SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૨૧૯ હોય છે? આ મૂતિ કિશેરને શ્વાસપ્રાણુ વહાલી હતી. એને પગે લાગી એ બહાર જતો ને આવે એ તરત દર્શન કરતા. એ મૂર્તિ મોહને ભાંગી તેથી ગંગાના ફફડાટને પાર ન રહ્યો. દિયર આવશે ને આ વાત જાણશે ત્યારે ગુસ્સે થશે. અરેરે....શું કરું ? ગંગાના મનમાં થયું કે નવી મૂતિ મળે તે હું લાવીને મૂકી દઉં, પણ એ કયાં મળતી હશે? કદાચ મળે તે પણ એ લાવવાના પૈસા પણ મારી પાસે કયાં છે? પતિના સામું જોઈને એ ગુસ્સો કરવા ગઈ પણ એના મુખમાંથી બેલ નીકળે તે પહેલાં એને વિચાર થયે કે ડાહ્યા હતા ત્યારે પાઈ પાઈની ચિંતા કરનાર આજે આવું નુકસાન કરે ખરા? આ બધું ગાંડપણના કારણે છે. એમાં એમને દોષ નથી. એના ઉપર ગુસ્સે કરે કે ઠપકે દેવે એ પણ એક પ્રકારનું ગાંડપણુ જ છે ને? ભાઈએ ભાઈ પર કરેલે જુલમ ” – ગંગાએ પતિ ઉપર ક્રોધ ન કરતાં મીઠાશથી કહ્યું કે, તમે નાનાભાઈ ઓફિસેથી આવે તે પહેલાં કયાંક બહાર ચાલ્યા જજે. એ મારા પર ગુસ્સો ઉતારે ત્યાર પછી તમે આવજે, ત્યારે ગાંડે પતિ કહે છે કે, શું હું કંઈ ભાઈથી ડરી જાઉં તે છું? મારે આ ઘરમાં રહેવાને હક્ક નથી તે ચાલે જાઉં? ગંગાએ વિચાર કર્યો કે ઠીક, દિયરને આવવાને સમય થશે ત્યારે ફરીથી સમજાવીને બહાર મોકલી દઈશ. સાંજ પડી. ગંગાએ પતિને બહાર જવા કહ્યું, પણ એ તે હઠે . ચઢો. બહાર ન ગયે. કિશોરને ઓફિસેથી આવવાને સમય થયે. ગંગાને ખૂબ ફિકર છે. સાંજે કિશોર ઓફિસેથી ઘેર આવે છે ત્યાં મોટાભાઈને નાને બાબે સામો ગયો ને કહેવા લાગ્યું કે, કાકા....મારા બાપુજીએ શિવપાર્વતીની મૂર્તિ ફોડી નાંખી. બાળકને કંઈ ભાન છે? ભદ્રિકભાવે કહી દે છે. આ વાતથી કિશોરને તે ખૂબ ગુસ્સો આવ્યો ને પિતાના પગમાંથી બૂટ કાઢીને મોટાભાઈના બરડામાં બૂટથી ફટકા મારવા લાગ્યો. ખૂબ મારીને ચોકમાં એક લીંબડાનું ઝાડ હતું તેની સાથે જોરથી બાંધી દીધે ને ગમે તેવા શબ્દો બોલવા લાગ્યો. ચોકમાં માણસો ભેગા થઈ ગયા. જરૂદન કરતી ઘર છોડતી ગંગા*:-પતિની આ દશા જોઈને ગંગા કકળી ઊઠી. અહો ! ડાહ્યા હતા ત્યારે એમની કેવી બુદ્ધિ હતી. પાંચમાં પૂછાય એવા હતા. એમની દિયરે આજે આ દશા કરી? એને ખૂબ આઘાત લાગ્યું. રડતી કકળતી ચોકમાં આવીને એણે પિતાના પતિનું બંધન છેડી નાંખ્યું જેને એને ફફડાટ હવે તે ઘડી આવી પહોંચી. એણે પોતાને પાલવ ધરીને કહ્યું, દિયરજી! આટલો ગુને માફ કરે. હું એમને લઈને અત્યારે જ ચાલી જાઉં છું. એટલે ફરીને તમારે આવો ગુસ્સો કરવો ન પડે, પણ એક વાત યાદ રાખજો કે એક માટીને પૂતળાના શિવજી ભાંગતા તમને આટલું બધું દુઃખ થાય છે તે મારા જીવતા ને જાગતા શિવજીને તમે બૂટના ફટકા મારો, ઝાડ સાથે કચકચાવીને બાંધે ત્યારે મને કંઈ ન થાય ત્યારે કિશોર ગંગા સામે જોઈને કોધથી બોલ્યા કે, ભાભી! બસ કરો. તમે તે મને આવા શબ્દો કહીને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy