SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શારદા સિદ્ધિ સ`વિરતિ ચારિત્ર મનુષ્યભવ સિવાય બીજે કયાંય નથી, માટે મનુષ્યભવ પામીને એની ક્ષણે ક્ષણુ જૈનધર્મ દ્વારા સફળ કરી લેવી જોઈએ. કારણ કે ધર્મ મનવાંછિત સુખ આપનાર છે માટે ધની આરાધનામાં આ માનવજન્મને મહા કિંમતી સમય લેખે લાગે છે, જેમ મારવાડમાં દુર્લભ પાણીનું એક ટીપુ પણુ વેડફી ન’ખાતુ નથી તેમ મનુષ્ય જન્મની અતિ કિ`મતી એકેક ક્ષણ પણ વેડફી ન નંખાય. મનુષ્ય જન્મની ક્ષણેક્ષણના સદુપયેાગ કરી લેવો જોઈ એ. સમય કયાં વેડફાઈ જાય અને કયાં લેખે લાગે ? હિ સાદિપાપા, ક્રોધાદિ કષાયા અને શબ્દાદિ ઇન્દ્રિયાના વિષયામાં સમય વેડફાઈ ગયા કહેવાય અને દાન-શીલ-તપ-ભાવના તથા સમ્યકૂદન, જ્ઞાન, ચારિત્રની આરાધનામાં સમય લેખે લાગ્યા કહેવાય. અઢાર પાપસ્થાનકોમાં સમય વેડફાઈ જાય છે. જીવ અનાદિકાળથી માહવશ અજ્ઞાન અને મૂઢ બની માનવભવને ક'મતી સમય પાપકામાં વેડફી નાંખે છે ત્યારે સંત સમાગમથી જીવ વિવેકી ખની ધમ આરાધના કરી જીવન સફળ કરે છે. જ્ઞાનીઓ કહે છે કે પાપ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત અની માનવજીવનની ક્ષણેક્ષણ ધર્મારાધનામાં જોડી દો. નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ, વૃત્તિએ સર્વ જીવને, પ્રવૃત્તિ સયમે રાખો ને નિવૃત્તિ અસત્યમે દરેક જીવાને પ્રવૃત્તિ અને નિવૃત્તિ બ'ને હોય છે, પણ સંસારરસિક જીવાની પ્રવૃત્તિ પાપમાં હોય છે અને ધર્માંના કાર્યાંમાં નિવૃત્તિ હોય છે. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિ આત્માનું કલ્યાણ કરાવી શકતી નથી, માટે તમારી કાર્યવાહીને બદલો. પાપના કાર્યાંથી નિવૃત્તિ લો અને સયમ, ધમ આદિ કાર્યમાં પ્રવૃત્તિ કરો. સંસારની પ્રવૃત્તિ પતન કરાવશે અને ધર્મની પ્રવૃત્તિ પ્રગતિ કરાવશે, માટે તમારા કિ'મતી સમય ધમ આરાધનામાં વીતાવેા. આ સસારમાં રખડતા જીવના જો ખરેખર પ્રેમાળ પિતા કાઈ હાય તો ધમ છે. ધમ' અત્યંત સ્નેહથી ભરેલ માતા છે. પેાતાના વિચારાથી જરા પણ જુદાઈ ન બતાવે તેવા ધમ ખરેખરા ભાઈ છે. સુખદુઃખમાં સાથે રહેનાર સદા એક સરખા પ્રેમ રાખનાર ધમ એક કુશળ મિત્ર છે. જીવન જીવવુ તે છે જ પણ પ્રમાદમાં જીવવાને બદલે ધમની આરાધનાપૂર્વક જીવવુ તે માનવજીવન પામ્યા તે લેખે લાગે, અનુત્તર વિમાનના મહાન સુખી દેવા પણ આવા મનુષ્યભવને પ્રાપ્ત કરવા તલસી રહ્યા છે કારણ કે મનુષ્યભવ સિવાય સદુઃખાને અ'ત કરીને મેાક્ષમાં જવાનુ શકય નથી, એટલે દેવા મનુષ્યભવને ઝ ંખી રહ્યા છે ત્યારે આજના માનવી દેવલાકના સુખે! માટે તલસી રહ્યો છે. એ દેવના ભવને ઝ'ખી રહ્યો છે. ખેાલો, તમારે દેવની કૃપા જોઈ એ છે ને ? (હસાહસ) યાદ રાખો. “àવા વિ તે નમસંતિ, નલધર્મો ના મળો જેનુ મન સદા ધર્મોમાં લીન રહે છે તેના ચરણમાં દેવે પણ નમસ્કાર કરે છે, પણ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy