SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શારદા સિંહ બ્રહારાજાને ઘેર એના ચાર મિત્રો આવ્યા છે. બધા પ્રેમથી ચર્ચા વિચારણા અનેક પ્રકારે આનંદ કિલ્લોલ કરી રહ્યા છે, પણ જ્ઞાની કહે છે કે તારા રંગમાં કયારે ભંગ પડશે તેની ખબર નથી, માટે સમજીને ચેતી જા. ક્ષણે ક્ષણે તારું આયુષ્ય કપાઈ રહ્યું છે. આ પાંચ મિત્રોની મંડળી આનંદમાં મસ્ત હતી પણ કુદરતની કળા ન્યારી છે. કર્મરાજાની લીલાને કોઈ પહોંચી શકતું નથી. કમાણે બ્રહ્મરાજાને અચાનક માથામાં ભયંકર દર્દ થવા લાગ્યું. તરત મોટા મોટા ડેકટરે અને રાજકીદને બેલાવ્યા. તેમણે પિતાની શક્તિની અજમાશ કરીને મૂલ્યવાન ઔષધિઓ દ્વારા બ્રહ્મરાજાને કેમ જલદી સારું થાય તે માટે યોગ્ય ચિકિત્સા કરવા માંડી, પણ રાજાનું દર્દ અંશ જેટલું પણ ઓછું ન થયું, ત્યારે મંત્રવાદીઓ અને તંત્રવાદીઓને બોલાવ્યા. એમણે પોતાના મંત્ર અને તંત્રની અજમાશ કરી તેનાથી પણ રાજાની વેદના શાંત ન થઈ ત્યારે રાજાને એમ લાગ્યું કે, હવે મારે અંતિમ સમય નજીક આવ્યો છે. આ બીમારીમાંથી હું બચી શકું તેમ નથી, તેથી બ્રહારાજાએ પિતાના ચારેય મિત્રને પાસે બેસાડીને કહ્યું: હે મારા પ્રાણસમા વહાલા મિત્ર! હવે જીવી શકું તેમ લાગતું નથી તે મારો આ એકનો એક પુત્ર બ્રહ્મદત્તકુમાર મને ખૂબ વહાલો છે. એ ગર્ભમાં આવ્યો ત્યારે એની માતાએ ચૌદ સ્વપ્ન જોયા હતા. ચૌદ સ્વપ્ન સૂચિત એનો જન્મ થાય છે માટે એ અનુમાન પ્રમાણે બારમા ચકવતિ થવાના છે, માટે હું તમને સોંપું છું. જ્યાં સુધી રાજ્યની ધૂરાને વહન કરવાની એની ઉંમર ન થાય ત્યાં સુધી તમે બધા એને સાચવજે, પછી એને રાજ્ય સોંપજો. આ વાતથી મિત્રોએ બ્રહ્મરાજાને વચન આપ્યું કે તમે પુત્રની કે રાજ્યની બિલકુલ ચિંતા ન કરશે. મિત્રએ આ પ્રમાણે વચન આપ્યા બાદ થોડા સમયમાં જ બ્રહ્મરાજા મૃત્યુ પામ્યા એટલે મિત્ર રાજાઓના દિલમાં ખૂબ દુઃખ થયું. આપણા પાંચ મિત્રોની કંપનીમાંથી એક મિત્ર આમ ચાલ્યો ગયો ! દુઃખિત દિલે ચારે મિત્રોએ મળીને બ્રહ્મરાજાની અંતિમ ક્રિયા કરી. અંતિમ ક્રિયા પતાવ્યા પછી મૃત આત્માની શાંતિ માટે જે જે ક્રિયાઓ કરવામાં આવે છે તે સઘળાં કાર્યો પણ પૂરાં કર્યાં. મૃત આત્મા સંબંધી ઉત્તરક્રિયા પતાવ્યા પછી ચારેય મિત્રોએ એક દિવસ ભેગા મળીને વિચાર કર્યો કે બ્રહ્મરાજાએ આપણને આ રાજ્યનો ભાર ઉપાડવાનું કામ સોંપ્યું છે. તે આપણે બધાએ સાથે મળીને આ કાર્ય કરવું જોઈએ, અને આ બ્રહ્મદત્તકુમારને રાજ્ય સંચાલનની ગ્ય વિધિનું જ્ઞાન આપવું જોઈએ. આપણે મિત્ર ચાલ્યો ગયે તેથી બધાએ એક રાજ્યમાં બેસી રહેવાની જરૂર નથી. તેના કરતાં આપણા ચારમાંથી એકને આ કાર્યવાહી સેંપી દઈએ, પછી બધા અવારનવાર ધ્યાન રાખીશું તે બધું કાર્ય વ્યવસ્થિત થાય. આમ વિચાર કરીને મિત્રોએ કોશલાધિપતિ દીર્ઘરાજાના હાથમાં રાજ્યનું શાસન સેપ્યું. દીર્ઘરાજાએ રાજ્યનું સંચાલન ખૂબ ગ્યતાથી કરવા માંડ્યું. સેના અને સીમાનું
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy