SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિવિલ ૧૯૯ સુરંગ ઉઘાડી કોઈને ખબર ન પડે તે રીતે બંધ કરીને પિતાના રૂમમાં ચાલી ગઈ જાણે કંઈ બન્યું જ નથી તે રીતે બધી પ્રવૃત્તિ કરવા લાગી. આ તરફ યશોદાના બતાવ્યા મુજબ ભીમસેન, સુશીલા અને બંને કુંવરેએ અધે જન કાપી નાંખ્યું. ચાલતાં ચાલતાં તેઓ સુરંગની બહાર નીકળી ગયા, ત્યાં તે ઘેર, ગાઢ અને ભયાનક જગલ શરૂ થયું. આ જંગલમાં એટલાં બધાં નાનાં મોટાં અને વિશાળ વૃક્ષે હતાં. કે જેને કોઈ પાર ન હતું. ત્યાં સિંહની ભયંકર ગર્જનાઓ, વાઘની ભયંકર ત્રાડે, તેમ જ અનેક જંગલી પશુઓના વિકરાળ અવાજો સંભળાવા લાગ્યા તેથી છાતી થડકવા લાગી છતાં હિંમતથી આગળ વધ્યા, પણ ફૂલ જેવાં બાલુડાં તે કેટલું ચાલી શકે? ડું ચાલે છે ને થાકી જાય છે એટલે થોડી વાર બેસી જાય ને પાછા ચાલવા માંડે છે. યમધર જૈસા વન ભયકારી, ઠારી અરે અંધકાર, કુશ કકર લાગે ચરણેમેં, પડે રક્ત કી ધાર, એ વન એવું બિહામણું લાગે કે ભલભલા જમ્બર પુરુષની છાતી ફાટી જાય. એવા ગાઢ જંગલમાં ભીમસેન રાજા, અને સુશીલારાણી પિતાના બે બાલુડાને લઈને નિરાધારપણે એકલા અટુલા ચાલ્યા જાય છે. શિયાળાના દિવસે હતા એટલે કડકડતી, ઠંડી હતી અને વનમાં ચારે તરફ વૃક્ષોને કારણે અંધકાર લાગતું હતું. રસ્તે પણ ખૂબ કાંટાળો અને પથ્થરવાળે હતું. આ બિચારા પુણ્યવાન છે કઈ દિવસ પગે ચાલ્યા ન હતા. તેમને આજે ખુલ્લા પગે ચાલવાનો વખત આવ્યો. ચાલતાં ચાલતાં પગમાં પથ્થરની ઠોકર વાગે એટલે પડી જાય છે. ઊઠીને ચાલે ત્યાં પાછા કાંટા વાગે એટલે પગમાં લોહીની ધાર થવા લાગી. કયાંક પગમાં કાંટાના ઝાંખરાં ભરાઈ જવાથી પગમાં ઉઝરડા પડી ગયા ને કપડામાં કાંટાના ઝાંખરા ભરાવાથી ફાટી ગયા, આ નાનાં ફૂલ જેવાં બાલુડાં દેવસેન અને કેતુસેન તે બિચારા ચાલી શકતા નથી એટલે રડવા લાગ્યા, કેસરિયા દૂધ પીતા સૂવે ને ઊઠે એવાં બાલુડાં ખૂબ ભૂખ્યાં થયાં એટલે કહે છે બા! અમને બહુ ભૂખ લાગી છે. દૂધ આપને. રોજ તે કેટલું બધું દૂધ આપતી હતી ને આજે કેમ નથી આપતી? બા ! આપણે મહેલ કયાં ને આપણે અહી કેમ આવ્યાં છીએ? હવે તે અમારાથી ચલાતું નથી. અમને દૂધ આપ. એમ બાળકો હઠ કરે છે. બાલુડાના કાલાકાલા બેલ સાંભળીને મા-બાપની આંખમાં આંસુ આવી ગયા. હવે તેઓ બાળકોને કેવી રીતે સમજાવશે ને કયાં જશે તેના ભાવ અવસરે. (11)
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy