SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શારદા સિદ્ધિ થઈ ? ખેડૂતને પૂછ્યુ કે તમે આ પવિત્ર સ`તને કોથળામાં શા માટે પૂર્યાં છે ? એમના શરીર ઉપર ઘા પડયા છે, માઢામાંથી લોહી નીકળ્યા છે. શુ' તમે તેમને માર્યાં છે ?” &ા સાહેબ ! એ તો ચેાર છે. આ વચન સાંભળતા થાણેદાર ખૂબ ગુસ્સે થયા ને કહ્યું : હૈ દુષ્ટો ! આ મહાત્મા તો એક કીડીના પ્રાણ દુભવે તેવા નથી તે શું તમારા ખળદ ચારી લે ? નિર્દોષ મહાત્માને દુ:ખી કર્યાં છે માટે તમને જ હુ` કેદમાં પૂરી દઈશ. પેાલીસાને બોલાવીને હુકમ કર્યાં કે આ ખેડૂતોને કેદમાં પૂરીને ખૂબ માર મારો. આ ખેડૂતો થરથર ધ્રૂજવા લાગ્યા. ઉગ્રાનદ સ્વામીએ થાણેદારને કહ્યુ', ભાઈ ! જો તુ' મારા સાચા ભક્ત હોય તો આ બધાંને મીઠાઈ મંગાવીને ખવડાવ, થાણેદારે કહ્યું : સ્વામીજી ! આપ આ શું ખોલી રહ્યા છે ? જેમણે આપને આટલો બધા માર મારીને મરણતોલ કરી નાંખ્યા. એટલેથી ન પડ્યું તે કોથળામાં પૂર્યાં. એવા અપરાધીઓને તો શિક્ષા જ કરવી જોઈએ, એના બદલે મીઠાઈ આપું ? ત્યારે સ્વામીએ કહ્યું, એ બિચારાએ આખી રાત બળદ શેાધ્યા, મને માર માર્યાં. હવે થાકી ગયા હશે. તે ભૂખ્યા છે. સ્વામીજીના કહેવાથી થાણેદાર ખેડૂતોને મારને બદલે મીઠાઈ ખવડાવી. અડધુએ ! તમે જ કહેા. આવા મહાત્માના કેવા પ્રભાવ પડે! ખેડૂતોનાં મન ઉપર કેવી અસર થાય ? આજે તો દુનિયા એમ માને છે કે શની સામે શ ... જોઇએ, પણ એ માન્યતા ખાટી છે. શની સામે શઠ બનવાથી સામી વ્યક્તિ સુધરતી નથી પણ વધારે ક્રોધી બને છે. ઉગ્રાનંદ સ્વામીની ક્ષમાથી ખેડૂતોના હૃદયનું પરિવર્તન થયું. સ્વામીના ચરણમાં પડીને માફી માંગી કે, સ્વામીજી ! અમારા અપરાધને માફ કરે. તેમની આંખમાંથી પશ્ચાત્તાપના આંસુ આવી ગયા અને એ બધા ખેડૂતો ઉગ્રાનંદ સ્વામીના ભક્ત અની ગયા. હવે ચરિત્ર કહ્યુ', = ચરિત્ર :– “ યશાદા રાજાના મહેલમાં": ભીમસેનની દાસી યશેાદાએ હિરસેનના મહેલેથી વાત જાણીને ભીમસેનને જગાડયા. યશેાદા ભયથી થરથર ધ્રૂજવા લાગી. ભીમસેને પૂછ્યું, યશેાદા ! આમ રાત્રિના સમયે અચાનક કેમ આવવાનુ` બન્યુ ? અને તું આમ ગભરાઈ ને શા માટે ધ્રુજી રહી છે? એણે રાણીના શયનગૃહમાં જઈને રાણીને પહેલા જગાડયા, પછી ભીમસેનને તથા સુશીલાને એક ખૂણામાં બેસાડીને કઈ જાણી ન જાય તે રીતે સાવધાનીપૂર્વક ધીમા અવાજે બનેલી વાત કરી. સુશીલાએ કહ્યુ: યશેાદા ! તેં એક કેરી માટે આટલું બધુ... કર્યું ? આવું અન્યા પછી પણ તે મને વાત ન કરી ? વાત કરી હાત તો હું મારી દેરાણી પાસે જઈને કેરી આપી આવત ને એની માફી માંગત. તો આ વખત તો ન આવત ને ? યશોદાને પણ ખૂબ પસ્તાવા થશે કે મેં આવું શા માટે કર્યું? મે ઝેરનાં ઝાડ વાવ્યાં અને આ મારા નિષિ રાજારાણીને એના ફળ ખાવાના વખત આવ્યે ને?
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy