________________
૨૧૬
શારદા સિદ્ધિ નથી. તે દાગીના વેચીને પણ પતિને હોસ્પિટલમાં દાખલ કરવા. આ વિચાર કરીને ગંગાએ પોતાના દિયરને વાત કરી.
ભાઈ! તમે એક્લા કમાવનારા છે, નવ નવ જણને બોજે તમારા માથે છે. તમે કેટલી મહેનતે પૂરું કરે છે એ બધું હું સમજું છું. તમે ચિંતા ન કરે. આ મારા દાગીના વેચીને તમારા ભાઈને હોસ્પિટલમાં દાખલ કરે, ત્યારે દેરાણી શાંતાએ કહ્યું ભાભી ! મોટાભાઈ અને તમે કેટલું કષ્ટ વેઠીને એમને ભણવ્યા ને પરણાવ્યા છે તે હવે કુટુંબની જવાબદારી એમના માથે છે એટલે ખર્ચને પહોંચી વળવાની ફરજ એમની છે. એમને મદદ કરવી તે મારો ધર્મ છે, માટે મારા દાગીના વેચવા જોઈએ, ત્યારે જેઠાણી કહે છે, બહેન ! તું હજુ ઊગીને ઊભી થાય છે. તારા દાગીનાને એપ પણ ઊતર્યો નથી. શું મારા પતિની સેવા માટે તારા દાગીના વેચવા દઉ ખરી? મારા પતિની સેવા માટે જે મારા દાગીના કામ નહિ આવે તે કરવાના શું? આમ બંને દેરાણી જેઠાણી પિતાના દાગીને આપવા માટે વિવાદ કરે છે. આ જમાનામાં આવી દેરાણી જેઠાણું મળવી મુશ્કેલ છે.
ખરેખર ! કર્મના ઉદયથી દુઃખ તે આવ્યું પણ સાથે એ પુણ્યને ઉદય છે કે ઘરમાં દેરાણી જેઠાણીને મા-દીકરી જેવો પ્રેમ છે. છેવટે કિશેરે કહ્યું : ભાભી! તમે ખેંચતાણ રહેવા દે. એક દાગીને તમારે ને એક દાગીને શાંતાને વેચવા દે એટલે બંનેની ફરજ અદા કરી શકાય. બંનેને એકેક દાગીને વેચીને પૈસા લાવ્યા. મોટાભાઈને છ મહિના હોસ્પિટલમાં રાખ્યા પણ અંશ માત્ર ફેર પડે નહિ, ત્યારે ડોકટરે બીજા છ મહિના વધારે રાખવાનું કહ્યું એટલે આ લોકોના પગ ઢીલા થઈ ગયા. હોસ્પિટલમાં તે રાખીએ પણ ખર્ચનું શું ? ગંગાના દુઃખને પાર ન રહ્યો, ત્યારે કિશેર અને શાંતાએ કહ્યું, ભાભી ! ચિંતા ન કરે. બીજે દાગીને વેચી નાંખીશું પણ મોટાભાઈ સાજા થાય તે આપણને બધાને સારું છે ને ? એમ કહીને બીજા છે મહિના હોસ્પિટલમાં રાખ્યા.
પતિને શિખામણ આપતી પત્ની” - બીજા છ મહિનામાં આઠ દિવસ બાકી રહ્યા પણ કંઈ સારું થવાનાં ચિહ્ન ન દેખાયાં, ત્યારે એક દિવસ ગંગા એના પતિને કહે છે, નાથ ! બાબાને ગયા એક વર્ષ વીતી ગયું પણ હજુ તમારા મન ઉપરથી શેક જ નથી પણ મને ચિંતાને પાર નથી. એકલા નાનાભાઈ માથે કેટલો ભાર આવી પડે છે ? આ બધાનું પૂરું કરતાં એમના નાકે દમ આવે છે, માટે તમે કંઈક સમજે. હવે આઠ દિવસ પછી ઘેર જઈશું ત્યારે તમે બજારમાં જજો. કંઈક કામ કરજો. છતાં, મોહન કંઈ જવાબ આપતું નથી. સૂનમૂન બેસી રહ્યો છે ત્યારે ગંગા કહે છે. અરેરે....નાથ ! મારે તે વહાલ લાલ ગયે સાથે પતિનું માજ પણ ગયું. વિચાર કરે નાથ ! આ સંસારમાં કોઈ કોઈનું નથી. જ્યાં સંગ છે ત્યાં વિયોગ