SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિલિ ૨૩૧ નથી, ગળું સૂકાઈ જાય છે ને આંખે અંધારા આવે છે. ત્યારે સુશીલા બંને બાળકોને કહે છે, બેટા ! હમણાં તારા બાપુ પાણી લઈને આવશે. એમ કહીને બાળકોને સમજાવવા લાગી. આ તરફ ભીમસેન નદીની મધ્યમાં જઈને પાણીનું માપ કાઢે છે ત્યાં તો પોતાના બંને કુંવરે કારમી ચીસ પાડીને જોરજોરથી બોલવા લાગ્યા કે, હે પિતાજી! દોડે દડો. મારી બાને કંઈક થઈ ગયું છે, એમ જોરથી બૂમ પાડવા લાગ્યા. પોતાના બાળકોની કારમી ચીસે અને રડવાને અવાજ સાંભળીને ભીમસેને ઝડપભેર તરીને નદીને પાર કરી. ભીમસેન રાજા દેડતો રણું બેભાન પડી છે ત્યાં આવીને બાળકોને પૂછે છે બેટા ! તારી માતાને શું થયું ? પિતાજી! આપણું દાગીનાની પોટલી કોઈ લઈ ગયું. એટલે માતા રડતી રડતી બેભાન થઈને પડી છે. ભીમસેને બાળકોને રડતા શાંત કરી નદીમાંથી પાણી લાવીને સુશીલાના શરીર ઉપર છાંટયું ને તેના માથે હાથ ફેરવવા લાગ્યું. શીતળ જળ અને નેહાળ સ્વામીને સ્પર્શ થતાં સુશીલા થેડી વારે ભાનમાં આવી. ભાનમાં આવતાની સાથે હયાફાટ રડવા લાગી ને નિશાશા નાખવા લાગી કે હાય..હાય... હવે અમારું શું થશે? એટલે ભીમસેને એને સમજાવીને શાંત કરીને પૂછયું: સુશીલા!ઘરેણાંની પોટલી કોણ લઈ ગયું? ત્યારે કહે છે, સ્વામીનાથ? આપણું નસીબ બે ડગલાં આગળ ને આગળ છે. કર્મની કઠણાઈ કેવી છે! તમે અમને અહી બેસાડીને ગયા પછી હું આ બે બાલુડાંને પંપાળતી બેઠી હતી. દાગીનાની પોટલી પણ મારી પાસે હતી. કોઈ ચોર અહીં આવ્યો ને પોટલીમાં મિલક્ત સમજીને મારા પગ આગળથી પોટલી ઉઠાવી. હું એને પકડવા ઘણું દેડી પણ એ પકડાયો નહિ ને પોટલી લઈને રવાના થઈ ગયો. સ્વામીનાથ! આપણે ખચી માટે લાવેલું ધન ગયું. શરીર ઉપરથી ઉતારીને સાચવવા માટે પોટલી બાંધીને જીવની જેમ સાચવતી હતી તે પણ ગઈ. હવે આપણું શું થશે ? આપણે તો કદાચ ભૂખ-તરસ સહી શકીશું પણ આ કોમળ કેળ જેવાં બાળકોનું શું થશે? આમ કરીને સુશીલા પાછી રડવા લાગી. વાત જાણી ભીમસેને, ત્યાં સખત આઘાત લાગે, હવે હું શું કરીશ આજે, કેણ સાંભળશે મારી વાત આ વાત સાંભળીને ભીમસેનને ખૂબ આઘાત લાગ્યું. તેનું હૃદય ચીરાઈ ગયું. પણ જે એ ઢીલા થઈ જાય તો સુશીલા અને બાળકોનું શું થાય? એટલે મનને મક્કમ બનાવીને મનમાં વિચાર કરવા લાગ્યું કે, હે ભગવાન! હવે હું ક્યાં જઈશ? મારા દુઃખની વાત હું કોને જઈને કરીશ ? મારી વાત સાંભળનાર કોણ છે? મને કયા ભવનાં પાપ ઉદયમાં આવ્યાં છે ? કે મારે સગો ભાઈ આજે મારે દુશમન બન્યો ! મારું રાજ્ય ગયું. સ્વજનેને વિશે પડે, વનવગડે ભૂખ તરસનાં દુઃખો વેઠવાં પડયાં. તેમાં બાકી હતું તે ચેર આવીને અમારું ધન લૂંટી ગયા. અમારા પાપકર્મના ઉદય સિવાય આવું બને નહિ.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy