SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શારદા સિદ્ધિ હું તે રાજાની રાણીની દાસી છું, માટે તે બે ફળ લઈ જા. તને ત્રણ ફળ તે નહિ જ આપું. એમ કહીને એણે બે ફળને મારા ઉપર છૂટો ઘા કર્યો. બા! જેટલા એ દાસીના માન છે એટલા તમારા કે મારા માન નથી. આવા રાજયમાં જીવીને શું કામ છે? એમ કહીને કુંતી ભીંત સાથે માથા કૂટવા લાગી ત્યારે રાણીએ કહ્યું કુંતી ! તું શાંત થા. તારે રડવા ફૂટવાની જરૂર નથી. હું આ અપમાનને પૂરેપૂરો બદલો લઈશ. એ યશોદા અને સુશીલા એમના મનમાં શું સમજે છે? રાજ્યને બધો કારભાર તે મારા પતિ કરે છે. સાચા રાજા તે એ જ છે. ભીમસેન તે માત્ર શેભાન જ રાજા છે, માટે તું ચિંતા ન કર. હું મારા પતિને બધી વાત કરીને એ લોકોને બતાવી દઈશ. એમ કહીને સુરસુંદરીએ સ્ત્રીચરિત્ર ભજવવાની શરૂઆત કરી. સ્ત્રીચરિત્રને દુનિયામાં કોઈ પહોંચી શકે તેમ નથી. રાણુએ ભજવેલું સ્ત્રીચરિત્ર - સુરસુંદરીએ માથાના વાળ વીંખી નાંખ્યા. આંખેને ચેળીને લાલઘૂમ કરી દીધી. કપડા પણ મેલાને જુના પહેરી લીધા ને મોઢું ચઢાવીને મહેલના એક અંધારા ઓરડામાં જઈને સૂઈ ગઈ. થોડીવારમાં હરિસેન આવ્યું એટલે દાસીને પૂછયું કે રાણી કયાં ગયા? કુંતીએ રૂઆબથી કહ્યું કે મને શી ખબર? હશે, મહેલના કયાંક ખૂણામાં પડયા હશે. તમે તપાસ કરો ને ! દાસીને જવાબ સાંભળી હરિસેન સજજડ થઈ ગયે. એને થયું કે નકકી કંઈક બન્યું લાગે છે. હવે હરિસેન સુરસુંદરી પાસે જશે ત્યારે સુરસુંદરી કેવું ચરિત્ર ભજવશે ને રજનું ગજ કરશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન. - ૧૮ શ્રાવણ સુદ ૮ને મંગળવાર તા. ૩૧-૭–૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને! રાગની આગ ઓલવી શાંતિના સદનમાં મહાલવાને માર્ગ બતાવનાર તીર્થકર ભગવંત આગમની વાણીનું નિરૂપણ કરતા કહે છે હે ભવ્ય છે ! अंतं करंति दुक्खाणं, इहमेगेसि आहिया વાયાંય પુન ઘઉં, કુટ્ટમેવ સમુ સૂય અ. ૧૫ગા. ૧૭ દોને અંત કરવાની તક કહો કે સીઝન કહે છે આ માનવભવ છે. અહીં કયા દુઃખની વાત કરી? તમે દુઃખ કોને માને છે અને કયા દુઃખને અંત કરવા ઈચ્છો છો? તમારી પાસે પૈસા ન હોય, પુત્ર પરિવાર ન હોય અને કદાચ હોય તે આજ્ઞાંકિત ન હોય, પત્ની કજીયાળી હોય, રહેવા માટે પિતાનું ઘર ન હોય, સમાજમાં
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy