SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ શારા ચિતિ ર૭૧ ચીથરેહાલ અને ચીંથરેહાલને ચમરબંધી બનાવી દે છે. કેના અભિમાન કાયમ ટકી શકે છે? રાવણ જે રાજા પણ એક દિવસ અભિમાનના કારણે રાખમાં રોળાઈ ગયે. એનું નામનિશાન ન રહ્યું. ‘આ શેઠને ત્યાં પણ એવું જ બન્યું. શેઠને ધમકાર ચાલતે વેપાર ધીમે ધીમે મંદ પડે ને એક દિવસ શેઠને વેપારમાં મોટી બેટ આવી. મોટો ધક્કો લાગ્યો તેથી શેઠની એવી પરિસ્થિતિ આવી ગઈ કે ખાવાનાં સાંસા પડયાં. આલેશાન ભવન જેવા વિશાળ બંગલા, ગાડી, વાડી, શેઠાણીના દાગીના બધું વેચાઈ ગયું. એક વખતના જિગરજાન દેતે પણ દુશ્મન બની ગયા. એવા જમ્બર પાપકર્મને ઉદય થયે કે બધું ચાલ્યું ગયું. પાપ કંઈ કેઈને છેડે છે? વહેલા કે મેડા કોઈને પણ પાપ પ્રગટ થયા વિના રહેતા નથી. ન પાપ અંધારે રહે, છાનું કરો કે ચોકમાં, અંતે પુકારી ઊઠશે, આ લેક કે પરલોકમાં, શેઠના પાપ આજે પ્રગટ થયા એટલે તે દુઃખી દુઃખી થઈ ગયા. સગાંવહાલાં કે સ્વજન સંબંધી કેઈએમના સામું જોતા નથી. શેઠાણીનું અભિમાન ઓસરી ગયું. એમના હાથ હેઠા પડી ગયા. પૈસાની મગરૂરીમાં માણસ ધરતીને પ્રજવે છે ત્યારે એને કોઈ ગરીબના સામું જોવું ગમતું નથી, પણ જ્યારે પાપકર્મને ઉદય થાય છે ? ત્યારે ખ્યાલ આવે છે કે ગરીબાઈના દુઃખ કેવાં હોય છે! હવે શેઠ શેઠાણીને પિતાનું જીવન અકારું લાગ્યું. એમને લાગ્યું કે આવી સ્થિતિમાં જીવવું તેના કરતાં આપઘાત કરીને જીવનને અંત લાવીએ. બંને જણે આપઘાત કરવા તૈયાર થયા તે જ વખતે શેઠાણીના મનમાં એક ચમકારે થયો. અચાનક કંઈ યાદ આવ્યું હોય તેમ શેઠને કહ્યું: “સ્વામીનાથ! તમને યાદ છે? એક દિવસ આપણા આંગણે સાધુ મહાત્મા આવ્યા હતા. તમે એને કાઢી મૂકતા હતા ત્યારે એમણે કહ્યું કે, હું તમારી પાસે લેવા નથી આવ્યો પણ દેવા આવ્યો છું. તમે ગુસ્સે થઈને લપમાંથી છૂટવા મુનિમજીને મોકલ્યા હતા. એમણે મુનિમ પાસે ચોપડે મંગાવ્યો ને પછી ચોપડામાં એ કંઈ લખી ગયા હતા. તો આપણે આ દુનિયામાંથી વિદાય લઈ એ તે પહેલાં એ ચેપડ તપાસી લઈએ.' શેઠને શેઠાણીની વાત ગમી એટલે શેઠ શેઠાણું ચોપડાના પાનાં ફેરવવા લાગ્યા, ફેરવતા ફેરવતા એક જુના ચોપડામાં પહેલા પાને લખ્યું હતું કે, “વહ દિન ન રહા તે વહુ દિન કયા રહેગા ?” . આ વાક્ય શેઠે વાંચ્યું ને એના ઉપર મનન કર્યું તે સમજાયું કે મહાત્માએ એમ લખ્યું છે કે શેઠ! તમારા સુખના દિવસો સદા માટે ન રહ્યા તે આ દુઃખના દિવસે પણ કયાં સુધી રહેવાના છે? સુખ અને દુઃખ એ તે સંસારની ઘટમાળ છે, માટે સુખમાં છલકાઓ નહિ ને દુઃખમાં ગભરાઓ નહિ. તન, ધન અને યૌવન ચાર દિવસના ચમકારા છે માટે એને ગર્વ ન કરે. સંતના એક વાક્યનું ગૂઢ રહસ્ય સમજીને શેઠના જીવનમાં શાંતિ થઈ ગઈ ને વિચાર કરવા લાગ્યા કે સંત મહાત્માઓ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy