SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ શબ્દ સાંભળતા જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. એટલે હાથીને ભવ પ્રત્યક્ષ જે. ત્યાં વિચાર થયો અહો ! ત્યાં કેટલું સહન કર્યું ને અહીં મારા વડીલ સંતે કે જેમની ચરણરજ મને સ્પશે તે પણ હું પાવન થઈ જાઉં. એવા સંતની ઠોકર વાગી તે મારાથી સહન ન થઈ, તેથી મહાન પુણ્યોદયે મળેલા ચારિત્રરત્નને છોડી દેવા તૈયાર થયે! ધિક્કાર છે મને ! મેઘમુનિને ભૂલનું ભાન થયું. ઠોકર ખાઈને ઠાકર બની ગયા. પ્રભુના ચરણમાં મસ્તક મૂકીને કહે છે અહીં મારા પ્રભુ! હવે આજથી આપના ચરણકમલમાં મારું જીવન અર્પણ કરી દઉં છું. ફક્ત આંખની ફરતી કીકી અને શ્વાસોચ્છુવાસ એ બે સિવાય હું એક પણ વાત આપનાથી છૂપાવીશ નહિ. આપની ગમે તેવી આજ્ઞા હશે તો પાળવા તૈયાર છું. મારા સંતની સેવામાં તત્પર રહીશ. વધુ શું કહું, આ દેહ આપણા ચરણે ધરી દઉં છું. બંધુઓ ! મેઘમુનિ પ્રભુને અર્પણ થઈ ગયા. અર્પણતા વિના ત્રણ કાળમાં તપર્ણતા નહિ મળે. પારસમણું સાથે લોખંડને સ્પર્શ કરાવવામાં આવે તે લોખંડ સોનું બની જાય પણ બેની વચ્ચે બારીક કાગળનું અંતર હોય તે લોખંડ સોનું બને? “ના, તેમ ગુરૂને અર્પણ થતાં અંતર નહિ રાખે તે “ લેહ સેના કરે, કરે આપ સમાન” પારસમણું તે માત્ર લોખંડને સોનું બનાવે છે પણ સંત તે પોતાની પાસે આવનારને પોતાના સમાન બનાવી દે છે. વિનીત અને આજ્ઞાંક્તિ શિષ્ય તે એ જ વિચારે કે મારા ગુરૂ મારા હિતસ્વી છે. એ જે કંઈ આજ્ઞા કરતા હશે તે “મમ ટામેત્તિ મારા હિતને માટે જ કરતા હશે. મેઘમુનિ જગતગુરૂ મહાવીર પ્રભુના ચરણમાં અર્પણ થઈ ગયા, ત્યારે પ્રભુ એને મધુર વચનથી કહે છે હે મેઘ ! થા અલખ તણે અણગારી, તારી સુરત લે શણગારી, ચમકે ચિદાનંદ ચીનગારી, તો તો જરૂર છે ભવપારી, તારું જીવન આજે ધન્ય બની ગયું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનયાદિ ગુણોથી તારે દેહ અને આત્મા સુશોભિત બની ગયા છે. એક વચને તારે ચિદાનંદ સ્વરૂપ આત્મા ચમકી ઊઠયો છે. જા હવે તારા ભવને બેડો પાર થઈ જશે. પ્રભુના વચન સાંભળીને મેઘમુનિના હર્ષને પાર ન રહ્યો. સારું યે જીવન મેઘમુનિએ પ્રભુની આજ્ઞામાં અર્પણ કર્યું. ભગવાનની આજ્ઞાનું પાલન કરી, તેની સેવા કરીને મેઘમુનિ આયુષ્ય પૂર્ણ કરીને અનુત્તર વિમાનમાં ગયા. ત્યાંથી મનુષ્ય ભવ પામીને મેક્ષમાં જશે. મેઘમુનિએ પ્રભુને સમાગમ કર્યો તે અજ્ઞાનને અંધકાર ટળે ને જ્ઞાનને પ્રકાશ થતાં મુક્તિનો માર્ગ મળે ને ભવને બેડો પાર થશે. દરેક જ આવી રીતે પ્રભુની આજ્ઞાને આધીન બની જાય તે આ વિરાટ વિશ્વ ઉપર શાંતિનું સામ્રાજ્ય સ્થપાઈ જાય ને સૌ એના આત્માનું કલ્યાણ થાય.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy