SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૨૨૮ ચાલ્યા જાય તે એમની પ્રશંસા થતી અટકી જાય. બોલે, તમારા મનમાં અત્યારે આવા પ્રકારના વિચાર ચાલે છે ને? રાજાએ કહ્યું-હા. શેઠના જવાબથી રાજા ખુશ થઈ ગયા, અને કહ્યું: ધન્ય છે તમારી બુદ્ધિને ! શેઠ કહે, રાજાજી! આ છે મારા ધર્મને પ્રતાપ. મને ધર્મ મિત્ર મળે છે ને તેણે મને બચાવ્યો છે. રાજાને શેઠ પ્રત્યે ઈર્ષા હતી તે છોડી દીધી ને શેઠને મિત્ર બનાવી દીધો. શેઠના સંગથી રાજા પણ ધર્મ પામી ગયા. હવે આપણું મુખ્ય વાત ઉપર આવીએ બ્રહ્મરાજાએ બ્રહ્મદત્તકુમારના જન્મ મહોત્સવ નિમિત્તે ઘણું દાન કર્યું. પ્રજાના કર માફ કર્યા. આ રીતે ખૂબ ધામધૂમથી પુત્રને જન્મ મહોત્સવ ઉજવ્યું, અને બારમા દિવસે પુત્રનું નામ બ્રહ્મરાજા ઉપરથી બ્રહ્મદત્તકુમાર રાખવામાં આવ્યું. બ્રહ્મદત્તકુમારને ઉછેરવા માટે અઢાર દેશની દાસીઓ રાખવામાં આવી. અઢાર દેશની દાસીએ રાખવાનું પ્રયોજન શું તે જાણે છે? અઢાર દેશની દાસીઓ અઢાર દેશની ભાષાઓ બેલે એટલે બાળકને રમાડતી વખતે સૌ પોતપોતાની ભાષામાં બેલે તેથી કુંવરને આપોઆપ અઢાર દેશની ભાષા આવડી જતી. બાળકનું મગજ ફુલપાવર હોય છે એટલે એને જલ્દી યાદ રહી જાય છે. અહીંયાં . સવારે જ ભકતામર સ્તોત્રની પ્રાર્થના ચાલે છે. પ્રાર્થનામાં નાનાં બાળકો આવે છે એમને રેજ બધાની સાથે બોલતાં વગર ગોખે ભક્તામર સ્તોત્ર કંઠસ્થ થઈ જશે, કારણ કે બાળકોની મગજશક્તિ તીવ્ર હોય છે. એ જલદી કેચઅપ કરી શકે છે. ટૂંકમાં બ્રહ્મદત્તકુમાર માટે અઢાર દેશની દાસીઓ અને પાંચ ધાવમાતાઓ એનું લાલનપાલન કરતી. અનેક દાસદાસીઓ અને ધાવમાતાઓના લાડ-પ્યારથી કુમાર દિવસે દિવસે મેટો થવા લાગ્યો. બ્રહ્મરાજાને ચાર મિત્ર હતા. તે ચારે મિત્રો કુલીન હતા. જેમના નામ કાશીરાજ કટક, બીજા ગજપુર નરેશ કણેરદત્ત, ત્રીજા કૌશલાધીશ દીર્ઘ અને ચોથા ચંપાપતિ પુ૫ચુલ હતા. આ ચાર અને પાંચમા બ્રહ્મરાજા. આ પાંચ મિત્રોની મંડળી હતી. આ પાંચે મિત્રમાં પરસ્પર ખૂબ સ્નેહ હતું. તેઓ એકબીજાથી ઘડી પણ છૂટા રહી શકતા ન હતા. એકાદ ઘડીને વિગ પણ તેમને માટે દુઃખદાયક બનત. દરેક રાજા વિશાળ રાજયવાળા હતા એટલે દરેકને રાજ્યને વહીવટ સંભાળવાન હોય તેથી બધા કાયમ માટે તે એક સ્થાને રહી શકે નહિ, અને એકબીજાની પ્રીતિ એવી હતી કે એકબીજા વિના રહી શકતા ન હતા, એટલે એમણે નક્કી કર્યું કે એકબીજાને ત્યાં એકબીજાએ વારાફરતી એકેક વર્ષ રહેવું, તેથી સૌ એકબીજાને ત્યાં એક વર્ષ વારાફરતી પરિવાર સહિત રહેવા લાગ્યા, અને વિવિધ સુખને અનુભવ કરવા લાગ્યા. આમ કરતાં ચાર મિત્રોને ત્યાં રહેવાને વારે પૂરો થયો અને હવે પાંચમા મિત્ર બ્રહારાજાને ત્યાં રહેવાને વારો આવ્યો. હવે ચારે મિત્ર રાજાએ બ્રહ્મરાજાને ત્યાં એક વર્ષ માટે રહેવા આવશે ત્યારે શું પ્રસંગ બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy