SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શારદા સિદ્ધિ મમતાળુ માતાએ વિદાય લીધી. હવે મારું કેણ? સગાવહાલાઓએ એને આશ્વાસન આપી શાંત પાડી. સુનંદા એના માતા-પિતાને એક જ દીકરી હતી, એટલે વૃદ્ધપિતાએ પિતાના મૃત્યુ બાદ સ્થાવર અને જંગમ બધી મિલકતના વારસદાર તરીકે સુનંદાને જાહેર કરીને સેલીસીટર પાસે તૈયાર કરાવેલો દસ્તાવેજ સસરાએ વિજયના હાથમાં મૂકો. બે દિવસ રોકાઈને વિજય ઘેર આવ્યો ને સુનંદા થડા દિવસ સુરેશને લઈને પિયર રેકાઈ પિતાની દીકરીને મૂંગા સુરેશની સેવા કરતી જોઈને એના પિતા કહે, છે બેટા ! તું આ ગરીબ ગાય જેવા છોકરાની પ્રેમથી સેવા કરે છે તેથી મને ખૂબ આનંદ થાય છે. પિતાજી! એ તે આપના સંસ્કાર છે. આ તો મારે ભાઈ જ છે ને! ભાઈની સેવા તે કરવી જ જોઈએ ને! એમાં કંઈ વિશેષ નથી. પુત્રીને વિનય વિવેક જોઈને પિતાને ખૂબ આનંદ થશે. થડા દિવસ પિયર રહીને સુનંદા સાસરે આવી. અભિમાની શર્મિલાએ કાઢેલા વેણુ” :– સુરેશને કાઢી મૂકવા માટે વિજય સુનંદાને ખૂબ સમજાવતા અને આડક્તરી રીતે અનેક પ્રયત્ન કર્યા પણ કોઈ રીતે સુનંદા સમજતી નથી એટલે તે ખૂબ કંટાળી ગયે. અને પોતાની બહેન શમલા અને બનેવી રાજેશને પત્ર લખીને તેડાવ્યા. બીજે દિવસે તેઓ ગાડી લઈને આવી ગયા. સુનંદાએ નણંદ અને નણદઈને સત્કાર કર્યો. જમી પરવારીને બધા દિવાનખાનામાં બેઠા. સુનંદા પણ કામકાજથી નિવૃત્ત થઈ એટલે આવીને બેઠી. સુરેશ પણ ભાભીની ગોદમાં લપાઈને બેઠે, ત્યારે શમલા સુરેશ તરફ જોઈને બેલી ભાભી! તમે આ જાનવરને કયાં સુધી જાળવી રાખશે? વિજયભાઈને આને માટે કેટલી બધી વ્યથા ભેગવવી પડે છે અને તમે આની આટલી બધી ચિંતા કરે છે એ જ મને નવાઈ લાગે છે. હવે એ છેકરે શું ખપને છે? મારે અને ભાઈને એના લીધે કેટલું શરમાવું પડે છે. અમારે તે કઈને કોઈ પાર્ટી અને પિગ્રામમાં જવાનું હોય છે અને તમે આને સાચવવામાં રહીને સાથે ક્યાંય જાવ આવે નહિ એ કેમ ચાલે? નણંદના વચને સાંભળીને સુનંદા સ્તબ્ધ બની ગઈ સત્તર વર્ષને સુરેશ ચિંતામાં ને ચિંતામાં માતાના ગયા પછી ગળીને નાનકડા દશ વર્ષના બાળક જેવો થઈ ગયો છે. તે બહેનના શબ્દો સાંભળતું નથી પણ બધું સમજતો હતું એટલે એરકંડીશન દિવાનખાનામાં પણ જાણે એ ધગધગતા રેગિસ્તાનમાં આવીને બેઠે હોય એવું લાગતું હતું. એ સુનંદાની ગોદમાં વધુ લપાઈ ગયે એટલે શમીલાને આંખમાંથી તિરસ્કાર છૂટ. તે મોઢું બગાડીને કહે છે છી...છી...ભાભી! તમને આવું કેમ ગમે છે? એને મેન્ટલ હેસ્પિતાલમાં ધકેલી દે. દિયર માટે ભાભીએ છેડેલા સુખ” :- સુનંદાએ ગંભીર સ્વરે કહ્યું બહેન! એ કંઈ પાગલ છેડે છે? જન્મથી મુંગા અને બહેરા બાળકને મેન્ટલ હેસ્પિતાલમાં મૂકવાને શો અર્થ? વિજયે લાલઘૂમ આંખ કરીને કહ્યું હવે હું એક
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy