પરને પિતાનું કરવાની લાલસા અને મમતા તેનું નામ મેહ. આ મોહ ટળે તો દુઃખ સહેજે ટળી જાય. જેની તૃષ્ણ યુવાન છે ત્યાં સુધી મહ પણ વૃદ્ધ કયાંથી થાય? જ્યાં સુધી તૃષ્ણ જીવતી ને જાગતી છે ત્યાં સુધી મેહનું અસ્તિત્વ રહેવાનું. લોભને નાશ થાય ત્યારે તૃષ્ણા ચાલી જાય છે. તમને થશે કે તૃષ્ણ અને લોભમાં શું ફરક છે? અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ માટેની તીવ્ર ઝંખના એનું નામ તૃણા, અને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy