SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન નં. ૨૦ શ્રાવણ સુદ ૧૦ ને ગુરુવાર તા. ૨-૮-૭૯ સુજ્ઞ બંધુઓ ! સુશીલ માતાઓ ને બહેને! અનાદિ કાળથી આ સંસારમાં જન્મ અને મરણને પ્રવાહ ચાલી રહ્યો છે. જન્મ લે અને મરવું, આ જન્મ-મરણની પરંપરાને નષ્ટ કરવાને માટે જ્ઞાની પુરુષોએ સ્વયં પ્રયત્ન કરીને જન્મ મરણને અંત કર્યો અને અન્ય જીવેને પણ એ માર્ગે ચાલવાને ઉપદેશ આપ્યું. ઠાણાંગ સૂત્રના બીજા ઠાણામાં જ્ઞાનીએ કહ્યું, હે ભવ્યજીવો! જે તમારે જન્મ મરણની આ દુઃખદાયી શંખલાને તેડવી હોય તે બે વાતે અપનાવવી પડશે. “વિકાર રેવ જળખ જેવા પહેલું જ્ઞાન અને બીજું ચારિત્ર. જ્ઞાન અને ચારિત્રને સમ્યગ સુમેળ જન્મ મરણના ચક્રને અટકાવી શકે છે. જ્ઞાન મનના સમસ્ત વિકારોને નષ્ટ કરીને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. જ્ઞાન પ્રત્યેક મનુષ્યમાં સ્વતઃ વિદ્યમાન છે પણ એના ઉપર અજ્ઞાનને મજબૂત પડદે ઢંકાયેલું છે. તેને પુરુષાર્થ દ્વારા ખસેડયા વિના શક્તિ પ્રગટ થતી નથી. જ્યારે ચાર ઘાતી કર્મોને પડદો સંપૂર્ણપણે આત્મા ઉપરથી હટી જાય છે ત્યારે સર્વજ્ઞ બને છે. આ કાળમાં અહીં આપણે સર્વજ્ઞ બની શકીએ તેમ નથી પણ અંશે અંશે અજ્ઞાનને પડદો ખસેડીએ તે પણ આત્મજ્ઞાન દ્વારા જાણીને પાપકર્મો કરતા અટકે છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી કદાચ મનુષ્ય ઘણું જ્ઞાન મેળવી લે પણ જ્ઞાન સાથે આચરણ-ચારિત્ર જોઈએ, કહ્યું છે ને કે “ર મા થિ વિના સમ્યફ ચારિત્ર વિના જ્ઞાન કેવલ ભાર સ્વરૂપ છે. સારા પ્રથમ ધર્મઃ આચાર અર્થાત્ ચારિત્ર પ્રાણી માત્રને માટે ઉત્કૃષ્ટ ધર્મ છે. મનુષ્ય ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરે, ઘણાં શાસ્ત્રોના અર્થમાં પ્રવીણ બની જાય, મોટા મોટા ગ્રંથે કંઠસ્થ કરી લે પણ જો એનું ચારિત્ર ઉત્તમ નથી, હૃદયમાં વિવેક નથી તે એના જ્ઞાનની કઈ કિંમત નથી. ભલે, થેડું જ્ઞાન હોય પણ એનું ચારિત્ર નિર્મળ છે, વિવેકવાન છે અને વીતરાગ વચન ઉપર અચલ શ્રદ્ધા છે તે જ્ઞાનીની કટિમાં આવીને પોતાનું જીવન સફળ બનાવી લે છે. ચારિત્રથી રહિત વ્યક્તિનું જ્ઞાન નિરર્થક હોવાથી ફળશૂન્ય હોય છે, અને સમ્યગ જ્ઞાનથી રહિત મનુષ્યની ક્રિયા પણ ભારભૂત હોવાથી વ્યર્થ બને છે. સમ્યજ્ઞાન અને સમ્યગ ક્રિયાના સુમેળથી આત્મસાધનાની ગાડી ચાલે છે. આપ જાણે છે ને કે પૃથ્વી ઉપર રથ બે પિડાંથી ચાલે છે. એ બે પૈડાંમાંથી એક પણ પૈડું તૂટી જાય તે રથ અટકી જાય છે. આકાશમાં પક્ષી ઊડે છે તે પણ પોતાની બે પાંખે દ્વારા ઘણે ઊંચે ઉડ્ડયન કરે છે પણ એક પાંખ કપાઈ જાય તે તે ૩યન કરવામાં સમર્થ બની શકતું નથી એવી જ રીતે આપણે આત્મા પણ એક પક્ષી સમાન છે. એને ઊડીને ઉચ્ચ ગતિમાં જવું છે તે એની જ્ઞાન અને ક્રિયાની બે પાંખ બરાબર મજબૂત હોવી જોઈએ, એક પાંખ તૂટી જાય તે મેક્ષમાં જવું મુશ્કેલ છે. આટલા
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy