SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ સાદા સિદ્ધિ કંઠની મધુરતાથી મુગ્ધ બની ગઈ. અહે! જેના કંઠમાં આટલું માધુર્ય છે તે કઈ રસગી જરૂર હશે. પણ એને ક્યાં ખબર હતી કે વેગી પુરૂષના કંઠમાં નૈસર્ગિક રસમાધુર્ય કેવું પ્રગટે છે! એણે તે આ મકાનમાં રસની તાજગીથી યુક્ત પિતાને પસંદ પુરૂષ હશે એમ માનીને પાલખી ઊભી રખાવી, એટલે શબ્દો સ્પષ્ટ સંભળાવા લાગ્યા. જેમ જેમ સાંભળતી ગઈ તેમ તેમ તેના હયામાં હર્ષની ઉમિઓ ઉછળવા લાગી. તેને થયું કે હવે મને ઈચ્છિત વરની પ્રાપ્તિ થશે. આ વખતે અભયદેવસૂરિ મહારાજે કઈ ભાવવાહી સ્તવનની કડી એમના શિષ્ય પરિવારને સમજાવી રહ્યા હતા. તેમાં જિનેશ્વર દેવની ભક્તિમાં તરબોળ બનેલી અસરાઓ પૃથ્વી પર ઉતરતી હતી તેમનું વર્ણન ચાલતું હતું. જેમ જેમ રાજકુમારી સાંભળતી ગઈ તેમ તેમ એનું દિલ એ તરફ આકર્ષાવા લાગ્યું. એને ખબર નથી કે આ વ્યક્તિ કોણ છે? તે એકદમ પાલખીમાંથી ઉતરીને ઉપરથી અવાજ આવતું હતું એટલે ઝટપટ ઉપર ગઈ તે એકલો સાધુ સમુદાય બેઠે હતે. અભયદેવસૂરિ પાટે બેસીને એમના શિષ્યોને સમજાવી રહ્યા હતા. રસની મધુરતાની રસિક મનેરમાં તે ઝડપભેર અભયદેવસૂરિના ચરણે નજીક પહોંચી ગઈ ને બે હાથ જોડીને કહે છે હે રસેશ્વર ! આપ મારો સ્વીકાર કરો. આ દુનિયામાં મારી દષ્ટિએ સૌથી રસિક પુરૂષ આપે છે. હવે હું મારું ભાગ્ય આપની સાથે જ જેડીશ. કૃપા કરીને તમે મારું પાણિગ્રહણ કરે. એને ખબર નથી કે આ જૈનના સાધુ કહેવાય. એ સ્ત્રીઓને સંગ ન કરે. એણે તે તરત જ અનુચને મોકલીને રાજારાણીને સંદેશ મોકલાવ્યો કે તમારા રાજ્યને વારસદાર મને મળી ગયો છે. મેં મનવાંછિત પતિને પસંદ કરી લીધું છે. એને વધાવવા માટે હીરા-મોતીના થાળ ભરીને જલ્દી આવો. એ સંદેશ મોકલાવી તે મુનિના ચરણને સ્પર્શ કરવા જાય છે ત્યાં મુનિ કહે છે બહેન! તું દૂર રહે. અમે જૈન સાધુ છીએ. અમે બાળપણથી સંસાર છોડીને સાધુ બન્યા છીએ એટલે અખંડ બ્રહ્મચારી છીએ. અમે સ્ત્રીના સામે દષ્ટિ પણ ન કરીએ તે સ્પર્શની તે વાત જ કયાં રહી! દેવાનુપ્રિયે ! બ્રહ્મચારીના જીવનમાં અલૌકિક શક્તિ હોય છે. જે મનુષ્ય માત્ર કાયાથી બ્રહ્મચર્ય પાળે છે તેના જીવનમાં પણ શક્તિ પ્રગટ થાય છે તે જે ગી પુરૂષ મન, વચન અને કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે તેમની શક્તિની તે વાત જ કયાં ! બ્રહ્મચર્યની શક્તિ આગળ દેવેની શક્તિ પણ કામ કરી શકતી નથી. ભલભલા દેવે બ્રહ્મચારીના ચરણમાં નમે છે. આવા બ્રહ્મચર્યના કઈક દાખલાઓ આપણું જૈન શાસનમાં બનેલા છે. સિદ્ધાંતેમાં પણ બ્રહ્મચર્યને ખૂબ ગુણ ગવાયા છે. બ્રહ્મચર્યમાં કેટલી શક્તિ રહેલી છે તે પૂરવાર કરતા એતિહાસિક દાખલા પણ ઘણું છે. ટંકારામાં દયાનંદ સરસ્વતી થઈ ગયા. શુદ્ધ બ્રહ્મચર્યના પાલનથી એમનામાં મહાન શક્તિ પ્રગટી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy